CM Mamata in Delhi: કોંગ્રેસ બાદ હવે દીદી ભાજપને તોડવાની તૈયારીમાં ! આજે સુબ્રમણ્યમ સ્વામી સાથે મુલાકાત

|

Nov 24, 2021 | 12:14 PM

રાષ્ટ્રીય રાજનીતિમાં પ્રવેશવા અને દેશભરમાં પાર્ટીનો વિસ્તરણ કરવા માટે, TMCનું બ્રેક પાર્ટી અભિયાન ચાલી રહ્યું છે. આ માટે ટીએમસી કોંગ્રેસ-ભાજપ અને જનતા દળ (યુનાઇટેડ) સહિત અનેક પક્ષોના નેતાઓને નિશાન બનાવી રહી છે

CM Mamata in Delhi: કોંગ્રેસ બાદ હવે દીદી ભાજપને તોડવાની તૈયારીમાં ! આજે સુબ્રમણ્યમ સ્વામી સાથે મુલાકાત
File photo: Subramanian Swamy and Mamata Banerjee

Follow us on

CM Mamata in Delhi: તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જી (Mamata Banerjee in Delhi) હાલ દિલ્હીના પ્રવાસે છે. કોંગ્રેસના પૂર્વ નેતા અશોક તંવર અને કોંગ્રેસ નેતા કીર્તિ આઝાદ(Kirti Azad) દિલ્હી પ્રવાસના પહેલા દિવસે મમતા બેનર્જીની હાજરીમાં ટીએમસીમાં જોડાયા છે. રાષ્ટ્રીય રાજનીતિમાં પ્રવેશવા અને દેશભરમાં પાર્ટીનો વિસ્તરણ કરવા માટે, TMCનું બ્રેક પાર્ટી અભિયાન ચાલી રહ્યું છે. આ માટે ટીએમસી કોંગ્રેસ-ભાજપ અને જનતા દળ (યુનાઇટેડ) સહિત અનેક પક્ષોના નેતાઓને નિશાન બનાવી રહી છે. આ ક્રમમાં મમતા બેનર્જી ભાજપના સાંસદ અને અસંતુષ્ટ નેતા આજે બપોરે 3.30 કલાકે સુબ્રમણ્યમ સ્વામી(Subramanian Swamy)ને મળશે.

જે બાદ મમતા બેનર્જી સાંજે 5 વાગે પીએમ મોદીને મળશે. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં જીત બાદ, મમતા બેનર્જીની પાર્ટીએ વિસ્તરણવાદી નીતિ અપનાવી છે અને તેના માટે તે વિવિધ રાજ્યોમાં ટીએમસીના સંગઠનને મજબૂત કરવા માટે કામ કરી રહી છે, જેથી કરીને 2024ની લોકસભાની ચૂંટણીમાં મજબૂત સંગઠન સાથે આગળ વધી શકે.

સુબ્રમણ્યમ સ્વામી મમતાના પક્ષમાં આવી ચૂક્યા છે

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

મમતા બેનર્જીની રોમ મુલાકાત રદ થવા પર ભાજપના રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ મોદી સરકારના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા હતા અને પૂછ્યું હતું કે મમતા બેનર્જીને રોમ જવાથી કેમ અટકાવવામાં આવી? તમને જણાવી દઈએ કે આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે કેન્દ્રની મોદી સરકાર દ્વારા મમતા બેનર્જીને આવતા મહિને રોમ જવાની પરવાનગી આપવામાં આવી નથી. કેન્દ્ર સરકારના આ નિર્ણય બાદ મમતા બેનર્જીએ પ્રહારો કર્યા હતા. તમને જણાવી દઈએ કે સુબ્રમણ્યમ સ્વામી સતત ભાજપ સરકાર પર નિશાન સાધતા રહે છે. ઘણી વખત તેઓ પીએમ મોદીને આર્થિક મુદ્દાઓ પર ઘેરી ચૂક્યા છે. 

મમતા બેનર્જી ભાજપ વિરોધી નેતાઓને એક કરી રહી છે

મમતા બેનર્જી એવા લોકોને જ જોડે છે જેઓ કોંગ્રેસ કે અન્ય પાર્ટીઓમાં સાઇડલાઈન અથવા ઉપેક્ષિત છે. ભાજપમાં સખત સંઘની પૃષ્ઠભૂમિ ધરાવતા લોકો ટીએમસીમાં નહીં આવે, પરંતુ ટીએમસી બિનસાંપ્રદાયિક છબી ધરાવતા નેતાઓને એક પ્લેટફોર્મ પૂરું પાડી રહી છે જેઓ વિકલ્પ શોધી રહ્યા છે. આ બિનસાંપ્રદાયિક છબી ધરાવતા નેતાઓ મમતા બેનર્જીને Pan India TMCની હાજરી પછી 2024માં વડાપ્રધાન પદ માટે મજબૂત ઉમેદવાર તરીકે જાહેર કરી શકે છે.

Published On - 11:58 am, Wed, 24 November 21

Next Article