Corona News : સંકટ સમયમાં RSS ચીફ મોહન ભાગવત સહિત આ લોકો વધારશે દેશવાસીઓનો ઉત્સાહ,ચાર દિવસ સુધી ચાલશે કાર્યક્રમ

|

May 09, 2021 | 2:19 PM

Corona News : વિપ્રોના ચેયરમેન અઝીમ પ્રેમજી, ઇન્ફોસીસ ફાઉન્ડેશનના ચેયરપર્સન સુધા મૂર્તિ અને RSS ચીફ મોહન ભાગવત નાગરિકોનુ મનોબળ વધારવા માટે સંઘ દ્વારા આયોજિત ચાર દિવસના એક ટેલીવિઝન કાર્યક્રમમાં લોકોને સંબોધિત કરશે.

Corona News : સંકટ સમયમાં RSS ચીફ મોહન ભાગવત સહિત આ લોકો વધારશે દેશવાસીઓનો ઉત્સાહ,ચાર દિવસ સુધી ચાલશે કાર્યક્રમ
Mohan Bhagwat

Follow us on

Corona News : વિપ્રોના ચેયરમેન અઝીમ પ્રેમજી, ઇન્ફોસીસ ફાઉન્ડેશનના ચેયરપર્સન સુધા મૂર્તિ અને RSS ચીફ મોહન ભાગવત નાગરિકોનુ મનોબળ વધારવા માટે સંઘ દ્વારા આયોજિત ચાર દિવસના એક ટેલીવિઝન કાર્યક્રમમાં લોકોને સંબોધિત કરશે. પોઝિટિવિટી અનલિમિટેડ નામથી આ કાર્યક્રમ 11 મેથી શરુ થશે અને 14મે સુધી ચાલશે. આ કાર્યક્રમમાં મોહન ભાગવત ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી દેશને સંબોધિત કરશે.

અઝીમ પ્રેમજી,સુધા મૂર્તિ અને મોહન ભાગવત સિવાય અન્ય લોકોના પણ આ કાર્યક્રમમાં ભાગ લેવાની સંભાવના છે આ જાણકારીના પ્રમાણે સદગુરુ જગ્ગી વાસુદેવ, શ્રી શ્રી રવિશંકર નિર્મલ સંત અખાડાના જ્ઞાનદેવજી અવે તિરપંથી જૈન સમાજના જૈન મુનિ પ્રાણનાથ પણ આ ચાર દિવસીય કાર્યક્રમમાં ભાગ લેશે. સૂત્રોએ જણાવ્યુ કે રોજ વ્યક્તિ ટીવી પર લગભગ 15 મિનિટ સુધી વાતચીત કરશે કે કેવીરીતે આ સંકટની ઘડીમાં પોઝિટિવ રહી શકાય અને સાથે મળીને કોવિડ વિરુધ્ધ લડાઇ જીતી લઇએ

સંઘની કોવિડ રિસ્પોન્સ ટીમ (CRT)ના સંયોજક લેફટનન્ટ જનરલ ગુરમીત સિંહે કહ્યુ કે આ કાર્યક્રમનો ઉદેશ્ય જનતાના મનોબળમાં વધારો કરવાનો છે અને તેમને એકસાથે આ મહામારી વિરુધ્ધ લડવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. સિંહે કહ્યુ કે લોકોમાં એ આશા ભરવાની છે કે અમે આ લડાઇ જીતીશુ આ કાર્યક્રમનું આયોજન કોવિડ રિસપોન્સ ટીમ (CRT) કરી રહી છે. સંઘના પ્રવક્તાએ કહ્યુ કે CRT સમાજના વિભિન્ન વર્ગોમાં કેટલાય હિતેચ્છુઓની એક સહયોગાત્મક પહેલ છે જે હાલની સ્થિતિમાં સુધાર માટે એક ઠોસ પ્રયાસ કરવા માટે એક સાથે આવ્યા છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ ચાલુ છે. દેશભરમાં એક વાર ફરી કોરોનાના 4 લાખથી વધારે કેસ સામે આવ્યા છે. આરોગ્ય મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 4,03,738 કેસ સામે આવ્યા છે જ્યારે આ દરમિયાન 3,86,444લોકોન સાજા થયા બાદ ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 4,092 લોકોના મૃત્યુ થયા છે.

 

 

Next Article