કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલની મોટી જાહેરાત, ફરી એકવાર ભારત જોડો યાત્રાનું આયોજન કરશે

|

Jan 30, 2023 | 3:49 PM

કોંગ્રેસે (Congress) પોતાની ભારત જોડો યાત્રાના સમાપન પ્રસંગે આજે જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં ભારે હિમવર્ષા વચ્ચે રેલી કાઢી હતી. શેર-એ-કાશ્મીર ક્રિકેટ સ્ટેડિયમથી શરૂ થયેલી રેલીનું નેતૃત્વ કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને પાર્ટીના વડા મલ્લિકાર્જુન ખડગેએ કર્યું હતું.

કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલની મોટી જાહેરાત, ફરી એકવાર ભારત જોડો યાત્રાનું આયોજન કરશે
Bharat Jodo Yatra

Follow us on

પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની ‘ભારત જોડો યાત્રા’ આજે જમ્મુ-કાશ્મીરમાં સમાપ્ત થઈ. આ યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ 12 જાહેર સભાઓ અને 13 પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી હતી. લગભગ 5 મહિના પહેલા શરૂ થયેલી આ યાત્રા અંતર્ગત રાહુલ ગાંધીએ લગભગ 4 હજાર કિલોમીટરનો પ્રવાસ કર્યો હતો. કોંગ્રેસના મહાસચિવ અને રાજ્યસભા સાંસદ કેસી વેણુગોપાલે હવે યાત્રાને લઈને મોટી જાહેરાત કરી છે. વેણુગોપાલે કહ્યું છે કે રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ આ વર્ષે ફરી એકવાર ભારત જોડો યાત્રાના બીજા તબક્કાનું આયોજન કરશે.

‘હાથ સે હાથ જોડો અભિયાન’ શરૂ થયું

કોંગ્રેસ નેતા વેણુગોપાલે ભારત જોડો યાત્રામાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેઓ લગભગ સમગ્ર પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધી સાથે ચાલ્યા હતા. ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા તેમણે કહ્યું કે, પાર્ટીનું ‘હાથ સે હાથ જોડો અભિયાન’ શરૂ થઈ ગયું છે. આ અભિયાન 3 મહિના સુધી ચાલશે. આ અભિયાનમાં પાર્ટીના નેતાઓ અને કાર્યકરો યાત્રાની સફળતા અને દેશની રાજકીય પરિસ્થિતિનો સંદેશ ઘરે-ઘરે પહોંચાડશે. આ અભિયાન પછી ચોક્કસપણે ભારત જોડો યાત્રાનો બીજો તબક્કો હશે.

ચોક્કસપણે યાત્રાનો બીજો તબક્કો હશે: કેસી વેણુગોપાલ

વેણુગોપાલે કહ્યું કે હવે અમે નક્કી કરીશું કે ભારત જોડો યાત્રાના બીજા તબક્કાનું આયોજન કેવી રીતે કરવામાં આવશે. પાર્ટી તરફથી હજુ ફાઈનલ ડિઝાઈન આવી નથી, પરંતુ ચોક્કસપણે બીજો તબક્કો આવશે, જેમાં રાહુલ ગાંધી સામેલ થશે. પાર્ટીમાં ઘણા અલગ-અલગ મંતવ્યો છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આ પણ વાંચો : Bharat Jodo yatra: ભારત જોડો યાત્રાથી પુરો થશે કોંગ્રેસનો ખરો હેતુ ? રાહુલ ગાંધી માટે વાંચો કેટલી ઉપયોગી બની રહેશે આ યાત્રા

તમને જણાવી દઈએ કે, કોંગ્રેસે પોતાની ભારત જોડો યાત્રાના સમાપન પ્રસંગે આજે જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં ભારે હિમવર્ષા વચ્ચે રેલી કાઢી હતી. શેર-એ-કાશ્મીર ક્રિકેટ સ્ટેડિયમથી શરૂ થયેલી રેલીનું નેતૃત્વ કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને પાર્ટીના વડા મલ્લિકાર્જુન ખડગેએ કર્યું હતું. તેમાં દ્રવિડ મુનેત્ર કઝગમ, નેશનલ કોન્ફરન્સ (NC), પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP), કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (CPI) અને ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (IUML) ના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી.

ભારત જોડો યાત્રા કન્યાકુમારીથી શરૂ થઈ હતી

આ રેલી સાથે લગભગ 5 મહિનામાં 12 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી પસાર થયેલી ભારત જોડો યાત્રાનો અંત આવ્યો. આ યાત્રા ગયા વર્ષે 7 સપ્ટેમ્બરે કન્યાકુમારીથી શરૂ થઈ હતી. આજે વહેલી સવારે રાહુલ ગાંધીએ પંથાચોક ખાતે ભારત જોડો યાત્રાના શિબિર સ્થળે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો.

Published On - 3:49 pm, Mon, 30 January 23

Next Article