
રામ મંદિરના ચઢાવાની ચોરી પર ચાલી રહેલા વિવાદ વચ્ચે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ શુક્રવારે 10 July ના રોજ અયોધ્યા પહોંચ્યા હતા. અહીં CM યોગીએ 432 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે વિવિધ વિકાસ પરિયોજનાઓના લોકાર્પણ/શિલાન્યાસ માટે આયોજિત કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
આ દરમિયાન CM યોગીએ જનતાને સંબોધિત કરતા સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. CM યોગીએ તીખો હુમલો કરતા સવાલ કર્યો કે, સપાએ હનુમાનગઢીના પગથિયાં પર નમાજ પઢાવવાનું પાપ કર્યું હતું, શું તેઓ જામા મસ્જિદમાં ‘હનુમાન ચાલીસા’નો પાઠ કરી શકશે?
“जो ये लोग आस्था की बात करते हैं, इन्होंने तो हमारे पवित्र हनुमानगढ़ी में नमाज पढ़वाने का काम किया था… क्या कोई जामा मस्जिद में हनुमान चालीसा का पाठ कर पाएगा? क्या सपा और कांग्रेस ऐसा करा पाएंगी?”- अयोध्या में योगी आदित्यनाथ pic.twitter.com/JYo3FadC5C
— Akshay Pratap Singh (@AkshayPratap94) July 10, 2026
CM યોગી આદિત્યનાથે અયોધ્યાથી વિપક્ષ પર જોરદાર પ્રહાર કર્યો છે. CM યોગીએ સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, તેમણે હનુમાનગઢીના પગથિયાં પર નમાજ પઢાવી હતી. CM યોગીએ અયોધ્યાના લોકોને પૂછ્યું કે, શું જામા મસ્જિદમાં હનુમાન ચાલીસાના પાઠ થઈ શકે છે?
CM યોગીએ અયોધ્યામાં જનસભાને સંબોધતા કહ્યું કે, “લાંબા સમય સુધી અયોધ્યાની ઉપેક્ષા કરવામાં આવી. આ સિવાય જે લોકો આજે ભક્તિની વાતો કરે છે, તેમણે જ હનુમાનગઢીના પગથિયાં પર નમાજ પઢવાનું આયોજન કર્યું હતું. શું કોંગ્રેસ કે સમાજવાદી પાર્ટી ક્યારેય જામા મસ્જિદમાં હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરી શકશે? તો પછી તેમણે આ પાપ કેમ કર્યું?”
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અયોધ્યામાં કહ્યું, “આજે લાખો લોકો અયોધ્યા આવે છે. તેમણે (સમાજવાદી પાર્ટીએ) લોકોને હનુમાનગઢીના પગથિયાં પર નમાજ પઢવા માટે પ્રેરિત કરીને પાપ કર્યું હતું પરંતુ અમે અયોધ્યાને એક નવી ઓળખ આપી છે. આજે અયોધ્યા રોડ, રેલ અને હવાઈ માર્ગથી જોડાયેલું છે.”
CM યોગીએ સપા-કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, “સપાએ રામભક્તો પર ગોળીઓ ચલાવી હતી. કોંગ્રેસે રામના અસ્તિત્વ પર સવાલ ઉઠાવ્યો હતો. સપા-કોંગ્રેસે અયોધ્યા સામે ઓળખનું સંકટ ઊભું કર્યું હતું. સપા-કોંગ્રેસવાળા વિકાસ કરી શક્યા નથી એટલા માટે વિરોધ કરી રહ્યા છે.”
Published On - 3:17 pm, Fri, 10 July 26