રાહુલ ગાંધી ‘ભારત જોડો યાત્રા’ પછી કરશે, ‘હાથ સે હાથ જોડો યાત્રા’

|

Dec 04, 2022 | 7:08 PM

'ભારત જોડો યાત્રા'માં કોંગ્રેસ પાર્ટીના દિગ્ગજ નેતાઓ જોડાયેલ જોવા મળ્યા છે. તેવી રીતે જ 'હાથ સે હાથ જોડો યાત્રા'માં કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા જેવા કોંગ્રેસ પાર્ટીના નામચિન નેતાઓ યાત્રામાં જોડાશે.

રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા પછી કરશે, હાથ સે હાથ જોડો યાત્રા
Rahul Gandhi in Bharat Jodo Yatra
Image Credit source: File Image

Follow us on

હાલમાં કોંગ્રેસ પાર્ટીની ‘ભારત જોડો યાત્રા’ ચાલી રહી છે. જેનું નેતૃત્વ રાહુલ ગાંધી કરી રહ્યા છે. જે 24 ડિસેમ્બરના રોજ દિલ્લી પહોંચશે અને ત્યાંથી તે 26 જાન્યુઆરીના દિવસે શ્રીનગર પહોંચશે. કોંગ્રેસ પાર્ટી ‘ભારત જોડો યાત્રા’ પછી તરત જ ‘હાથ સે હાથ જોડો યાત્રા’નો પ્રારંભ કરશે. જેમાં કોંગ્રેસ પાર્ટીના દિગ્ગજ નેતાઓ જોડાશે. કોંગ્રેસ રવિવારે જાહેર કર્યુ હતુ કે 26 જાન્યુઆરીએ દેશભરમાં ‘હાથ સે હાથ જોડો યાત્રા’નો પ્રારંભ કરશે. પાર્ટી સંગઠનના મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું કે ભારત છોડો યાત્રા પૂર્ણ થયા પછી તરત જ ‘હાથ સે હાથ જોડો યાત્રા’ શરુ કરવામા આવશે. આ યાત્રા કુલ ત્રણ તબક્કામા કરવામાં આવશે, જેમાં બ્લોક, પંચાયત અને બૂથ સ્તરે યોજવામાં આવશે. વેણુગોપાલે કહ્યું કે ‘હાથ સે હાથ જોડો યાત્રા’ બે મહિના સુધી ચાલશે, જેમાં રાહૂલ ગાંધીનો સંદેશ પત્ર લોકો સુધી પહોંચાડશે તેની સાથે નરેન્દ્ર મોદી સરકારનો આરોપ પત્ર જોડવામાં આવશે.

‘હાથ સે હાથ જોડો યાત્રા’માં કયા નેતાઓ જોડાશે

‘ભારત જોડો યાત્રા’માં કોંગ્રેસ પાર્ટીના દિગ્ગજ નેતાઓ જોડાયેલ જોવા મળ્યા છે. તેવી રીતે જ ‘હાથ સે હાથ જોડો યાત્રા’માં કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા જેવા કોંગ્રેસ પાર્ટીના નામચિન નેતાઓ યાત્રામાં જોડાશે. કોંગ્રેસ પાર્ટીએ તેની આગામી ત્રણ દિવસીય સભા ફેબ્રુઆરીમાં છત્તીસગઢના રાયપુરમાં આયોજન કરવામાં આવશે. આ સભામાં વિભિન્ન વિષયો પર ચર્ચા કરવામાં આવશે. રાયપુરમાં યોજનારી સભામાં પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પાર્ટીના પ્રમુખ સોનિયા ગાંધી, વરિષ્ઠ નેતા પી ચિદંબરમ, સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ અને અન્ય નેતાઓ પણ ભાગ લેશે.

ત્રણ દિવસીય સભામાં કેટલાક મુદ્દા પર ચર્ચા કરશે

પાર્ટીના સૂત્રો અનુસાર રાહુલ ગાંધી ‘ભારત જોડો યાત્રા’ના કારણે આ બેઠકમાં ભાગ નહીં જોડાય. સંચાલન સમિતિની આ મહત્વની સભામાં અગત્યના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. આ યાત્રામાં રાહુલ ગાંધી સિવાય અન્ય નેતાઓ સામેલ થશે. આ કાર્યક્રમની રુપરેખા 30થી 90 દિવસમાં તૈયાર કરવામાં આવશે.

‘ભારત જોડો યાત્રા’ને કારણે મારા જીવનમાં અનેક ફેરફાર આવ્યા: રાહુલ ગાંધી

કોંગ્રેસ સાંસદે કહ્યું કે તેઓ ભારત જોડો યાત્રા દરમિયાન પોતાનામાં કેટલાક ફેરફારો જોઈ રહ્યા છે, જેમાં વધુ ધીરજ અને અન્યને સાંભળવાની ક્ષમતા સામેલ છે. યાત્રા દરમિયાન તેમની સૌથી સંતોષકારક ક્ષણ વિશે પૂછવામાં આવતા ગાંધીએ કહ્યું કે ઘણી બધી ક્ષણ છે, પરંતુ તેમાંથી યાદ કરુ તો યાત્રાને કારણે મારી ધીરજ ખૂબ વધી ગઈ છે.

Published On - 7:08 pm, Sun, 4 December 22

Next Article