મોંઘવારી મુદ્દે કોંગ્રેસનો આજે હંગામો, જંતર-મંતર સિવાય નવી દિલ્હીમાં ધારા 144 લાગુ

|

Aug 05, 2022 | 9:13 AM

કોંગ્રેસ આજે બેરોજગારી અને મોંઘવારીને લઈને દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરશે. કોંગ્રેસના લોકસભા અને રાજ્યસભા સભ્યો સંસદ ભવનથી રાષ્ટ્રપતિ ભવન સુધી કૂચ કરશે. જેના કારણે કલમ 144 લાગુ કરવામાં આવી છે.

મોંઘવારી મુદ્દે કોંગ્રેસનો આજે હંગામો, જંતર-મંતર સિવાય નવી દિલ્હીમાં ધારા 144 લાગુ
Section 144 in New Delhi (PC: TV9)

Follow us on

મોંઘવારી અને બેરોજગારી સામે કોંગ્રેસ (National Congress) આજે દેશવ્યાપી પ્રદર્શન કરશે. જે અંતર્ગત કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC) ના સભ્યો અને પાર્ટીના વરિષ્ઠ નેતાઓના વડા પ્રધાનના આવાસનો ઘેરાવ કરવાની યોજના છે. આ કારણે જંતર-મંતર સિવાય નવી દિલ્હી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં CrPC ની કલમ 144 (Section 144) લાગુ કરવામાં આવી છે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રમોદ તિવારીએ ગુરુવારે દેશવ્યાપી વિરોધની માહિતી આપી હતી. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ ભવન તરફ કૂચ માટે પરવાનગી માંગવામાં આવી છે અને એવી અપેક્ષા છે કે પાર્ટીના 80 થી વધુ સાંસદોને ત્યાં શાંતિપૂર્ણ રીતે જવા દેવામાં આવશે. પાર્ટીના પ્રવક્તા સૈયદ નાસિર હુસૈને કહ્યું, “અમારી પાર્ટીના પદાધિકારી જનરલ સેક્રેટરી, CWC ના સભ્યો AICC માં હાજર રહેશે અને ત્યાંથી એક કૂચ કરશે. તમામ પાર્ટીના સાંસદ રાષ્ટ્રપતિ ભવન સુધી કૂચ કરશે. અમે આજે મોંઘવારી સામે અને દેશના ગરીબ લોકો માટે કૂચ કરીશું.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?

પ્રદેશ કોંગ્રેસ કમિટી રાજભવનન ઘેરાવો કરશે

કોંગ્રેસ પાર્ટી વડા પ્રધાનના નિવાસસ્થાને ઘેરાવનો કાર્યક્રમ પણ આયોજિત કરશે. જેમાં CWC સભ્યો અને વરિષ્ઠ નેતાઓ ભાગ લેશે. CWC એ કોંગ્રેસની સર્વોચ્ચ નીતિ-નિર્માણ સંસ્થા છે. કોંગ્રેસે તેના રાજ્ય એકમોને રાજ્ય કોંગ્રેસ સમિતિ વતી 5 ઓગસ્ટે રાજભવન ઘેરાવનું આયોજન કરવા જણાવ્યું છે. જેમાં ધારાસભ્યો, વિધાન પરિષદના સભ્યો, ભૂતપૂર્વ સાંસદો અને રાજ્ય એકમના વરિષ્ઠ નેતાઓ સામેલ થશે. પાર્ટીએ એ પણ નક્કી કર્યું છે કે પંચાયતથી લઈને જિલ્લા સ્તર સુધી કોંગ્રેસના પ્રતિનિધિઓ જિલ્લા મુખ્યાલય પર વિરોધ પ્રદર્શન કરશે. કોંગ્રેસના આજના વિરોધને સફળ બનાવવા માટે તમામ સાંસદોએ ચલો રાષ્ટ્રપતિ ભવનનો નારા આપ્યો છે.

 

હકિકતમાં ભાજપ કોંગ્રેસ પર આરોપ લગાવી રહ્યું છે કે, તે માત્ર ગાંધી પરિવાર સામે ED ની તપાસ પર જ પ્રદર્શન કરે છે. જનતાની ચિંતાને તેની સાથે કોઈ લેવાદેવા નથી. તેથી કોંગ્રેસ મોંઘવારી, બેરોજગારી અને GST ના મુદ્દે જોરશોરથી પ્રદર્શન કરવાની તૈયારી કરી રહી છે. હજુ પણ કામ કરી રહી છે.

Next Article