Delhi: 12 ડિસેમ્બરે ‘મોંઘવારી હટાઓ રેલી’નું આયોજન કરશે કોંગ્રેસ, પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધી જાહેર સભાને સંબોધશે

|

Nov 26, 2021 | 10:00 PM

કેસી વેણુગોપાલે કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ અને પાર્ટીએ 12મી ડિસેમ્બરે દિલ્હીમાં એક વિશાળ "મોંઘવારી હટાવો રેલી"નું આયોજન કરીને મોંઘવારી તરફ દેશનું ધ્યાન દોરવાનું નક્કી કર્યું છે.

Delhi: 12 ડિસેમ્બરે મોંઘવારી હટાઓ રેલીનું આયોજન કરશે કોંગ્રેસ, પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધી જાહેર સભાને સંબોધશે
Congress President Sonia Gandhi (File Image)

Follow us on

કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi) મોંઘવારી સામે તેમની પાર્ટીના અભિયાનના ભાગરૂપે 12 ડિસેમ્બરે દિલ્હીમાં એક જાહેર સભાને સંબોધશે. AICCના જનરલ સેક્રેટરી કેસી વેણુગોપાલે (KC Venugopal) કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ અને પાર્ટીએ 12મી ડિસેમ્બરે દિલ્હીમાં એક વિશાળ “મોંઘવારી હટાવો રેલી”નું આયોજન કરીને મોંઘવારી તરફ દેશનું ધ્યાન દોરવાનું નક્કી કર્યું છે.

 

આ રેલીને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને દેશભરમાંથી કોંગ્રેસના અન્ય નેતાઓ સંબોધિત કરશે. તેમણે કહ્યું “આ વર્તમાન મોદી સરકારને તેની લૂંટ બંધ કરવા અને કમરતોડ કિંમતો ઘટાડવા માટે નિર્ણાયક ચેતવણી આપશે. જ્યાં સુધી મોદી સરકાર પીછેહઠ નહીં કરે ત્યાં સુધી અમે અમારો સંઘર્ષ ચાલુ રાખીશું.”

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?

 

‘મોદી અને મોંઘવારી લોકોના જીવનનો અભિશાપ’

કોંગ્રેસના નેતાએ કહ્યું કે “મોદી અને મોંઘવારી લોકોના જીવન માટે અભિશાપ બની ગયા છે” અને અભૂતપૂર્વ મુલ્ય વૃદ્ધિ મોંઘવારીએ દેશના દરેક પરિવારની કમાણી, ઘરની આવક અને બજેટને ધ્વસ્ત કરી દીધું છે. તેમણે કહ્યું કે ભારતની જનતા ભાજપ સરકાર દ્વારા સંચાલિત ભાવ વધારા અને મોંઘવારીને કારણે અસહ્ય ક્રૂરતા અને અસહ્ય પીડાનો સામનો કરી રહી છે.

 

તેમણે આરોપ લગાવ્યો કે દરેક ઘરનું બજેટ ખરાબ થાય છે. ત્યાં સુધી કે ન્યૂનતમ પોષણને પણ અસર કરે છે અને લોકોને રોજબરોજની ખાદ્ય ચીજવસ્તુઓ સાથે અન્ય વસ્તુઓની ખરીદી અને વપરાશ કરવામાં મુશ્કેલી પડી રહી છે. કોંગ્રેસ મોંઘવારી મુદ્દે વિરોધ કરી રહી છે અને તેના પર રોક લગાવવાની માંગ કરી રહી છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે રાંધણ તેલ, કઠોળ અને અન્ય ખાદ્ય ચીજોના ભાવમાં થયેલા નિર્દય વધારાથી દરેક ઘર પ્રભાવિત છે અને કદાચ પહેલીવાર ભારતમાં ટામેટાના ભાવ પેટ્રોલ અને ડીઝલના ભાવને પાર કરી ગયા છે.

 

તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે સિમેન્ટ, આયર્ન અને સ્ટીલ જેવી બિલ્ડિંગ મટિરિયલની કિંમતમાં લગભગ 40 ટકાથી 50 ટકાનો વધારો જોવા મળ્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે ધીમે ધીમે બધું સામાન્ય માણસની પહોંચની બહાર થઈ રહ્યું છે.

 

આ પણ વાંચો :  1 Year of Farmers Protest: દિલ્હી ગાઝીપુર બોર્ડર પર રાષ્ટ્રગીત ગાઈને ખેડૂતોએ બંધારણ દિવસની ઉજવણી કરી, ટિકૈતે કહ્યું આંદોલનને સમાપ્ત કરવાની હજુ સુધી કોઈ યોજના નથી

 

Published On - 9:03 pm, Fri, 26 November 21

Next Article