Chandrayaan3એ તેના બે મોટા લક્ષ્યો કરી લીધા પાર, હવે ત્રીજા લક્ષ્ય પર કામ થયુ શરુ, જાણો શું છે તે ઉદ્દેશ્ય ?

ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગની આ મોટી સફળતા બાદ ISRO ઉત્સાહીત છે. તેના વડા એસ. સોમનાથે કહ્યું કે ભારત વધુ અવકાશ મિશન શરૂ કરવા સક્ષમ છે. વડાપ્રધાન મોદીનું અંતરિક્ષ ક્ષેત્ર માટે લાંબા ગાળાનું વિઝન છે અને ISRO તેને પૂર્ણ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

Chandrayaan3એ તેના બે મોટા લક્ષ્યો કરી લીધા પાર, હવે ત્રીજા લક્ષ્ય પર કામ થયુ શરુ, જાણો શું છે તે ઉદ્દેશ્ય ?
Chandrayaan3 has achieved its two major goal
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 27, 2023 | 10:13 AM

Chandrayaan3: ચંદ્રયાન-3ના વિક્રમ અને પ્રજ્ઞાન ચંદ્ર પર પોતાનું કામ સચોટ રીતે કરી રહ્યા છે. ઈસરોએ જણાવ્યું કે ચંદ્રયાન-3 મિશનના ત્રણમાંથી બે ઉદ્દેશ્ય હાંસલ કરવામાં આવ્યા છે, જ્યારે ત્રીજા ઉદ્દેશ્ય હેઠળ વૈજ્ઞાનિક પ્રયોગો ચાલી રહ્યા છે. સ્પેસ ઓર્ગેનાઈઝેશને કહ્યું કે ચંદ્રયાન-3 મિશનના તમામ પેલોડ સામાન્ય રીતે કામ કરી રહ્યા છે. ચંદ્રયાને જે બે ઉદ્દેશો હાંસલ કર્યા છે તેમાં સફળ સોફ્ટ લેન્ડિંગ અને રોવર વોકનો સમાવેશ થાય છે.જેમાંથી સોફ્ટ લેન્ડિંગનો વીડિયો આખી દુનિયાએ જોયો છે. ત્યારે હવે રોવરના વોકનો વીડિયો પણ ઈસરો દ્વારા શેર કરવામાં આવ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વૈજ્ઞાનિકોને મળવા શનિવારે ઈસરો પહોંચ્યા હતા. પીએમએ ચંદ્રયાન-3ની સોફ્ટ લેન્ડિંગ તારીખ 23 ઓગસ્ટને રાષ્ટ્રીય અવકાશ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. પીએમએ લેન્ડરના લેન્ડિંગ પોઈન્ટનું નામ ‘શિવ શક્તિ’ રાખ્યું છે. આ સિવાય ચંદ્રયાન-2એ ચંદ્ર પર તેની છાપ છોડી હતી, જેને વડાપ્રધાને તિરંગા પોઈન્ટ નામ આપ્યું છે. ચંદ્રયાન-2 મિશનનો ઉદ્દેશ્ય ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પાણીની શોધ કરવાનો હતો, જે હવે ચંદ્રયાન-3 કરશે.

પ્રજ્ઞાન રોવર ચંદ્ર પર શું કરશે?

વિક્રમ લેન્ડર સાથે ચંદ્ર પર પહોંચેલું પ્રજ્ઞાન બે પેલોડ્સથી સજ્જ છે, જે ચંદ્રની સપાટીનો અભ્યાસ કરશે. તે લેસર સ્પેક્ટ્રોસ્કોપ અને એક્સ-રે સ્પેક્ટ્રોમીટરથી સજ્જ છે. લેસર ચંદ્રની સપાટી પર હાજર તત્વોની ગુણવત્તા અને જથ્થા વિશે જણાવશે અને ચંદ્રની સપાટી વિશે વધુ શોધ કરશે અને આ માહિતી ISROને આપશે.

આ ઉપરાંત, એક્સ-રે જોશે કે તે ચંદ્ર પર મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, પોટેશિયમ, કેલ્શિયમ, ટાઇટેનિયમ અને આયર્નની મૂળભૂત રચના વિશે લેન્ડરની આસપાસ પડેલા પથ્થરોનો અભ્યાસ કરશે. આ સ્પષ્ટ કરશે કે ચંદ્ર પરના ખાડાઓમાં પાણીના કણો હાજર છે કે કેમ.

ચંદ્રયાન-3 એ અત્યાર સુધી બધા જ કામો 100 ટકા પુરા કરી દીધા

ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગની આ મોટી સફળતા બાદ ISRO ઉત્સાહીત છે. તેના વડા એસ. સોમનાથે કહ્યું કે ભારત વધુ અવકાશ મિશન શરૂ કરવા સક્ષમ છે. વડાપ્રધાન મોદીનું અંતરિક્ષ ક્ષેત્ર માટે લાંબા ગાળાનું વિઝન છે અને ISRO તેને પૂર્ણ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. તેમણે કહ્યું કે અમે માત્ર સોફ્ટ લેન્ડિંગનું લક્ષ્ય જ હાંસલ કર્યું નથી, પરંતુ ચંદ્રયાન-3ના તમામ પાસાઓને 100 ટકા પૂર્ણ કર્યા છે. આખો દેશ તેનાથી ખુશ છે અને અમને આશીર્વાદ આપી રહ્યો છે.

રાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
g clip-path="url(#clip0_868_265)">