Breaking News : NSA ડોભાલે ચીનને સ્પષ્ટ કર્યું કે, ભારત માટે યુદ્ધ કોઈ વિકલ્પ નથી

ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ અને ચીનના વિદેશ મંત્રી વાંગ યી વચ્ચે તાજેતરમાં ટેલિફોનિક વાતચીત થઈ હતી જેમાં બંને પક્ષોએ પ્રાદેશિક સ્થિરતા અને શાંતિ જાળવવામાં સહયોગની ભૂમિકા પર ચર્ચા કરી હતી. આ વાતચીત દરમિયાન, NSA ડોભાલે ચીનને સ્પષ્ટ કર્યું કે, ' યુદ્ધ ભારતનો વિકલ્પ નથી અને તે કોઈપણ પક્ષના હિતમાં નથી.'

Breaking News : NSA ડોભાલે ચીનને સ્પષ્ટ કર્યું કે,  ભારત માટે યુદ્ધ કોઈ વિકલ્પ નથી
| Updated on: May 11, 2025 | 7:38 AM

શનિવારે સાંજે પાકિસ્તાને ભારત સાથે સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. જે બાદ બંને દેશો વચ્ચે ફરી એકવાર તણાવ વધી ગયો છે. આ દરમિયાન, ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ સાથે ફોન પર વાત કરી છે. ચીનના વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ વાતચીતમાં NSA ડોભાલે કહ્યું કે ભારતે આતંકવાદ સામે કડક કાર્યવાહી કરવાની જરૂર છે.

ડોભાલે કહ્યું કે,યુદ્ધ ભારતની પસંદ નથી અને આ કોઈપણ પક્ષના હિતમાં નથી. વાતચીતમાં ચીની વિદેશ મંત્રી વાંગ યીએ કહ્યું આશા છે કે, ભારત પાકિસ્તાન સીઝફાયર માટે પ્રતિબદ્ધ રહે અને જલ્દી ક્ષેત્રીય શાંતિ અને સ્થિરતા પુનઃસ્થાપિત કરશે.

 

 

આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહી

ચીની વિદેશ મંત્રાલય અનુસાર અજિત ડોભાલે કહ્યું પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતને આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહી કરવાની જરુર છે. તેમણે એ પણ કહ્યું કે, યુદ્ધ ભારતનો વિકલ્પ નથી અને આ કોઈપણ પક્ષના હિતમાં નથી.

પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી

વાંગ યીએ કહ્યું ચીન પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી છે અને આતંકવાદનો સંપૂર્ણ રીતે વિરોધ કરે છે. વર્તમાન આંતરરાષ્ટ્રીય સ્થિતિ અશાંત અને પરસ્પર જોડાયેલી છે.

પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી

વાંગ યીએ કહ્યું ચીન પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી છે અને આતંકવાદનો સંપૂર્ણ રીતે વિરોધ કરે છે. વર્તમાન આંતરરાષ્ટ્રીય સ્થિતિ અશાંત અને પરસ્પર જોડાયેલી છે.

પાકિસ્તાને યુદ્ધવિરામનો ભંગ કર્યાના 4 કલાકમાં જ યુદ્ધવિરામનો ભંગ કર્યો છે. ભારત સરકારે BSFને યોગ્ય જવાબ આપવા સૂચના આપી છે. પાકિસ્તાને પંજાબના પઠાણકોટમાં યુદ્ધવિરામનો ભંગ કર્યો છે. થોડા સમય પહેલા પઠાણકોટની આસપાસ પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા હતા,

 

7 મે 2025 ના રોજ ભારતીય સેનાએ “ઓપરેશન સિંદૂર” હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર સ્થિત નવ આતંકવાદી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી છે. એરસ્ટ્રાઈક અંગેના વધારે સમાચાર માટે અમારા ટોપિકને ક્લિક કરો.

Published On - 7:33 am, Sun, 11 May 25