કોરોનાએ તોડ્યા બધા રેકોર્ડ: એક જ દિવસમાં 2 લાખ કેસ, એપ્રિલ સુધીમાં 5 લાખ સુધી પહોંચી શકે છે આંકડો

|

Apr 15, 2021 | 11:20 AM

કોરોનાની મહામારી શરુ થઇ ત્યાંથી અત્યાર સુધી સૌથી વધુ કોરોના કેસ 14 એપ્રિલ સાંજ સુધી નોંધાયા છે. એક અહેવાલ અનુસાર એપ્રિલ સુધીમાં કેસ 5 લાખ પ્રતિ દિન થવાની સંભાવના છે.

કોરોનાએ તોડ્યા બધા રેકોર્ડ: એક જ દિવસમાં 2 લાખ કેસ, એપ્રિલ સુધીમાં 5 લાખ સુધી પહોંચી શકે છે આંકડો
રચનાત્મક તસ્વીર

Follow us on

ભારતમાં કોરોના વાયરસના કહેરે અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી દીધા છે. દેશમાં કોરોના કેટલો ભયંકર બની ગયો છે, તેનો અંદાજ એ પરથી લગાવી શકાય છે કે એક દિવસમાં સંક્રમણની સંખ્યા બે લાખ સુધી પહોંચી ગઈ છે. ભારતમાં બુધવારે કોરોના વાયરસના આશરે બે લાખ નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. તે જ સમયે મૃત્યુના કિસ્સાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. આ રીતે કોરોનાની બીજી લહેર સતત નવા વિક્રમો સ્થાપિત કરી રહી છે. અને એક ભયાનક ચિત્ર રજૂ કરી રહી છે.

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, બુધવાર રાત સુધી દેશમાં ચેપના 199,569 નવા કેસ નોંધાયા છે. આ આંકડો મહામારી શરૂ થયા બાદ અત્યાર સુધીમાં એક જ દિવસમાં જોવા મળેલા આ નવા કોરોના ચેપની સંખ્યા સૌથી વધુ છે. કોરોનાનું આ રાક્ષસ સ્વરૂપ પ્રથમ લહેરમાંમાં પણ જોવા મળ્યું ન હતું, જેવું આજે જોવા મળી રહ્યું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ સમયગાળા દરમિયાન 1037 લોકોનાં મોત થયાં. અત્યાર સુધીમાં ચેપગ્રસ્તની કુલ સંખ્યા વધીને 1,40,70,300 થઈ છે. કોરોનાથી પીડિત લોકોનો રિકવરી દર વધુ ઘટીને 89.51 ટકા થયો છે.

જો આપણે આંકડા જોઈએ તો, રોગચાળાને કારણે મૃત્યુ પામનારા લોકોની કુલ સંખ્યા વધીને 1,73,152 થઈ ગઈ છે. સારવાર હેઠળ લોકોની સંખ્યા પણ વધીને 13,65,704 થઈ છે. જે ચેપના કુલ કેસોના 9.24 ટકા છે. અત્યાર સુધીમાં 1,24,26,146 કોરોના દર્દીઓ સાજા થયા છે, કોરોના મૃત્યુ દર 1.24 ટકા છે. દેશમાં સક્રિય કેસની સંખ્યા 14,65,877 છે. જણાવી દઈએ કે દેશમાં સતત 36માં દિવસે કોરોના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન સરકારો પણ કોરોનાને દૂર કરવા માટે અનેક નિયંત્રણો લાદી રહી છે, પરંતુ કોરોના જે ઝડપે વધી રહી છે તે સાથે સવાલો ઉભા થઈ રહ્યો છે કે શું લોકડાઉન એ જ છેલ્લો વિકલ્પ બાકી છે?

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

એક ખાનગી સમાચાર સંસ્થાના અહેવાલ મુજબ, કોરોના કેસ વધી રહ્યા છે અને દેશના ખૂણે ખૂણેથી આવતા અહેવાલોને જોતાં એપ્રિલ મહિનો સૌથી ભયાનક સાબિત થવાની આશંકા છે. આ ન્યૂઝ ચેનલે તેના એક શોમાં જે મોડેલથી આ આગાહી કરવામાં આવી છે તે મુજબ, એપ્રિલમાં અથવા આ મહિનામાં દરરોજ 5 લાખ સુધી કોરોના કેસ નોંધાઇ શકે છે. તેમજ લગભગ ત્રણથી ચાર હજાર મોત થઈ શકે છે. એટલું જ નહીં, દરરોજ આશરે 25 હજાર લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડશે એવી સ્થિતિ આવવાની સંભાવના છે છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આગામી ચાર અઠવાડિયા ભારત માટે ખૂબ મુશ્કેલ હોઈ શકે છે.

 

આ પણ વાંચો: ધાર્મિક મેળાવડા, ખેડૂત આંદોલન અને રાજકીય રેલીઓ છે સુપર સ્પ્રેડર: જાણો કોણે આપ્યું આ મોટું નિવેદન

Next Article