India Corona Update: છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના કેસમાં મોટો ઘટાડો, જાણો કેટલા નવા કેસ આવ્યા

|

May 17, 2022 | 12:34 PM

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, ભારતમાં સંક્રમણને કારણે વધુ 19 લોકોના મોત બાદ મૃત્યુઆંક (Corona Death) વધીને 5,24,260 થઈ ગયો છે.

India Corona Update: છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના કેસમાં મોટો ઘટાડો, જાણો કેટલા નવા કેસ આવ્યા
Corona Cases

Follow us on

ભારતમાં કોરોનાના કેસોમાં (Corona Cases) મોટો ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં 1569 કેસ નોંધાયા છે. દેશમાં એક દિવસમાં કોવિડ-19ના 1569 નવા કેસ સામે આવતાં દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 4,31,25,370 થઈ ગઈ છે. સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા (Active Corona Cases) ઘટીને 16,400 થઈ ગઈ છે. મંગળવારે સવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, ભારતમાં સંક્રમણને કારણે વધુ 19 લોકોના મોત બાદ મૃત્યુઆંક વધીને 5,24,260 થઈ ગયો છે. દેશમાં કોવિડ -19 માટે સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા ઘટીને 16,400 થઈ ગઈ છે, જે કુલ કેસના 0.04 ટકા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે કે છેલ્લા 24 કલાકમાં 2467 લોકો કોરોના રોગને હરાવવામાં સફળ રહ્યા છે. આ સાથે, અત્યાર સુધીમાં કુલ 42584710 લોકો આ રોગમાંથી સ્વસ્થ થયા છે. દર્દીઓના સાજા થવાનો રાષ્ટ્રીય દર 98.75 ટકા છે. દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કોવિડ-19 વિરોધી રસીના 191.48 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. નોંધપાત્ર વાત એ છે કે, 7 ઓગસ્ટ 2020ના રોજ દેશમાં કોરોના વાયરસથી સંક્રમિતોની સંખ્યા 20 લાખ, 23 ઓગસ્ટ 2020ના રોજ 30 લાખ અને 5 સપ્ટેમ્બર 2020ના રોજ 40 લાખથી વધુ થઈ ગઈ હતી.

મહારાષ્ટ્ર કોરોના વાયરસના મામલામાં સૌથી વધુ પ્રભાવિત રાજ્ય

મહારાષ્ટ્ર કોરોના વાયરસના મામલામાં દેશનું સૌથી વધુ પ્રભાવિત રાજ્ય છે. સોમવારે મહારાષ્ટ્રમાં કોવિડ-19ના 129 નવા કેસ નોંધાયા છે, જેમાં મુંબઈમાં 74 કેસ સામેલ છે. આના કારણે રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા વધીને 78,80,969 થઈ ગઈ છે, જ્યારે ચેપને કારણે કોઈ મૃત્યુ ન થવાને કારણે મૃત્યુઆંક 1,47,855 રહ્યો છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

એક અધિકારીએ આ માહિતી આપી. જો કે, સોમવારે નોંધાયેલા કેસોની સંખ્યા રવિવારે નોંધાયેલા 255 કરતા ઘણી ઓછી હતી. તેમણે કહ્યું કે છેલ્લા 24 કલાકમાં વધુ 121 લોકોમાંથી સાજા થતા લોકોની સંખ્યા વધીને 77,31,588 થઈ ગઈ છે, જ્યારે રાજ્યમાં સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા 1,526 છે.

મૃત્યુ પામેલા 70 ટકાથી વધુ દર્દીઓને અન્ય રોગો હોય છે

રાજ્યના આરોગ્ય વિભાગના ડેટા અનુસાર સતારા, સાંગલી, નંદુરબાર, જાલના, લાતુર, હિંગોલી, ઉસ્માનાબાદ, અકોલા, બુલઢાના, ભંડારા અને ગોંદિયા જિલ્લામાં હાલમાં કોઈ દર્દી સારવાર હેઠળ નથી. ડેટા અનુસાર, કોરોના વાયરસનો રિકવરી રેટ 98.10 ટકા હતો, જ્યારે મૃત્યુ દર 1.87 ટકા હતો. માહિતી અનુસાર, છેલ્લા 24 કલાકમાં 12,896 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે, રાજ્યમાં કોરોના વાયરસ પરીક્ષણોની સંખ્યા વધીને 8,05,72,867 થઈ ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે અત્યાર સુધી કોરોના વાયરસના સંક્રમણને કારણે મૃત્યુ પામેલા લોકોમાંથી 70 ટકાથી વધુ દર્દીઓને અન્ય બીમારીઓ પણ હતી.

Published On - 12:34 pm, Tue, 17 May 22

Next Article