મુખ્યપ્રધાન બોલ્યા, ‘આરોપીઓને શૂટઆઉટમાં મારી નાખો’

|

Sep 22, 2023 | 6:53 PM

કુમારસ્વામીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને લઈને તેઓ વિવાદમાં ઘેરાઈ ગયા છે, કારણ કે આ વીડિયોમાં તેઓ ઉશ્કેરાઈને કહી રહ્યા છે કે આરોપીઓને શૂટઆઉટમાં મારી નાખો. જોકે હવે કુમારસ્વામીએ સ્પષ્ટતા કરી છે કે આ મારો આદેશ નહોતો, પણ તે વખતે તેઓ લાગણીશીલ બની ગયા હતાં.

મુખ્યપ્રધાન બોલ્યા, ‘આરોપીઓને શૂટઆઉટમાં મારી નાખો’

Follow us on

શું કોઈ રાજ્યના મુખ્યપ્રધાન કોઈ આરોપી માટે એવું કહી શકો કે તેને શૂટઆઉટમાં મારી નાખો? જો મુખ્યપ્રધાન કોઈને દોષિત ઠર્યા વગર ન્યાયપાલિકાની ઉપરવટ જઈને આવું કહી શકે ? ચોક્કસ આનો જવાબ ના જ છે અને આપણા દેશના કોઈ પણ રાજ્યના મુખ્યપ્રધાને અગાઉ ક્યારેય આવુ કહ્યુ પણ નથી, પરંતુ તેમાં અપવાદ બની ગયા છે કર્ણાટકના મુખ્યપ્રધાન એચ. ડી. કુમારસ્વામી.

કુમારસ્વામીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને લઈને તેઓ વિવાદમાં ઘેરાઈ ગયા છે, કારણ કે આ વીડિયોમાં તેઓ ઉશ્કેરાઈને કહી રહ્યા છે કે આરોપીઓને શૂટઆઉટમાં મારી નાખો. જોકે હવે કુમારસ્વામીએ સ્પષ્ટતા કરી છે કે આ મારો આદેશ નહોતો, પણ તે વખતે તેઓ લાગણીશીલ બની ગયા હતાં.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

હકીકતમાં વાયરલ થયેલા વીડિયોમાં કર્ણાટકના મુખ્યપ્રધાન જેડીએસ નેતાની હત્યાથી ખિન્ન થયેલા છે અને કંઇક આવું કહી રહ્યા છે, ‘તે (જેડીએસ નેતા પ્રકાશ) બપહુ સારો માણસ હતો. હું નથી જાણતો કે તે લોકોએ તેને કેમ માર્યો. શૂટઆઉટમાં તેમને (આરોપીઓને) બેરહેમીથી મારી નાખો. કોઈ પ્રોબ્લેમ નથી.’

આ વીડિયો વાયરલ થતા કુમારસ્વામી વિવાદો અને ટીકાઓથી ઘેરાઈ ગયા. તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું, ‘આ (બરેહમીથી મારી દો) મારો આદેશ નહોતો. તે સમયે હું બહુ લાગણીશીલ હતો. બે હત્યાઓ માટે જેલમાં બંધ તે લોકો જ્યારે બેલ પર બહાર આવ્યા, તો તેમણે જેડીએસ નેતા પ્રકાશની હત્યા કરી નાખી. આ રીતે તેઓ જામીનનો દુરુપયોગ કરી રહ્યા છે.’

Published On - 1:34 pm, Tue, 25 December 18

Next Article