મનસુખ માંડવિયાએ લોકસભામાં રજુ કર્યા કોરોનાથી મૃત્યુ પામનારના ડેટા, કહ્યુ ’10 લાખની વસ્તીમાં 340 લોકોના કોરોનાથી મોત’

|

Dec 03, 2021 | 4:52 PM

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ શિયાળુ સત્રના પાંચમાં દિવસે લોકસભામાં કેન્દ્ર સરકારની કામગીરીની પ્રશંસા કરી હતી અને જણાવ્યુ હતુ કે કેન્દ્ર સરકારના નેતૃત્વમાં નબળા હેલ્થ કેરના માળખાને મજબૂત બનાવવામાં આવ્યું છે

મનસુખ માંડવિયાએ લોકસભામાં રજુ કર્યા કોરોનાથી મૃત્યુ પામનારના ડેટા, કહ્યુ 10 લાખની વસ્તીમાં 340 લોકોના કોરોનાથી મોત
Mansukh Mandaviya

Follow us on

વિપક્ષ દ્વારા લાંબા સમયથી કોરોના મહામારી(Corona Pandemic)દરમિયાન સરકારે બેદરકારી દાખવી હોવાના આક્ષેપ કરવામાં આવતા હતા. જેનો જવાબ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન(Union Health Minister) મનસુખ માંડવિયા(Mansukh Mandvia)એ લોકસભા(Lok Sabha) ગૃહમાં આપ્યો છે. તેમણે લોકસભામાં કેટલાક ડેટા રજૂ કર્યા હતા. જેમાં કોરોના મહામારી દરમિયાન લેવામાં આવેલા પગલાં વિશે માહિતી આપવામાં આવી. આ સિવાય સ્વાસ્થ્ય મંત્રીએ એમ પણ જણાવ્યું કે ભારતમાં 10 લાખ કોરોનાની વસ્તી સાથે કોરોના કેસનો રેશિયો વિશ્વમાં સૌથી ઓછો છે.

 

ભારતમાં 3.46 કરોડ કોવિડ-19 કેસ નોંધાયા

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

સ્વાસ્થ્ય પ્રધાન માંડવિયાએ કહ્યું કે ભારતમાં 3.46 કરોડ કોવિડ-19 કેસ નોંધાયા છે, જ્યારે આ ખતરનાક વાયરસને કારણે 4.6 લાખ લોકોએ જીવ ગુમાવ્યો છે. નોંધાયેલા કોવિડ કેસોમાં કોરોના મૃત્યુની સંખ્યા 1.36 ટકા છે. તેમણે કહ્યું કે ભારતમાં દર 10 લાખની વસ્તીએ 5,000 કેસ અને 340 મૃત્યુ નોંધાયા છે. તે વિશ્વના સૌથી નીચામાંનું એક છે.

19 રાજ્યોએ ઓક્સિજનની અછતથી મૃત્યુના ડેટા મોકલ્યા

લોકસભામાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે 19 રાજ્યોએ ઓક્સિજનની અછતને કારણે થયેલા મૃત્યુ અંગે રાજ્ય સરકારોને પત્ર લખીને તેમના ડેટા મોકલ્યા છે. માત્ર પંજાબમાં ઓક્સિજનના અભાવે ચાર શંકાસ્પદ મૃત્યુ નોંધાયા છે.

 

”કેન્દ્ર સરકારે સારા પરિણામો માટે કામ કર્યુ”

માંડવિયાએ જણાવ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર હેઠળ, નબળા સ્વાસ્થ્ય માળખાને મજબૂત બનાવવાનું કામ ચાલી રહ્યું છે. આરોગ્ય માળખાકીય સુવિધાઓની અવગણના માટે અગાઉની સરકારોને દોષિત ઠેરવ્યા વિના, સરકારે વધુ સારા પરિણામો માટે કામ કર્યું છે.

 

કેન્દ્ર સરકાર પહેલેથી એલર્ટ હતી

મનસુખ માંડવિયાએ કહ્યું કે છેલ્લા બે વર્ષમાં પીએમ મોદીના નેતૃત્વમાં લેવાયેલા નિર્ણયો દર્શાવે છે કે આ સરકાર સત્તા માટે નહીં, પરંતુ ઈચ્છાશક્તિ સાથે કામ કરે છે. તેમણે કહ્યું કે ભારતમાં કોવિડ-19નો પહેલો કેસ 13 જાન્યુઆરી 2020ના રોજ કેરળમાં સામે આવ્યો હતો. પરંતુ કેન્દ્ર દ્વારા રચવામાં આવેલી સંયુક્ત દેખરેખ સમિતિની પ્રથમ બેઠક 8 જાન્યુઆરી 2020ના રોજ મળી હતી. તેનો અર્થ એ કે અમે એલર્ટ પર હતા. તેમણે કહ્યું કે કેસ નોંધાયા પહેલા એક સમિતિની રચના કરવામાં આવી હતી અને તેણે કામ કરવાનું શરૂ કર્યું હતું.

સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, એક સમય હતો જ્યારે કોઈ વેક્સીન પર રિસર્ચ કરે તો તેને મંજૂરીમાં 3 વર્ષ લાગતા હતા. તેથી જ કોઈએ સંશોધન કર્યું નથી. અમે તે નિયમોને નાબૂદ કર્યા અને સંશોધન પછી એક વર્ષની અંદર, દેશને રસી મળી. પીએમ મોદીએ આવી સુવિધા આપી છે

 

આ પણ વાંચો : ભાજપ માત્ર નામ બદલે છે, યુપીના લોકો ટૂંક સમયમાં સરકાર બદલશે: ઝાંસીમાં ‘વિજય રથયાત્રા’ દરમિયાન અખિલેશ યાદવનો પ્રહાર

આ પણ વાંચો : ‘અમે કહ્યું નહોતું કે દિલ્હી સરકારે સ્કૂલ બંધ કરવી જોઈએ’, સુપ્રીમ કોર્ટે આપી સ્પષ્ટતા, કહ્યું સુપ્રીમ કોર્ટને વિલન તરીકે રજૂ કરવામાં આવી

Next Article