Corona: નિતિશ સરકારનો મોટો નિર્ણય, બિહારમાં 25 મે સુધી લંબાવાયું લોકડાઉન

|

May 13, 2021 | 4:53 PM

બિહાર સરકારે પટણા હાઇકોર્ટથી મળેલી ફિટકાર બાદ રાજ્યમાં 5 મે થી 15 મે સુધી લોકડાઉન લગાવવામાં આવ્યું હતું. જેની મુદત શનિવારે ખાતાં થવા જય રહી છે

Corona: નિતિશ સરકારનો મોટો નિર્ણય, બિહારમાં 25 મે સુધી લંબાવાયું લોકડાઉન
CM Nitish Kumar, Bihar

Follow us on

બિહારમાં કોરોના સંક્રમણની ચેન તોડવા માટે નિતિશ (CM Nitish Kumar, Bihar) સરકારે 15 મે સુધી લોકડાઉનઇ જાહેરાત કરી છે. હવે તેને 25 મે સુધી વધારવામાં આવી છે. જેની જાણકારી ખુદ નીતિશ કુમારે આપી છે. તેને ખુદ ટ્વિટ કરીને જણાવ્યું કે રાજયમાં25 મે સુધી લોકડાઉન વધારી દેવામાં આવ્યું છે.

નિતિશ કુમારે ટ્વિટ કરીને કહ્યું કે ” સહયોગી મંત્રીગણ તેમજ પદાધિકારીઓ સાથે બિહારમાં લાગુ લોકડાઉનની સ્થિતિની આજે સમીક્ષા કરવામાં આવી. લોકડાઉનનો સકારાત્મક પ્રભાવ દેખાય રહ્યો છે. જેથી બિહારમાં આગલા 10 દિવસ એટ્લે કે 16 થી 25 મે 2021 સુધી લોકડાઉનને લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

હાઇકોર્ટની ફિટકાર બાદ લાગ્યું હતું લોકડાઉન
બિહાર સરકારે પટણા હાઇકોર્ટથી મળેલી ફિટકાર બાદ રાજ્યમાં 5 મે થી 15 મે સુધી લોકડાઉન લગાવવામાં આવ્યું હતું. જેની મુદત શનિવારે ખાતાં થવા જય રહી છે. હવે સરકારને તેને વધુ 10 દિવસ માટે લંબાવી દીધું છે. રાજયમાં કોરોનાના કેસ ઘટવાનું શરૂ થઈ ગયું છે. પરંતુ રોજના 10 હજાર આસપાસ પોઝિટિવ દર્દીઓ મળી રહ્યા છે. આ કારણે જ સરકારે લોકડાઉન ને વધારવાનો નિર્ણય લીધો છે.

લોકડાઉનથી ઓછું થઈ રહ્યું છે
મુખ્યમંત્રીએ બુધવારે ટ્વિટર પર એક ઑડિયો સંદેશ જાહેર કર્યો. મુખ્યમંત્રીએ બિહારના લોકોને કોરોના રોગચાળા સામે એક થવાની અને મજબૂત ઇચ્છાશક્તિ અને સકારાત્મક વિચારસરણીથી લડવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે દેશની જનતા આજે વિશ્વના લોકોની જેમ કોરોના રોગચાળા સાથે સંઘર્ષ કરી રહી છે. ગયા વર્ષે બિહારમાં આ રોગથી લોકોને રાહત આપવા માટે અનેક પગલા લેવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : વેક્સિન મુદ્દે રાજ્યો આમને સામને! અરવિંદ કેજરીવાલે કહ્યું “ભારતની છબી ખરાબ થઇ રહી છે.”

 

Published On - 4:49 pm, Thu, 13 May 21

Next Article