CM અશોક ગેહલોતનો આરોપ : Rajasthanમાં થયેલા તોફાનો પાછળ RSS-BJP નો હાથ, જ્યાં ચૂંટણી હોય ત્યાં જ ધાર્મિક કાર્યક્રમમાં કેમ થાય છે તોફાન ?

|

May 16, 2022 | 9:42 AM

રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીની ત્રણ દિવસીય નવસંકલ્પ (Congress Nav Sankalp Shivir) શિબિરની સમાપ્તિ થઈ છે. ત્યારે મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું હતું કે ધાર્મિક સરઘસમાં તોફાનો ફાટી નીકળે છે તેની પાછળ RSS અને BJPનો હાથ છે.

CM અશોક ગેહલોતનો આરોપ : Rajasthanમાં થયેલા તોફાનો પાછળ RSS-BJP નો હાથ, જ્યાં ચૂંટણી હોય ત્યાં જ ધાર્મિક કાર્યક્રમમાં કેમ થાય છે તોફાન ?
CM Ashok Gehlot's allegation

Follow us on

રાજસ્થાનના (Rajasthan) ઉદયપુરમાં રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીની ત્રણ  દિવસીય નવસંકલ્પ શિબિર (Congress Nav Sankalp Shivir) પૂર્ણ થઈ હતી. આ શિબિરમાં ઘણા મુદ્દા પર ચિંતન કરવામાં આવ્યું હતું. સાથે મુદ્દાઓ પર મનન પણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે (CM Ashok Gehlot)દેશભરમાં થઈ રહેલી હિંસા અંગે ભારતીય જનતા પાર્ટી પર જોરદાર શાબ્દિક હુમલો કર્યો હતો. સીએમ અશોક ગેહલોતે કહ્યું હતું કે દેશની જે પરિસ્થિતિ બગડી રહી છે અને તણાવપૂર્ણ માહોલ છે. તેમજ હિંસાનો જે માહોલ છે જયારે ઘાર્મિક સરઘસ નીકળે ત્યાં તોફાનો ફાટી નીકળે છે જયાં જ્યાં ચૂંટણી થાય છે ત્યાં ત્યાં તોફાનો શરૂ થઈ જાય છે.

મુખ્યમંત્રી અશોક ગેહલોતે એમ પણ કહ્યું કે અમે એમ કહીશું કે આની પાછળ RSS, BJPનો હાથ છે. કરૌલીમાં રામગઢમાં માં મંદિર તોડવા ગયેલો મુખ્ય આરોપી ભાજપનો હતો. ત્યાં 35માંથી 35 પાર્ષદ ભાજપના હતા અને બદનામ કોંગ્રેસને કરવામાં આવી હતી. જોધપુરમાં કોઈ ઘટના નથી બની અને ઘટનાને ઉભી કરવામાં આવી હતી. તોફાનોથી ફાયદો લેનારી પાર્ટી આ તોફાનો ભડકાવી રહી છે. હિંદુત્વ તેમનો એજન્ડા છે. ગેહલોતે (BJP) પર નિશાન સાધતા કહ્યું હતું કે શું તેનો ફાયદો કોંગ્રેસને થઈ રહ્યો છે? આ બસ અમને બદનામ કરવાનો પ્રયત્ન છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

નવ સંકલ્પ શિબિરમાં થયા છે ક્રાંતિકારી નિર્ણયઃ સીએમ અશોક ગેહલોત

નવ સંકલ્પ શિબિર અંગે મુખ્યમંત્રી અશોક ગેહલોતે જણાવ્યું હતું કે શિબિર કોંગ્રેસ માટે ઉત્તમ હતી. મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે કોંગ્રેસની નવ સંકલ્પ શિબિરમાં ક્રાંતિકારી નિર્ણય લેવામાં આવ્યા છે. જેને આગામી દિવસોમાં લાગુ પાડવામાં આવશે. નવ સંકલ્પશિબિર દ્વારા દેશભરના કાર્યકર્તાઓમાં ઉર્જાનો સંચાર થયો છે. નવ સંકલ્પ શિબિરમાં જે નિર્ણય થયા છે ત્યાર બાદ પાર્ટી બધા જ ધર્મ અને વર્ગના લોકોને એકજૂથ થવા માટે આહ્વાહન કરશે

તેમણે ઉમેર્યું કે આજે દેશમાં જે પરિસ્થિતિ છે તેમાં તમે સમજી શકો છો કે ભારત નબળું પડી રહ્યું છે. કોંગ્રેસ ભારત જોડોની વાત કરી રહ્યું છે. મુખ્યમંત્રી ગેહલોતે ઉમેર્યું હતું કે દેશ માટે રાજીવ ગાંધી, ઇન્દિરા ગાંધી અને અન્ય નેતા શહિદ થઈ ગયા હતા. વારંવાર કોંગ્રેસના નેતા કહેતા હોય છે કે દેશમાં લોકશાહીના ધજાગરા ઉડી રહ્યા છે.

મીડિયા સાથે વાતચીત કરતા મુખ્યમંત્રી અશોક ગેહલોતે રાહુલ ગાંધીની પ્રશંસા કરતા કહ્યું કે તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે તેઓ દેશ માટે જીવ લગાવી દેશે. પરંતુ આરએસએસ તથા બીજેપીના લોકો ધ્રૂવિકરણ કરી રહ્યા છે. મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે રાષ્ટ્રવાદ સર્વોપરીછે પરંતું ભાજપા ચૂંટણીમાં વોટ ભેગાં કરવા રાષ્ટ્રવાદનું નામ લેછે જે બાબત હાનિકારક છે.

Next Article