Corona હજુ સમાપ્ત નથી થયો, ખતરનાક હોય શકે છે ત્રીજી લહેર: CSIRની ચેતવણી

|

Feb 28, 2021 | 11:44 PM

દેશમાં ફરી એકવાર Corona વાયરસના કેસોમાં વધારો થયો છે. ઘણા રાજ્યોમાં કેસો ઝડપથી વધી રહ્યા છે. વિજ્ઞાન અને ઔદ્યોગિક સંશોધન પરિષદ (CSIR)ના ડાયરેક્ટર જનરલ શેખર સી. મંડેએ રવિવારે ચેતવણી આપી હતી કે કોવિડ-19 કટોકટી હજી પૂરી થઈ નથી.

Corona હજુ સમાપ્ત નથી થયો, ખતરનાક હોય શકે છે ત્રીજી લહેર: CSIRની ચેતવણી

Follow us on

દેશમાં ફરી એકવાર Corona વાયરસના કેસોમાં વધારો થયો છે. ઘણા રાજ્યોમાં કેસો ઝડપથી વધી રહ્યા છે. વિજ્ઞાન અને ઔદ્યોગિક સંશોધન પરિષદ (CSIR)ના ડાયરેક્ટર જનરલ શેખર સી. મંડેએ રવિવારે ચેતવણી આપી હતી કે કોવિડ-19 કટોકટી હજી પૂરી થઈ નથી. તેમજ Coronaની ત્રીજી લહેર આવશે તો તેના પરિણામ ખતરનાક હશે. તેમણે કહ્યું કે હાલની સ્થિતિમાંથી બહાર નીકળવા માટે સંસ્થાઓ તરફથી સતત સહયોગ સાથે જળવાયુ પરિવર્તન અને જીવાશ્મ ઈંધન પર આત્મ નિર્ભરતાથી ઉત્પન્ન થનારી સંકટપૂર્ણ સ્થિતિઓને ટાળવી આવશ્યક છે. તેવો રાજીવ ગાંધી સેન્ટર ફોર બાયોટેકનોલોજી (આરજીસીબી) દ્વારા આયોજીત ડિજિટલ કાર્યક્રમને સંબોધન કરી રહ્યા હતા. આ કાર્યક્રમની થીમ કોવિડ-19 અને ભારતની પ્રતિક્રિયા હતી.

 

તેમણે સ્પષ્ટતા કરી કે ભારત હજી પણ સામુદાયિક પ્રતિરોધક ક્ષમતા પ્રાપ્ત કરવાથી દૂર છે અને લોકોએ Corona  વાયરસના ચેપથી બચવા માટે માસ્ક પહેરવા જોઈએ. આ સિવાય લોકોએ સામાજિક અંતર અને હેન્ડ ક્લીનિંગ જેવા પગલાંને પણ અનુસરવું જોઈએ. તેમણે વૈજ્ઞાનિક સમુદાય અને લોકોએ આગાહ કર્યા હતા અને કહ્યું કે જો Coronaની ત્રીજી લહેર આવશે તો દેશને અત્યારે જે પડકારનો સામનો કરવો પડ્યો છે, તેના કરતા વધુ જોખમી પરિસ્થિતિ હશે. આરજીસીબીના ડાયરેક્ટર ચંદ્રભાસ નારાયણે ડિજિટલ પ્રોગ્રામનું સંચાલન કર્યું હતું. તેમણે વૈજ્ઞાનિક સમુદાયના પ્રશ્નોના જવાબ આપતા આશા વ્યક્ત કરી હતી કે કોવિડ -19 રસી કોરોના વાયરસના વિવિધ સ્વરૂપો સામે અસરકારક રહેશે.

ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો

 

એક કરોડથી વધુ લોકોને  લાગ્યો Coronaનો ચેપ

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 16,752 નવા કેસ નોંધાયા છે, જે છેલ્લા 30 દિવસમાં સૌથી વધુ છે. દેશમાં કોરોનાનો કુલ આંક વધીને 1,10,96,731 થયો છે. આ અગાઉ 29 જાન્યુઆરીએ કોરોનાના 18,855 નવા કેસ નોંધાયા હતા. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ સવારે 8 વાગ્યા સુધી રોગચાળાથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 113 સાથે કોરોનાગ્રસ્ત લોકોના મૃત્યુઆંક વધીને 1,57,051 પર પહોંચી ગયો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,07,75,169 દર્દીઓ કોરોના મુક્ત થયા છે. કોરોના વાયરસથી મૃત્યુ દર 1.42 ટકા રહ્યો છે.

 

આ પણ વાંચો: CHHOTA UDEPUR: બોડેલીના ઊંચાકલમમાં ચૂંટણીનો બહિષ્કાર, 513માંથી એકપણ મતદારે ન કર્યું મતદાન

Next Article