CJI રમન્નાએ કહ્યું ”વિદેશી કંપનીઓએ રસીના માર્ગમાં અવરોધો મૂક્યા”, બાયોટેકની કરી પ્રશંસા

|

Dec 26, 2021 | 9:41 PM

એક મીડિયા રિપોર્ટ અનુસાર, તેમણે કહ્યું કે ફાઈઝરથી લઈને તમામ વિદેશી કંપનીઓ આ અભિયાનમાં સામેલ છે. તેમણે કહ્યું કે ભારતમાં બનેલી રસીની માન્યતા રોકવા માટે WHOને ફરિયાદ કરવામાં આવી હતી.

CJI રમન્નાએ કહ્યું વિદેશી કંપનીઓએ રસીના માર્ગમાં અવરોધો મૂક્યા, બાયોટેકની કરી પ્રશંસા
CJI Ramanna

Follow us on

ભારત નિર્મિત કોવિડ 19 રસી (Covid 19 vaccine)ની માન્યતાના માર્ગમાં ઘણા અવરોધો આવ્યા હતા. ઘણી બહુરાષ્ટ્રીય કંપનીઓ (Multinational company)એ તેને માન્યતા મળવાથી રોકવાનો પ્રયાસ કર્યો. આ અંગે WHOને ફરિયાદ (Complaint) પણ કરવામાં આવી હતી. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (Chief Justice of India) એનવી રમન્નાએ ​​આ વાત કહી છે.

 

તેમણે હૈદરાબાદ (Hyderabad)માં રોમિનેની ફાઉન્ડેશન એવોર્ડ સમારોહ (Awards Ceremony)માં આ નિવેદન આપ્યુ હતુ.CJI જસ્ટિસ રમન્નાએ કહ્યું કે કોરોનાની સ્વદેશી રસી (vaccine) કોવેક્સિનને બદનામ કરવાનો ઘણો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

રસીની માન્યતા રોકવા WHOમાં ફરિયાદ કરી

એક મીડિયા રિપોર્ટ અનુસાર તેમણે કહ્યું કે ફાઈઝરથી લઈને તમામ વિદેશી કંપનીઓ આ અભિયાનમાં સામેલ છે. તેમણે કહ્યું કે ભારતમાં બનેલી રસીની માન્યતા રોકવા માટે WHOને ફરિયાદ કરવામાં આવી હતી. આ અવસર પર જસ્ટિસ રમન્નાએ ફાઉન્ડેશન વતી ભારત બાયોટેકના સ્થાપકો કૃષ્ણા ઈલા અને સુચિત્રા ઈલાનું પણ સન્માન કર્યું હતું. આ દરમિયાન ન્યાયાધીશે બંનેની પ્રશંસા પણ કરી હતી. તેમણે કહ્યું કે બંનેએ દેશને ખ્યાતિ અપાવી અને આ સ્થાન સુધી પહોંચવા માટે ઘણો સંઘર્ષ કર્યો.

 

મંજૂરીમાં લાંબો સમય લાગ્યો

આ ઈવેન્ટ દરમિયાન જસ્ટિસ રમન્નાએ એમ પણ કહ્યું હતું કે આ રસી બનાવવાની અમારી તેલુગુ કંપનીની મહાનતા વિશે દુનિયાને જણાવવા માટે તમામ તેલુગુ લોકોએ આગળ આવવું જોઈએ. નોંધપાત્ર રીતે રસીની મંજૂરીમાં ઘણો સમય લાગ્યો. આ કિસ્સામાં WHO અધિકારીએ કહ્યું હતું કે કોઈપણ રસીના ઉપયોગને મંજૂરી આપવાના નિર્ણય માટે સંપૂર્ણ મૂલ્યાંકન જરૂરી છે. આ પ્રક્રિયામાં ક્યારેક વધુ સમય લાગી શકે છે.

 

 

આ પણ વાંચોઃ Lucknow: રક્ષાપ્રધાન રાજનાથ સિંહે બ્રહ્મોસ મિસાઈલ યુનિટનો શિલાન્યાસ કર્યો, કહ્યું ”એવી શક્તિ હોવી જોઈએ કે કોઈ નજર ઉઠાવીને પણ ન જુએ”

 

આ પણ વાંચોઃ  IND vs SA: આફ્રિકાની બાદશાહત ખતમ કરવાનુ ટીમ ઇન્ડિયાનુ લક્ષ્ય, ફેન્સ બોલ્યા ‘કોહલી સેના તૈયાર, જીતેંગે આફ્રિકા અબ કી બાર’

 

આ પણ વાંચોઃ તાલિબાને તેના રંગ બતાવવાનું શરૂ કર્યું! ચૂંટણી સંસ્થાઓ અને બે મંત્રાલયો કર્યા બંધ, કહ્યું, ‘અફઘાનિસ્તાનમાં તેમની જરૂર નથી’

Next Article