લ્યો બોલો ! કોંગ્રેસની યુટ્યુબ ચેનલ ડીલીટ, પાર્ટી રહી થઈ દંગ, કહ્યુ – અમે તપાસ કરીશું

|

Aug 24, 2022 | 9:46 PM

Congress YouTube Channel: દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસની યુટયૂબ ચેનલ ડીલીટ થઈ ગઈ છે. જેના કારણે પાર્ટીના નેતાઓ પણ દંગ રહી ગયા છે. તેમણે કહ્યુ છે કે આ મામલે તપાસ કરવામાં આવશે.

લ્યો બોલો ! કોંગ્રેસની યુટ્યુબ ચેનલ ડીલીટ, પાર્ટી રહી થઈ દંગ, કહ્યુ - અમે તપાસ કરીશું
Congress YouTube channel deleted
Image Credit source: file photo

Follow us on

દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસની યુટયૂબ ચેનલ (Congress YouTube Channel) ડીલીટ થઈ ગઈ છે. જેના કારણે પાર્ટીના નેતાઓ પણ દંગ રહી ગયા છે. તેમણે કહ્યુ છે કે આ મામલે તપાસ કરવામાં આવશે. કોંગ્રસ તરફથી એક નિવેદન આપવામાં આવ્યુ છે. જેમાં જણાવવામાં આવ્યુ છે કે, અમારી યૂટયુબ ચેનલ (YouTube) ‘ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ’ ડીલીટ થઈ ગઈ છે. પણ તેને બરાબર કરાવનો પ્રયત્ન કરી રહ્યા છે. આ મામલે અમે યૂટયુબ અને ગૂગલ સાથે વાતચીત કરી છે. તપાસ થઈ રહી છે કે અમારી યૂટયુબ ચેનલ અચાનક કઈ રીતે ડીલીટ થઈ ગઈ. અમે યૂટયુબ ચેનલને ફરી લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ કોઈ ટેકનિકલ ખામી કે રાજકીય ષંડયત્ર હોઈ શકે છે.

ભારતની 135 વર્ષ જૂની રાજકીય પાર્ટી કોંગ્રેસ પોતાના સૌથી  ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે. પાર્ટીની અંદર પણ કઈ જ બરાબર કામ નથી થઈ રહ્યુ જેને કારણે પાર્ટીના નેતાઓ નારાજ છે. કોંગ્રસ દેશની સત્તા પરથી પણ દૂર છે. અનેક રાજ્યોમાં તેની સરકાર પડી રહી છે અને જનતા પણ તેને નકારી રહી છે. દેશની જનતા કોંગ્રસના ભૂતકાળના કૌભાંડોથી કંટાળીને તેનો વિકલ્પ શોધી રહી છે. જેને કારણે ચૂંટણીઓમાં તેના ઉમેદવારોની જામીન પણ જપ્ત થઈ રહી છે. ત્યારે કોંગ્રેસ હાલ દયનીય સ્થિતીમાં મુકાઈ છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

કોંગ્રસે ટ્વિટ કરીને આપી માહિતી

 

કોંગ્રેસની ભારત જોડો યાત્રા પહેલા યૂટ્યુબ ચેનલ ડીલીટ

આ પહેલા પણ દેશમાં ઘણા મોટા નેતાઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક કે ડીલીટ થયા છે. કદાચ આ પહેલી ઘટના છે કે જ્યારે કોઈ રાજકીય પાર્ટીની યૂટયુબ ચેનલ ડિલીટ થઈ હોય. કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓમાં નારજગી છે. આ મામલે હેકિંગની શકયતા શેવાઈ રહી છે. આ મામલે તપાસ ચાલી રહી છે. કોંગ્રેસ પાર્ટી આખા દેશમાં ભારત જોડો યાત્રા શરુ કરવા જઈ રહી છે.આ યાત્રા 7 સપ્ટેમ્બરથી કન્યાકુમારીથી શરુ કરી દેશના 12 રાજયોમાંથી પસાર થઈ જમ્મુ-કશ્મીરમાં આ યાત્રા ખત્મ કરવાની છે.તેનું નેતૃત્વ રાહુલ ગાંધી કરવાના છે.

Published On - 9:17 pm, Wed, 24 August 22

Next Article