MAHARASHTRA : કોરોનાનું સંક્રમણ વધ્યું, PUNE માં સ્કૂલ-કોલેજ બંધ કરવામાં આવ્યા

|

Feb 28, 2021 | 3:56 PM

24 ફેબ્રુઆરીથી પુણેમાં કોરોના સંક્રમણના દરરોજ 1000 નવા કેસ મળી રહ્યા છે. પુણેમાં વધતા જઈ રહેલા કોરોના સંક્રમણને લઈ સ્કૂલ-કોલેજ અંગે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

MAHARASHTRA : કોરોનાનું સંક્રમણ વધ્યું, PUNE માં સ્કૂલ-કોલેજ બંધ કરવામાં આવ્યા
School-Colleges

Follow us on

MAHARASHTRA માં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. જેને કારણે PUNE માં 14 માર્ચ સુધી સ્કૂલ-કોલેજ બંધ કરવામાં આવ્યા છે. 24 ફેબ્રુઆરીથી પુણેમાં કોરોના સંક્રમણના દરરોજ 1000 નવા કેસ મળી રહ્યા છે. પુણેમાં વધતા જઈ રહેલા કોરોના સંક્રમણને લઈ સ્કૂલ-કોલેજ અંગે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. 

પુણેમાં 14 માર્ચ સુધી સ્કુલ-કોલેજ બંધ રહેશે 
મહારાષ્ટ્ર સરકારે પુણેમાં 14 માર્ચ સુધી તમામ સ્કૂલ-કોલેજ બંધ રાખવાનો આદેશ કર્યો છે. પુણેના મેયરે આ અંગે જાહેરનામું બહાર પાડી દીધું છે. પુણેમાં સ્કુલ કોલેજ ઉપરાંત કોચિંગ ક્લાસ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓ પણ બંધ રહેશે. આરોગ્ય નિષ્ણાતો અને સરકારી અધિકારીઓના કહેવા પ્રમાણે લોકોની બેદરકારીને લીધે મહારાષ્ટ્રમાં ફરી એકવાર કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે. પુણે પહેલા નાગપુરમાં પણ સ્કુલ કોલેજ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 

કોરોનાને કારણે પુણેમાં રાત્રી કરફ્યુ
શાળા કોલેજો બંધ રાખવાની સાથે જ પુણેમાં રાત્રે 11 થી સવારે 6 વાગ્યા દરમિયાન નાઇટ કરફ્યુ પણ લાગુ કરવામાં આવશે, જે દરમિયાન ફક્ત આવશ્યક સેવાઓ માટે જ લોકોને છૂટ આપવામાં આવશે. અન્ય તમામ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. 

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

મહારાષ્ટ્રના આ જિલ્લાઓમાં લોકડાઉન લાગુ 
મહારાષ્ટ્રમાં પુણે અને નાગપુર સિવાય શનિવાર અને રવિવારે અમરાવતી, યવતમાલ, વાશીમ અને અકોલામાં લોકડાઉન જાહેર કરાયું છે. આ જિલ્લાઓમાં લગ્ન સમારોહના હોલ 7 માર્ચ સુધી બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.

Published On - 3:52 pm, Sun, 28 February 21

Next Article