આસામ પોલીસનો દાવો, ધાર્મિક લાગણીઓનું અપમાન કરવા બદલ કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની ધરપકડ કરાઈ
કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી (Jignesh Mevani) પર ધાર્મિક લાગણીઓનું અપમાન કરવાનો આરોપ છે. આસામ પોલીસે તેની સામે અનેક કલમો હેઠળ કેસ નોંધ્યો છે.
ગુજરાત(Gujarat)ના વડગામના કોંગ્રેસના ધારાસભ્ય(Congress MLA) અને મોટા દલિત નેતા ગણાતા જીગ્નેશ મેવાણી(Jignesh Mevani)ની બુધવારે રાત્રે લગભગ સાડા અગિયાર વાગ્યે પાલનપુર સર્કિટ હાઉસમાંથી આસામ પોલીસે(Assam Police) ધરપકડ કરી હતી. કોર્ટમાં રજૂ કરતાં પોલીસે જીજ્ઞેશ મેવાણીને ત્રણ દિવસના રિમાન્ડ પર લીધો છે. તેને કસ્ટડીમાં મોકલ્યા બાદ આસામ પોલીસ દ્વારા નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. પોલીસે દાવો કર્યો છે કે ગુજરાતના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની એક ખાસ સમુદાયની લાગણી દુભાવવા બદલ ધરપકડ કરવામાં આવી છે.
પોલીસ સૂત્રોએ નામ ન આપવાની શરતે ANIને જણાવ્યું કે, “IPC 295(A) હેઠળ મેવાણી દ્વારા કરવામાં આવેલ પ્રાથમિક ગુનો ધર્મની લાગણીઓનું અપમાન છે. પોતાના ટ્વીટ દ્વારા તેણે નાથુરામ ગોડસેની તુલના ભગવાન સાથે કરી હતી.તમને જણાવી દઈએ કે નાથુરામ ગોડસે મહાત્મા ગાંધીનો હત્યારો હતો. મેવાણીની ટીમના જણાવ્યા અનુસાર, આસામની પોલીસ ટીમે બુધવારે રાત્રે લગભગ 11:30 વાગ્યે બનાસકાંઠાના પાલનપુર સર્કિટ હાઉસમાંથી મેવાણીને કસ્ટડીમાં લીધો હતો.
આસામની કોકરાઝાર પોલીસે ગુજરાતના ધારાસભ્યની ધરપકડની પુષ્ટિ કરી
બાદમાં, આસામની કોકરાઝાર પોલીસે ગુજરાતના ધારાસભ્યની ધરપકડની પુષ્ટિ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે મેવાણી સામે કલમ 120B (ગુનાહિત કાવતરું), 153 (A) (બે સમુદાયો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવું), 295 (A), 504 (શાંતિ ભંગ ઉશ્કેરવાના હેતુથી ઇરાદાપૂર્વક અપમાન) અને IT હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. કલમો હેઠળ નોંધવામાં આવ્યો છે. આસામ પ્રદેશ કોંગ્રેસ સમિતિ (APCC) ના કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્ય ઝાકિર હુસૈન સિકદાર, જેઓ મેવાણીની ધરપકડ બાદ વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરી રહ્યા છે, તેમણે દાવો કર્યો હતો કે મેવાણીની ગુજરાતમાં તેમના પ્રભાવને નિષ્ફળ બનાવવા માટે ધરપકડ કરવામાં આવી હતી. આસામના અપક્ષ વિધાનસભ્ય અખિલ ગોગોઈએ આરોપ લગાવ્યો કે રાજ્યના મુખ્યમંત્રી અને બોડોલેન્ડ ટેરિટોરિયલ કાઉન્સિલ (BTC)ના વડાની આ મામલામાં મિલીભગત છે. BTCનું મુખ્યાલય કોકરાઝારમાં છે.
આસામના સીએમ હિમંતા બિસ્વા મેવાણીને ઓળખતા નથી
આસામ પ્રદેશ કોંગ્રેસ કમિટીના લીગલ સેલના વડા મનોજ ભગવતીના નેતૃત્વમાં ત્રણ વકીલોની ટીમ ગુજરાતના ધારાસભ્યનું પ્રતિનિધિત્વ કરી રહી છે. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ ગુરુવારે દાવો કર્યો હતો કે તેઓ મેવાણી કોણ છે તેની તેમને જાણ નથી. મેવાણીએ 2017માં બનાસકાંઠાની વડગામ (SC) બેઠક કોંગ્રેસના સમર્થનથી અપક્ષ ધારાસભ્ય તરીકે જીતી હતી. જો કે તેઓ વૈચારિક રીતે કોંગ્રેસ સાથે છે.