રાહુલ ગાંધીએ બજેટ પછી હુંકાર, હવે મોદી સરકાર પર થશે સર્જિકલ સ્ટ્રાઈક !

રાહુલ ગાંધીએ બજેટ પછી હુંકાર, હવે મોદી સરકાર પર થશે સર્જિકલ સ્ટ્રાઈક !

દેશમાં ઐતહાસિક બજેટ રજુ કરવામાં આવ્યા પછી વિપક્ષ દ્વારા કેન્દ્રની મોદી સરકારની ટીકા કરવામાં આવી રહી છે. ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર હુમલો કરતાં કહ્યું કે, આ ખેડૂતોનું અપમાન છે. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે, એક તરફ સરકાર અમીરોના કરોડો રૂપિયાનું દેવું માફ કરી રહ્યું છે ત્યારે બીજી તરફ ખેડૂતોને પ્રતિદિવસ માત્ર […]

Parth_Solanki

|

Feb 01, 2019 | 2:19 PM

દેશમાં ઐતહાસિક બજેટ રજુ કરવામાં આવ્યા પછી વિપક્ષ દ્વારા કેન્દ્રની મોદી સરકારની ટીકા કરવામાં આવી રહી છે. ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર હુમલો કરતાં કહ્યું કે, આ ખેડૂતોનું અપમાન છે. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે, એક તરફ સરકાર અમીરોના કરોડો રૂપિયાનું દેવું માફ કરી રહ્યું છે ત્યારે બીજી તરફ ખેડૂતોને પ્રતિદિવસ માત્ર 17 રૂપિયા આપીને તેમનું અપમાન કરી રહ્યું છે.

રાહુલ ગાંધીએ મોદી સરકાર પર હુમલો કરતાં કહ્યું કે, દેશના 15 લોકોનું રૂ. 3.5 લાખ કરોડનું દેવું માફ થઈ શકે છે પરંતુ ખેડૂતોને દિવસના માત્ર 17 રૂપિયા આપવામાં આવે છે. આ અપમાન નથી તો શું છે. આગામી ચૂંટણીમાં બેરોજગારી, ખેડૂતોના પ્રશ્ન અને ભ્રષ્ટચાર અને સંસ્થાઓ પર થઈ રહેલાં મુદ્દાને ધ્યાનમાં રાખીને લડવામાં આવશે.

આ પણ વાંચો : નાણામંત્રી નથી બનાવતાં બજેટ,સરકારી અધિકારીઓ 1 મહિના સુધી નથી જઈ શકતાં ઘરે, બજેટ સાથે સંકળાયેલી આવી જ કેટલીક ગુપ્ત માહિતીઓ વાંચો

તાજેતરમાં ચર્ચામાં આવેલા બેરોજગારીના મુદ્દા પર વાત કરતાં કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, બેરોજગારીનો દર 45 વર્ષના ટોચ પર છે. જે દેશમાં મુશ્કેલીઓ દર્શાવી રહ્યું છે. બજેટમાં મોદી સરકારે નાના ખેડૂતોને વાર્ષિક રૂ. 6000 આપવાની જાહેરાત કરી છે. જેના હિસાબે મહિને રૂ. 500 મળશે અને જેના હિસાબે દિવસના રૂ. 17 થાય છે. આ લાભ ડિસેમ્બર 2018થી શરૂ કરવામાં આવશે.

રાહુલ ગાંધીએ આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખતાં કહ્યું કે, થોડાં મહિનામાં મોદી સરકાર પર સર્જિકલ સ્ટ્રાઈક થવાની છે. થોડાં સમય પહેલાં કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ અને આર કે સિંહે અંતરિમ બજેટને વિપક્ષ પર સર્જિકલ સ્ટ્રાઇક ગણાવી છે.

[yop_poll id=”970″]

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati