Rajya Sabha Election: રાજ્યસભાના ઉમેદવારોને લઈને કોંગ્રેસમાં આરપારની સ્થિતિ, દિગ્ગજોની ફિલ્ડીંગ નકામી પડી, નગમાએ પૂછ્યું, શું હું ઓછી હકદાર ?

|

May 30, 2022 | 5:04 PM

કોંગ્રેસ નેતા નગમાએ કહ્યું કે અમારા પ્રમુખ સોનિયા ગાંધીએ (Sonia Gandhi) મને 2003-04માં રાજ્યસભામાં મોકલવાનું વચન આપ્યું હતું જ્યારે હું પાર્ટીમાં જોડાઈ હતી. આ પછી 18 વર્ષ થઈ ગયા અને તેમને મને રાજ્યસભામાં મોકલવાની તક મળી નથી.

Rajya Sabha Election: રાજ્યસભાના ઉમેદવારોને લઈને કોંગ્રેસમાં આરપારની સ્થિતિ, દિગ્ગજોની ફિલ્ડીંગ નકામી પડી, નગમાએ પૂછ્યું, શું હું ઓછી હકદાર ?
Congress Leader Nagma (File Image)

Follow us on

કોંગ્રેસે (Congress) રાજ્યસભા ચૂંટણી (Rajya Sabha Election) માટે તેના 10 ઉમેદવારની જાહેરાત કર્યા બાદ પાર્ટીમાં અસંતોષના અવાજો ઉઠવા લાગ્યા છે. અભિનેત્રી અને મહિલા કોંગ્રેસના મહાસચિવ નગમાએ (Nagma) સોમવારે કહ્યું કે તેમને 18 વર્ષ પહેલા ઉચ્ચ ગૃહમાં મોકલવાનું વચન આપવામાં આવ્યું હતું, પરંતુ તે આજ સુધી પૂર્ણ થયું નથી. તેમણે કોંગ્રેસના લઘુમતી વિભાગના અધ્યક્ષ અને કવિ ઈમરાન પ્રતાપગઢીની મહારાષ્ટ્રમાંથી રાજ્યસભાના ઉમેદવાર તરીકે નિમણૂક પર પણ સવાલો ઉઠાવ્યા છે. નગમાએ પૂછ્યું કે શું હું ઓછી હકદાર છું?

કોંગ્રેસે 10 ઉમેદવારોની જાહેરાત કરી

કોંગ્રેસે રવિવારે 10 જૂને યોજાનારી રાજ્યસભાની ચૂંટણી માટે 10 ઉમેદવારોની જાહેરાત કરી હતી. જેમાં તામિલનાડુમાંથી પી.ચિદમ્બરમ, કર્ણાટકમાંથી જયરામ રમેશ, હરિયાણામાંથી અજય માકન અને રાજસ્થાનમાંથી રણદીપ સુરજેવાલાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. પાર્ટીએ રાજસ્થાનમાંથી મુકુલ વાસનિક અને પ્રમોદ તિવારીને, મધ્યપ્રદેશમાંથી વિવેક તંખા, છત્તીસગઢથી રાજીવ શુક્લા અને રંજીત રંજન અને મહારાષ્ટ્રમાંથી ઈમરાન પ્રતાપગઢીને મેદાનમાં ઉતાર્યા છે.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેરા પણ નારાજ છે

ઉમેદવારોની જાહેરાત બાદ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેરાએ પણ નારાજગી વ્યક્ત કરી હતી. તેણે ટ્વીટ કરીને કહ્યું કે કદાચ મારી તપસ્યામાં કોઈ ઉણપ હતી. ખેડાના ટ્વીટને રીટ્વીટ કરતા નગમાએ કહ્યું કે, ઈમરાન (પ્રતાપગઢી) ભાઈની સામે અમારી પણ 18 વર્ષની તપસ્યા ઓછી પડી.

સોનિયા ગાંધીએ 18 વર્ષ પહેલા વચન આપ્યું હતું

નગ્માએ અન્ય એક ટ્વિટમાં કહ્યું કે, જ્યારે હું પાર્ટીમાં જોડાઈ ત્યારે અમારા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મને 2003-04માં રાજ્યસભામાં મોકલવાનું વચન આપ્યું હતું. અમે તે સમયે સત્તામાં નહોતા. આ પછી 18 વર્ષ થઈ ગયા અને તેમને મને રાજ્યસભામાં મોકલવાની તક મળી નથી. ઈમરાન માટે તક મળી ગઈ. હું પૂછવા માંગુ છું કે શું હું ઓછી હકદાર છું?

પ્રતિભાઓનું દમન પાર્ટી માટે આત્મઘાતી: આચાર્ય પ્રમોદ

તે જ સમયે, કોંગ્રેસના નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે પણ ખુલ્લેઆમ પોતાનો અસંતોષ વ્યક્ત કર્યો છે. ખેડાના ટ્વીટને રીટ્વીટ કરતા તેમણે કહ્યું કે પ્રતિભાને દબાવવી એ પાર્ટી માટે આત્મઘાતી પગલું છે. 18 વર્ષની તપસ્યા વિશે નગ્માની ટિપ્પણી અંગે કૃષ્ણમે કહ્યું કે સલમાન ખુર્શીદ, તારિક અનવર અને (ગુલામ નબી) આઝાદ સાહેબની તપસ્યા 40 વર્ષની છે, તેઓ પણ શહીદ થઈ ગયા.

સંયમ લોઢાએ રાજસ્થાનના ઉમેદવારોને બહારના વ્યક્તિ તરીકે ગણાવ્યા

તે જ સમયે, રાજસ્થાનના સિરોહીથી અપક્ષ વિધાનસભ્ય, સંયમ લોઢાએ રાજ્યના કોંગ્રેસના ત્રણ ઉમેદવારો રાજસ્થાનની બહાર હોવા પર સવાલ ઉઠાવ્યા હતા. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને ટેગ કરીને તેમણે ટ્વીટ કર્યું કે કોંગ્રેસ પાર્ટીએ સમજાવવું જોઈએ કે રાજસ્થાનમાંથી કોઈ કોંગ્રેસી નેતા અને કાર્યકરને રાજ્યસભાની ચૂંટણીમાં મેદાનમાં ન ઉતારવાના કારણો શું છે.

Next Article