AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોંગ્રેસના ધારાસભ્યએ વિધાનસભામાં બળાત્કારના મુદ્દે કર્યુ વિવાદાસ્પદ નિવેદન, જાણો શુ કહ્યુ

કોંગ્રેસના વરિષ્ઠ ધારાસભ્યે વિવાદાસ્પદ ટિપ્પણી ત્યારે કરી જ્યારે વિધાનસભામાં ખેડૂતોના મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે સ્પીકર વિશ્વેશ્વર હેગડે કાગેરી પાસે સમય માંગ્યો હતો. તે દરમિયાન સ્પીકરે કહ્યું કે જો દરેકને સમય આપવામાં આવશે તો આ સત્ર કેવી રીતે ચાલશે.

કોંગ્રેસના ધારાસભ્યએ વિધાનસભામાં બળાત્કારના મુદ્દે કર્યુ વિવાદાસ્પદ નિવેદન, જાણો શુ કહ્યુ
Congress MLA KR Ramesh Kumar ( file photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 17, 2021 | 10:36 AM
Share

કર્ણાટક વિધાનસભાના (Karnataka Legislative Assembly) પૂર્વ સ્પીકર અને કોંગ્રેસના વરિષ્ઠ ધારાસભ્ય કે આર રમેશ કુમારે (MLA KR Ramesh Kumar) ગુરુવારે વિધાનસભામાં બળાત્કારને લઈને ખૂબ જ વિવાદાસ્પદ ટિપ્પણી (Controversial comment) કરી હતી. કે આર રમેશ કુમારે ગૃહમાં વિવાદાસ્પદ નિવેદન કરતા કહ્યુ કે, જ્યારે બળાત્કાર થવાનો જ હોય ​​ત્યારે સૂઈ જાઓ અને મજા કરો. આ નિવેદન સમયે વિધાનસભા ગૃહમાં પૂર અને તેના કારણે થતા નુકસાન અંગે ચર્ચા કરવામાં આવી રહી હતી. આ ચર્ચામાં ઘણા ધારાસભ્યો તેમના મતવિસ્તારની સમસ્યાઓ રજુ કરી રહ્યા હતા.

કોંગ્રેસના વરિષ્ઠ ધારાસભ્યએ આ ટિપ્પણી ત્યારે કરી જ્યારે વિધાનસભામાં ખેડૂતોના મુદ્દાઓ પર થઈ રહેલી ચર્ચામાં બાગ લેવા માટે સ્પીકર વિશ્વેશ્વર હેગડે કાગેરી પાસે સમય માંગ્યો હતો. તે દરમિયાન સ્પીકરે કહ્યું કે જો દરેકને સમય આપવામાં આવે તો આ સત્ર કેવી રીતે ચાલશે. વિધાનસભાના અધ્યક્ષ વિશ્વેશ્વર હેગડે કાગેરી પાસે સમય ઓછો હતો અને સાંજે 6 વાગ્યા સુધીમાં ચર્ચા પૂરી કરવી પડી તેમ હતુ. જ્યારે ધારાસભ્યો સમય વધારવાની વિનંતી કરી રહ્યા હતા. ત્યારે અધ્યક્ષે હસીને કહ્યું, ‘હું એવી સ્થિતિમાં છું જ્યાં મારે મજા લેવાની છે અને હા, હા. બરાબર છે તેમ કહેવાનુ છે. મારે ગૃહની પરિસ્થિતિને નિયંત્રિત કરવાનુ બંધ કરવું જોઈએ અને કાર્યવાહી વ્યવસ્થિત રીતે આગળ ચાલવી જોઈએ. મારે દરેકને કહેવું જોઈએ કે તમે તમારી વાતને ચાલુ રાખો.

વિવાદાસ્પદ ટિપ્પણી પર સ્પીકર પોતે હસવા લાગ્યા સ્પીકર વિશ્વેશ્વર હેગડે કાગેરીએ કહ્યું કે તેમની ફરિયાદ માત્ર એટલી જ છે કે ગૃહનું કામકાજ નથી થઈ રહ્યુ. પૂર્વ મંત્રી રમેશ કુમારે દરમિયાનગીરી કરી અને કહ્યું, “જુઓ, એક કહેવત છે – “જ્યારે બળાત્કાર થાય છે, ત્યારે સૂઈ જાઓ અને મજા કરો.” તમે પણ એવી જ હાલતમાં છો. આ સમગ્ર ઘટનામાં સૌથી આશ્ચર્યજનક બાબત એ હતી કે કોંગ્રેસના વરિષ્ઠ ધારાસભ્ય અને પૂર્વ અધ્યક્ષ રમેશ કુમારે ગૃહમાં કરેલ વિવાદાસ્પદ ટિપ્પણી બાબતે, તેમની સામે કોઈ શિક્ષાત્મક કાર્યવાહી કરવાને બદલે, અધ્યક્ષ પોતે જ હસવા લાગ્યા હતા.

રમેશકુમારે અગાઉ પણ આવી જ કરી હતી ટિપ્પણી અત્રે ઉલ્લેખનીય છે કે રમેશ કુમારે આવી અભદ્ર ટિપ્પણી પહેલીવાર કરી હોય તેવુ નથી. જ્યારે તેઓ કર્ણાટક વિધાનસભાના સ્પીકર હતા ત્યારે તેમણે પોતાની સરખામણી બળાત્કાર પીડિતા સાથે કરી હતી. તેમણે કહ્યું હતું કે મારી હાલત બળાત્કાર પીડિતા જેવી છે. બળાત્કાર એક જ વાર થાય છે. જો તમે એ વાતને ત્યાં છોડી દો તો. પરંતુ જ્યારે તમે ફરિયાદ કરો છો કે બળાત્કાર થયો છે, ત્યારે આરોપીને જેલમાં ધકેલી દેવામાં આવે છે. પરંતુ તેના વકીલ પૂછે છે કે બળાત્કાર કેવી રીતે થયો ? આ ક્યારે અને કેટલી વાર થયો ? બળાત્કાર એક જ વાર થાય છે પણ કોર્ટમાં બળાત્કાર 100 વાર થાય છે. આવી મારી હાલત છે.

આ પણ વાંચોઃThe Kapil Sharma Show : કપિલ શર્માએ અક્ષય કુમારને પુછ્યુ – શું તમે તૈમુર સાથે પણ કામ કરશો ? એક્ટરે આપ્યો આ જવાબ

આ પણ વાંચોઃ Punjab Elections: અમરિંદર સિંહ આજે દિલ્હીમાં બીજેપી હાઈકમાન્ડને મળી શકે છે, સીટ વહેંચણી પર ચર્ચા થઈ શકે છે

ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
g clip-path="url(#clip0_868_265)">