સરકાર ચર્ચા માટે તૈયાર, રાહુલ રાજીનામા પર અડગ, ધરણા સ્થળેથી એક પછી એક સાંસદોને દિલ્હી પોલીસ ઉઠાવી ગઈ

ચોમાસુ સત્રના બીજા દિવસે, વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે સહિત અનેક વરિષ્ઠ નેતાઓએ વડા પ્રધાનના નિવાસસ્થાન બહાર ધરણા કર્યા છે. કોંગ્રેસના નેતાઓ સાંસદો શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી રહ્યા છે. આ બાબતે બોલતા, રાહુલ ગાંધીએ ટિપ્પણી કરી કે દેશના યુવાનો માટે હવે કોઈ તક બાકી નથી અને તેમના માટે બધા રસ્તા બંધ થઈ ગયા છે. તેમણે નોંધ્યું કે સ્પર્ધાત્મક પરીક્ષાઓનો માર્ગ એક સમયે ખુલ્લો હતો, પરંતુ તે વ્યવસ્થા પણ બરબાદ થઈ ગઈ છે.

સરકાર ચર્ચા માટે તૈયાર, રાહુલ રાજીનામા પર અડગ, ધરણા સ્થળેથી એક પછી એક સાંસદોને દિલ્હી પોલીસ ઉઠાવી ગઈ
| Updated on: Jul 21, 2026 | 7:01 PM

દિલ્હીમાં પીએમ હાઉસ નજીક ધરણા પર બેઠેલ કોંગ્રેસના સાસંદોને મળવા કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્રસિંહ આવ્યા હતા. જ્યા રાહુલ ગાંધી અને જિતેન્દ્રસિંહ વચ્ચે વાતચીત થઈ હતી. રાહુલ ગાંધીએ સંસદમાં ચર્ચા કરવાની માંગ રાખતા સરકારે તે માંગ સ્વીકારી લીધી હતી. જો કે, જિતેન્દ્રસિંહ આ વાતની જાણ રાહુલ ગાંધીને કરી ત્યારે તેમણે શિક્ષણ પ્રધાનના રાજીનામાની નવી માંગ રાખી હોવાની વાત જિતેન્દ્રસિંહ કરી હતી. જિતેન્દ્રસિંહે કહ્યું કે, વિપક્ષના નેતા રાહુલ ગાંધીને ચર્ચામાં નહીં ઘર્ષણમાં રસ છે.

જો કે, દિલ્હી પોલીસે, ધરણા સ્થળેથી એક પછી એક નેતાઓને ઉપાડીને ધરણાસ્થળેથી દૂર કર્યાં છે. જેમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, અખિલેશ યાદવ સહિતના અનેક વરિષ્ઠ નેતાઓનો સમાવેશ થાય છે. દિલ્હી પોલીસે પીએમ નિવાસ નજીકનો વિસ્તાર ક્લિયર કરી નાખ્યો છે.

પેપર લીકના મુદ્દા પર વિપક્ષ કોંગ્રેસ પાર્ટીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. ચોમાસુ સત્રના બીજા દિવસે, વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને પ્રિયંકા ગાંધી સહિત અગ્રણી નેતાઓએ શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગણી સાથે પ્રધાનમંત્રીના નિવાસસ્થાન બહાર ધરણા કર્યા છે. ધરણા પહેલા, કોંગ્રેસના નેતાઓ સંસદથી પીએમના નિવાસસ્થાન સુધી કૂચ કરી. લગભગ એક કલાક પછી, કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહ કોંગ્રેસના નેતાઓને મળવા માટે વિરોધ સ્થળ પર પહોંચ્યા હતા. તેઓએ ધરણા કરી રહેલા રાહુલ ગાંધી સાથે વાતકરીને ડેડલોક દૂર કરવા અરજ કરી હતી.

વડાપ્રધાન નિવાસ સ્થાને વિરોધ પ્રદર્શન પહેલાં, રાહુલ ગાંધીએ X (અગાઉનું ટ્વિટર) પર પોસ્ટ કરી, જેમાં જણાવ્યું હતું કે, “અમે ગઈકાલે જંતર મંતર ખાતે યુવાન વિદ્યાર્થીઓ પર થયેલા ક્રૂરતાના જવાબો માંગવા માટે વડા પ્રધાન મોદીના ઘર તરફ કૂચ કરી રહ્યા છીએ. સરકાર ન તો આની જવાબદારી લેવા માંગે છે કે ન તો સંસદમાં તેના પર ચર્ચા કરવા માંગે છે. ભારતના યુવાનોનું ભવિષ્ય બરબાદ થઈ રહ્યું છે.”

અગાઉ, મીડિયા સાથે વાત કરતા, રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, દેશભરના વિદ્યાર્થીઓને લાગે છે કે તેમનું કોઈ ભવિષ્ય બચ્યું નથી, છતાં આ સરકારના મંત્રીઓ ફક્ત પોતાની બેઠકો બચાવવાની ચિંતા કરે છે. રાહુલે ટિપ્પણી કરી હતી કે જે દેશમાં વિદ્યાર્થીઓ પોતાનું ભવિષ્ય ગુમાવે છે પરંતુ મંત્રીઓ તેમના પદ ગુમાવતા નથી, ત્યાં કોઈ ન્યાય નથી. તેમણે પુનરોચ્ચાર કર્યો કે સરકાર જવાબદારી સ્વીકારવા તૈયાર નથી.

Breaking News : પેપર લીકના દોષિતોને કડક સજા મળશે, વિદ્યાર્થીઓનું ભવિષ્ય બરબાદ થવા દઈશું નહીં : PM Modi

Published On - 5:20 pm, Tue, 21 July 26

Follow Us
Loading...
Unable to load recommendations.