Corona Update: છેલ્લા 24 કલાકમાં 1,150 નવા કેસ નોંધાયા, એક્ટિવ કેસમાં સતત ઘટાડો સંખ્યા 11,365 પર પહોંચી
દેશમાં વધુ 1,150 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ ચેપના કુલ કેસોની સંખ્યા 4,30,34,217 પર પહોંચી ગઈ છે, જ્યારે સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા ઘટીને 11,365 થઈ ગઈ છે.
Corona Update: ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના (Covid-19)ના 1,150 નવા કેસ નોંધાયા છે. દેશમાં વધુ 1,150 લોકો કોરોના વાયરસ (Corona virus)થી સંક્રમિત જોવા મળ્યા બાદ ચેપના કુલ કેસોની સંખ્યા 4,30,34,217 પર પહોંચી ગઈ છે, જ્યારે ભારતમાં સક્રિય કેસની સંખ્યા ઘટીને 11,365 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં તેમાં 127નો ઘટાડો થયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે કોરોનાના કેટલાક આંકડા રજૂ કર્યા છે. આ મુજબ, સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા ચેપના કુલ કેસના 0.03 ટકા છે, જ્યારે કોવિડ-19માંથી સાજા થવાનો રાષ્ટ્રીય દર 98.76 ટકા છે.
દેશવ્યાપી કોવિડ-19 વિરોધી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 185.55 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે અત્યાર સુધી કોરોના વાઈરસના સંક્રમણને કારણે મૃત્યુ પામેલા લોકોમાંથી 70 ટકાથી વધુ દર્દીઓને અન્ય બીમારીઓ પણ હતી. મંત્રાલયના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં દૈનિક ચેપ દર 0.25 ટકા અને સાપ્તાહિક ચેપ દર 0.23 ટકા નોંધાયો છે. મંત્રાલયે તેની વેબસાઈટ પર કહ્યું કે તેના આંકડા ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના ડેટા સાથે મેચ કરવામાં આવી રહ્યા છે.
ગુજરાતમાં (Gujarat) કોરોનાના(Corona) ઘટતા કેસની વચ્ચે ગાંધીનગર નેશનલ લો યુનિવર્સિટીમાં નોંધાયેલા કોરોનાના કેસ ફરી એકવાર ચિંતા વધારી દીધી છે. જેમાં હોસ્ટેલના 15 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા. જો કે તેની બાદ કરવામાં આવેલા 112 વિદ્યાર્થીઓના રેપિડ કોરોના ટેસ્ટના 34 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. જેમાં 33 વિદ્યાર્થીઓને સાત દિવસ માટે હોસ્ટેલમાં આઈસોલેટ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં 08 એપ્રિલના રોજ કોરોનાના નવા 20 કેસ નોંધાયા છે. જેમાં ગાંધીનગર નેશનલ લો યુનિવર્સિટી 15 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ નોંધાયા છે.
કોરોનાના વધુ એક વેરિયન્ટની ગુજરાતમાં એન્ટ્રી
ગુજરાતમાં કોરોના (Corona)ના વધુ એક વેરિયન્ટ (variant)ની એન્ટ્રી થઈ છે. રાજ્યમાં કોરોનાના દર્દીમાં પહેલો XE વેરિયન્ટ (XE variant) જોવા મળ્યો છે. 3 દિવસ પહેલા વડોદરા (Vadodara) આવેલા મહારાષ્ટ્રના મુસાફરના કોવિડ ટેસ્ટમાં XE વેરિયન્ટ હોવાની થઈ પૃષ્ટિ થઈ છે. હાલ આ દર્દીના સંપર્કમાં આવેલા લોકોનું ટેસ્ટિંગ થઈ રહ્યું છે. દર્દીના ડાયરેકટ સંપર્કમાં આવેલ 2 લોકોના કોવિડ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. ડોક્ટરોનું કહેવું છે કે XE વેરિયન્ટ ઘાતકી નથી. ઓમિક્રોન જેવો માઈલ્ડ વેરિયન્ટ છે તેથી લોકોએ ગભરાવાની જરૂર નથી.ભલે કોરોનાના કેસો ઘટી રહ્યા છે અને લોકો રાહતનો શ્વાસ લઈ રહ્યા છે, વિશ્વ આરોગ્ય સંસ્થા કહે છે કે XE નામના કોરોના વાયરસનું એક નવું મ્યુટન્ટ છે, જે Omicron ના BA.2 સબ-વેરિયન્ટ કરતા લગભગ દસ ટકા ઓછું છે.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો
આ પણ વાંચો : Ukraine War: રશિયાએ 45 દિવસમાં 5,149 ગુના કર્યા, અત્યાર સુધીમાં 19,000 રશિયન સૈનિકોના મોત