CORONA EFFECT : કોરોનાની પહેલી કરતા બીજી લહેરમાં ગર્ભવતી મહિલાઓના થયા વધુ મોત, ICMR નો અભ્યાસ

|

Jun 17, 2021 | 9:41 AM

ICMR ના અભ્યાસ અનુસાર, કોરોનાની બીજી લહેર દરમિયાન, સગર્ભા સ્ત્રીઓમાં કોરોનાથી મૃત્યુ દર 7.7 ટકા નોંધાયા છે, જે કોરોનાની પહેલી લહેર દરમિયાન માત્ર 0.7 ટકા હતો.

CORONA EFFECT : કોરોનાની પહેલી કરતા બીજી લહેરમાં ગર્ભવતી મહિલાઓના થયા વધુ મોત, ICMR નો અભ્યાસ
સગર્ભા મહિલા ઉપર કોરોનાની બીજી લહેરની વધુ અસર

Follow us on

કોરોના સંક્રમણની બીજી લહેર દરમિયાન, સગર્ભા સ્ત્રીઓને કોરોનાનુ સંક્રમણ લાગવા અને મૃત્યુ નિપજવાના કેસ લગભગ બમણા કે તેનાથી પણ વધુ જોવાયા છે. બુધવારે, ICMRના ટુંકા નામે ઓળખાતા ઈન્ડિયન કાઉન્સીલ ઓફ મેડીકલ રીસર્ચએ સગર્ભા સ્ત્રીઓ માટે નોંધણી શરૂ કરવાની સત્તાવાર જાહેરાત કરી છે.

આઇસીએમઆરના અહેવાલ અનુસાર, 1 એપ્રિલ, 2020 થી 31 જાન્યુઆરી, 2021 દરમિયાન કોરોનાની જે પહેલી લહેર પ્રસરી હતી તેમાં ગર્ભવતી સ્ત્રીઓને સંક્રમણનો ભોગ બની હતી. અને કોરોનાની બીજી લહેર 1 ફેબ્રુઆરીથી 14 મે 2021 દરમિયાન પ્રસરી હતી.

આઇસીએમઆરના સર્વેમાં એવી વિગત સામે આવી હતી કે, કોરોનાની પહેલી લહેર દરમિયાન, 1143 માંથી 162 (14.2 ટકા) સગર્ભા મહિલાઓને કોરોના થયો હતો. જ્યારે કોરોનાની બીજી લહેર દરમિયાન હાથ ધરાયેલ 387 સગર્ભા મહિલાનાઓના તપાસ કેસમાંથી 111 ગર્ભવતી મહિલાઓને કોરોના થયો હતો.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

એટલું જ નહીં, આઇસીએમઆરના અભ્યાસમાં એવી પણ વિગતો સામે આવી છે કે, કોરોનાની બીજી લહેર દરમિયાન, સગર્ભા સ્ત્રીઓમાં કોરોનાથી મૃત્યુનો દર 7.7 ટકા હતો, જે પ્રથમ લહેર દરમિયાન માત્ર 0.7 ટકા જ જણાયો હતો. સગર્ભા સ્ત્રીઓ અથવા નવજાત બાળકોને કોરોનાનુ સંક્રમણ લાગ્યુ હોવાના તબીબી દસ્તાવેજો ખૂબ મર્યાદિત છે. તેથી જ આઇસીએમઆરએ રાષ્ટ્રીય કક્ષાએ હવે નોંધણી કરવાનો કાર્યક્રમ ઘડી કાઢ્યો છે.

અહીં દેશભરની હોસ્પિટલો સગર્ભા મહિલા અને નવજાત બાળકોને કોરોનાથી સંક્રમણ થયુ હોય તો તેવા કિસ્સાઓની જાણ કરશે, જેના આધારે કોરોના અંગેની તપાસ કરતા વૈજ્ઞાનિકોને વધુ તપાસ માટે આંકડાકીય માહીતી સાથે અન્ય વિગતો પ્રાપ્ત થઈ શકે.

આઇસીએમઆરએ જણાવ્યું હતું કે જેટલા દસ્તાવેજ ઉપલબ્ધ હતા તેમાંથી હાથ ધરેલ તપાસમાં કોરોનાની પ્રથમ લહેર દરમિયાન, 1,143માંથી આઠ ગર્ભવતી મહિલાઓ કોરોનાને કારણે મૃત્યુ પામી હતી, પરંતુ કોરોનાની બીજી લહેરમાં 387 માંથી 22 ગર્ભવતી મહિલાઓ મૃત્યુ પામી હતી.

જો કે, વાસ્તવિકમાં, સગર્ભા સ્ત્રીઓ અને નવજાત શિશુઓના વધુ મૃત્યુની સંભાવના પણ છે, જેના વિશે માહિતી એકત્રિત કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સગર્ભા સ્ત્રીઓમાં કોરોનાની રસીની હજી મંજૂરી નથી પરંતુ તે વિચારણા હેઠળ છે.

આઇસીએમઆરએ (ICMR ) જણાવ્યું હતું કે અભ્યાસ દરમિયાન એવું પણ જાણવા મળ્યું છે કે બે ટકા માતાઓ, બાળકને જન્મ આપ્યા પછી મૃત્યુ પામી છે. પ્રથમ અને બીજી લહેર દરમિયાન, 1,530 માંથી 30 માતાઓ કોરોનાને કારણે મૃત્યુ પામી હતી. મૃત્યુ પામેલ સગર્ભા મહિલાઓના ફેફસાંમાં કોરોનાનુ સંક્રમણનું સ્તર વધ્યું અને શ્વાસ લેવાની તકલીફ થતા 28 સગર્ભાના મૃત્યુ થયા હતા.

 

 

 

 

 

 

 

Published On - 9:38 am, Thu, 17 June 21

Next Article