CORONA : બીજી લહેરમાં કેસો ભલે ઘટ્યા, પણ અનલોકમાં લોકોની બેદરકારી નોતરી શકે છે કોરોનાની ત્રીજી લહેરને

|

Jul 07, 2021 | 12:44 AM

CORONA THIRD WAVE : દેશમાં કોરોનાની ત્રીજી લહેર ઓગસ્ટમાં આવવાની અપેક્ષા છે. અનલોકમાં લોકોની વધતી જતી બેદરકારી તેને બીજી લહેર કરતા વધુ જીવલેણ બનાવી શકે છે.

CORONA : બીજી લહેરમાં કેસો ભલે ઘટ્યા, પણ  અનલોકમાં લોકોની બેદરકારી નોતરી શકે છે કોરોનાની ત્રીજી લહેરને

Follow us on

CORONA : કોરોનાના ઘટતા આંકડા એક તરફ રાહત આપી રહ્યા છે પરંતુ અનલોકમાં લોકોની વધતી બેદરકારી ત્રીજી લહેરના આગમનની સંભવાનાને વધુ તીવ્ર બનાવી રહી છે. સોમવારે દેશમાં કોરોનાના 34026 કેસ નોંધાયા હતા. 111 દિવસ બાદ આ પહેલી વાર છે, જ્યારે કોરોનાના દૈનિક નવા કેસ આટલા ઓછા આવ્યાં છે.

આંકડાઓ સતત નીચે આવી રહ્યાં છે, આ એક સારી બાબત છે, પરંતુ તેનો અર્થ એ નથી કે લોકોએ કોરોના અંગે લેવામાં આવતી સાવચેતીઓને ઘટાડવાનું શરૂ કરવું જોઈએ. જો કે કોરોનાથી બચવાના નિયમોનું ઉલ્લંઘન કરીને ઘણા લોકો આવું કરી રહ્યા છે. દેશમાં કોરોનાની ત્રીજી લહેર ઓગસ્ટમાં આવવાની અપેક્ષા છે. અનલોકમાં લોકોની વધતી જતી બેદરકારી તેને બીજી લહેર કરતા વધુ જીવલેણ બનાવી શકે છે.

લોકો કરી રહ્યા છે મનસ્વી વર્તન
દેશમાં કોરોનાના કેસો ઘટ્યા પછી અનલોકમાં લોકોએ મનસ્વી વર્તન કરવાનું શરૂ કર્યુ છે. બજારો અને પ્રવાસન સ્થળોએ ભારે ભીડ દેખાવા માંડી છે, જેનાથી સરકારની ચિંતા વધી ગઈ છે.એક તરફ સરકાર ચેતવણી આપી રહી છે, પરંતુ બીજી તરફ લોકો બેદરકાર બન્યા છે. હિમાચલથી ઉત્તરાખંડ તરફ પ્રવાસીઓની જે ભીડ એકઠી થઈ છે એ કોરોનાની ત્રીજી લહેરના ફેલાવાનું કારણ બની શકે છે.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

લોકો પર્વતોની સુંદરતાનો આનંદ માણવામાં એટલા પાગલ થઈ ગયા છે કે તેઓ ન તો પોતાનું ધ્યાન રાખે છે ન તો તેમના સ્વજનોની કાળજી લઇ રહ્યા છે.રસ્તા પર લોકોની ભીડ અને વાહનોની લાંબી કતારો એ અનલોક અને ત્યારબાદ પ્રતિબંધો હટાવવાની સ્થિતિ છે. પરંતુ આ છૂટછાટ અને બેદરકારી ખુબ ભારે પડી શકે છે.

મનાલીની બજારમાં ભેગી થયેલી ભીડ

આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ તસ્વીર મનાલીની છે અને ગયા અઠવાડિયાની છે.આવી તસવીર જોઈને સ્પષ્ટ થઈ ગયું છે કે કોરોનાથી બચવા માટેના નિયમો અને કાયદાઓને નેવે મુકીને બજારમાં લોકોના ટોળા ભેગા થઇ રહ્યા છે.

મનાલીમાં દરરોજ 10 થી 14 હજાર લોકો ઉમટી પડે છે
આ તસવીરો જોઈને Tv9 ભારતવર્ષના સંવાદદાતા મોહિત મલ્હોત્રા ગ્રાઉન્ડ રિપોર્ટ જાણવા મનાલી અને ત્યાં તેમણે જે જોયું તે ભય ઉત્પન્ન કરનારું હતું. દિલ્હી અને અન્ય પ્રદેશોમાં ગરમીથી હેરાન થયેલા લોકો મનાલી તરફ વળ્યા છે. જેને કારણે આવી ભીડ ભેગી થિયા ગઈ અને સોશિયલા ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા.

દરરોજ 10 થી 14 હજાર પ્રવાસીઓ તેમના વાહનો લઈને મનાલી પહોંચી રહ્યા છે. 1 જુલાઈએ 1750, 2 જુલાઈના રોજ 2250 અને 3 જુલાઈના રોજ 2575 પર્યટકો પોતાના વાહનો સાથે મનાલી પહોંચ્યા હતા અને જોત જોતામાં આ આંકડો 10 હજાર ને પાર કરી ગયો.

વિકેન્ડમાં તો અહીં હોટલોમાં જગ્યા મળવી મુશ્કેલ બની જાય છે. જો આ ભીડને કારણે કોરોના વિસ્ફોટ થયો, તો ફરી એકવાર હોસ્પિટલમાં બેડ ઓછા પડશે.

Published On - 12:11 am, Wed, 7 July 21

Next Article