Covid-19 : ડેલ્ટાથી વધુ ખતરનાક નથી ડેલ્ટા પ્લસ વાયરસ, કોવિડ ટાસ્ક ફોર્સના સંશોધનમાં દાવો

|

Jun 29, 2021 | 6:17 PM

કોવિડ ટાસ્ક ફોર્સના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે કોરોના વાયરસનું  ડેલ્ટા પ્લસ સ્વરૂપ વધુ જોખમી નથી આ વેરિયન્ટ ન તો ખૂબ ઘાતક છે અને ન તો વધુ લોકો સંક્રમિત થવાની સંભાવના છે.

Covid-19 : ડેલ્ટાથી વધુ ખતરનાક નથી ડેલ્ટા પ્લસ વાયરસ, કોવિડ ટાસ્ક ફોર્સના સંશોધનમાં દાવો
અમેરિકા બાદ ભારતમાં પણ જોવા મળ્યો કોરોનાનો નવો વેરિઅન્ટ AY-2

Follow us on

દેશના 12 રાજયોમાં Corona ના નવા વેરિયન્ટ ડેલ્ટા પ્લસ( Delta Plus) ના 51 કેસ નોંધાયા છે. જો કે આ વાયરસની સંક્રમકતાને લઇને અનેક પ્રશ્નો ઉભા થયા હતા. જો કે કોવિડ ટાસ્ક ફોર્સે તપાસમાં સામે આવ્યું છે કે Coronaના આ નવો વેરિયન્ટ વધુ જોખમી નથી.

કોરોના વાયરસનું  ડેલ્ટા પ્લસ સ્વરૂપ વધુ જોખમી નથી

જેમાં Corona વાયરસના ડેલ્ટા પ્લસ ( Delta Plus)વેરિયન્ટ વિશેના  ઘણા અહેવાલોમાં તે વધુ ખતરનાક અને ચેપી હોવાનું સામે આવ્યું હતું. પરંતુ કોવિડ ટાસ્ક ફોર્સના સંશોધનમાં  આ વાતને નકારી કાઢવામાં આવી  છે. તેના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે કોરોના વાયરસનું  ડેલ્ટા પ્લસ સ્વરૂપ વધુ જોખમી નથી.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

નેશનલ કોવિડ ટાસ્ક ફોર્સ જે કોરોના વાયરસ અને તેના ચેપ પર નજર રાખે છે. તેના અભ્યાસમાં બહાર આવ્યું છે કે વાયરસનું આ સ્વરૂપ ન તો લોકોને ખૂબ જ ઝડપથી ચેપ લગાડે છે અને ન તો તેનાથી મૃત્યુનો ભય છે. ટાસ્ક ફોર્સ ટીમે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયને પણ પોતાનો રિપોર્ટ શેર કર્યો છે.

ડેલ્ટા પ્લસ વેરિયન્ટના ચેપના આશરે 51 કેસ નોંધાયા

રાષ્ટ્રીય કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય ડો. એન.કે.અરોરાએ જણાવ્યું હતું કે ડેલ્ટા પ્લસ વેરિયન્ટમાં ડેલ્ટા વેરિયન્ટ જેવો ફાયર પાવર નથી જેનાથી ઝડપથી ચેપ ફેલાય. તેમણે કહ્યું કે ડેલ્ટા પ્લસ વેરિયન્ટ એપ્રિલ 2021 માં મળી આવ્યો હતો. જેમાં છેલ્લા ત્રણ મહિના દરમ્યાન ડેલ્ટા પ્લસ વેરિયન્ટના ચેપના આશરે 51 કેસ નોંધાયા છે.

ડેલ્ટા પ્લસ વેરિયન્ટ અંગે સાવચેત રહેવાની જરૂર

જ્યારે વાયરસના આ સ્વરૂપને કારણે મૃત્યુ પામેલા ત્રણ લોકોમાંથી કોઈને પણ રસી લીધી ન હતી. ટાસ્ક ફોર્સની તપાસમાં ખુલાસો થયો છે કે વાયરસના ઘણા સંશોધિત સ્વરૂપો હજુ બહાર આવ્યાં છે. પરંતુ ત કેટલા જીવલેણ હશે તે સંશોધન પછી જાણવા મળશે. પણ તે નિશ્ચિત છે કે ડેલ્ટા પ્લસ વેરિયન્ટ ન તો ખૂબ ઘાતક છે અને ન તો વધુ લોકો સંક્રમિત થવાની સંભાવના છે. પરંતુ ડેલ્ટા પ્લસ વેરિયન્ટ અંગે સાવચેત રહેવાની જરૂર છે.

રાહતની બાબત

ડેલ્ટા પ્લસ વેરિયન્ટ પર સંશોધન કરી રહેલ ટીમના સભ્યો કહે છે કે જે લોકો વાયરસના નવા વેરિયન્ટના સંપર્કમાં આવ્યા હતા તેમની પણ તપાસ કરવામાં આવી હતી. જ્યારે હજારો લોકોના સંપર્કના સંપર્કની જેમ નમૂના લેવામાં આવ્યા હતા. આશ્ચર્યજનક વાત એ હતી કે ડેલ્ટા પ્લસ વેરિયન્ટથી ચેપ લાગેલા દર્દીના સંપર્કમાં આવનારા લોકોમાં વધારે ચેપ લાગ્યો ન હતો. જે રાહતની બાબત છે.

ગભરાવાની કોઈ જરૂર નથી

ડોકટર એન.કે.અરોરા કહે છે કે ડેલ્ટા પ્લસ વેરિયન્ટ વધુ જોખમી ડેલ્ટા વેરિયન્ટની તુલનામાં ચેપી નથી. ડેલ્ટા પ્લસ વેરિયન્ટ અંગે લોકો પાસે જેટલી માહિતી છે તે સંપૂર્ણ રીતે સાચી નથી. લોકોએ ડેલ્ટા પ્લસથી સાવધાન રહેવું જોઈએ પરંતુ ગભરાવાની કોઈ જરૂર નથી.

Next Article