આયુષ્માન ભારત યોજનામાં તમારું કાર્ડ બની શકે કે નહીં, આ 4 સ્ટેપમાં ઓનલાઇન જાણો

PMAY : જો તમારા પરિવારને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લિસ્ટમાં સમાવવામાં આવેલ છે, તો પછી તમે તબીબી સારવાર માટે યોજના સાથે જોડાયેલી કોઈપણ હોસ્પિટલમાં દર વર્ષે 5 લાખ રૂપિયા સુધીનો લાભ મેળવી શકો છો.

આયુષ્માન ભારત યોજનામાં તમારું કાર્ડ બની શકે કે નહીં, આ 4 સ્ટેપમાં ઓનલાઇન જાણો
check eligibility online under ayushman bharat pmjay scheme
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 03, 2021 | 10:05 PM

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) અંતર્ગત સમગ્ર દેશમાં આયુષ્માન ભારત યોજના ચલાવવામાં આવી રહી છે. ભારત સરકારની આ યોજના હેઠળ દેશના 10 કરોડથી વધુ પરિવારોને લાભ મળશે. આ માટે તમારે આયુષ્માન ભારતનું કાર્ડ બનાવવું પડશે, જેના માટે કેટલીક જરૂરી લાયકાત નક્કી કરવામાં આવી છે. પાત્રતા ધરાવતા લોકો આ કાર્ડ બનાવી શકે છે અને હોસ્પિટલોમાં 5 લાખ સુધીની મફત સારવાર મેળવી શકે છે.

જો તમે આયુષ્માન ભારત યોજનાનું કાર્ડ મેળવવા માંગતા હો તો આ માટે તમારે પહેલા તમારી પાત્રતા તપાસવી પડશે. આ કામ ખૂબ જ સરળ છે અને ઘરે બેસીને ઓનલાઈન કરી શકાય છે. તમારા મોબાઇલ નંબર સાથે લોગ ઇન કરીને, તમે જાણી શકો છો કે તમારા પરિવારને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં સમાવવામાં આવેલ છે કે નહીં. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો લાભ લેવા માટે તમારે કોઇ અરજી કરવાની જરૂર નથી.

Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !

જો તમારા પરિવારને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લિસ્ટમાં સમાવવામાં આવેલ છે, તો પછી તમે તબીબી સારવાર માટે યોજના સાથે જોડાયેલી કોઈપણ હોસ્પિટલમાં દર વર્ષે 5 લાખ રૂપિયા સુધીનો લાભ મેળવી શકો છો.

આ 4 સરળ સ્ટેપથી જાણો

1. સૌ પ્રથમ PM જન આરોગ્ય યોજનાની સત્તાવાર વેબસાઇટ mera.pmjay.gov.in પર જાઓ

2.અહીં તમે ડાબી બાજુ LOGINની ટેબ જોઈ શકશો, અહી મોબાઈલ નંબરની માહિતી પૂછવામાં આવે છે. એન્ટર મોબાઇલ નંબર સાથે કોલમમાં તમારો મોબાઇલ નંબર દાખલ કરો. તેની નીચે તમને કેપ્ચા કોડ ભરવાનું કહેવામાં આવશે, તે દાખલ કરો. આ પછી તમારા મોબાઈલ પર OTP મળશે.

3. ત્યારબાદ તમારા રાજ્ય અને જિલ્લા પર ક્લિક કરો.

4.આ કર્યા પછી તમને ડોકયુમેન્ટ અથવા ID નંબર પસંદ કરવાનું કહેવામાં આવશે. આના પર ક્લિક કર્યા પછી સર્ચ પર ક્લિક કરો.

જો તમે આ યોજના માટે પાત્રતા ધરાવો છો તો તમને PM આરોગ્ય યોજના (PMAY) દ્વારા આયુષ્માન કાર્ડ આપવામાં આવશે. આ કાર્ડ સાથે, તમારા પરિવારને એક વર્ષમાં યોજના સાથે જોડાયેલી કોઈપણ હોસ્પિટલમાં 5 લાખ સુધીની મફત સારવાર મળશે. PMAY અંતર્ગત, સરકારે દેશભરમાં પસંદ કરેલી હોસ્પિટલોને સૂચિબદ્ધ કરી છે, જેની માહિતી પીએમ જન આરોગ્ય યોજનાની વેબસાઇટ પર ઉપલબ્ધ છે.

g clip-path="url(#clip0_868_265)">