Chandrayaan-3 Launch Date : ઈસરો જુલાઈમાં ચંદ્રયાન-3 કરી શકે છે લોન્ચ, સચોટ લેન્ડિંગ પહેલા ટાર્ગેટ

|

May 21, 2023 | 7:01 PM

ચંદ્રયાન મિશનનું ત્રીજું અવકાશયાન ભારતના સૌથી ભારે પ્રક્ષેપણ વ્હિકલ માર્ક-3 થી શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવશે. તેને GSLV Mk 3 પણ કહેવામાં આવે છે. અવકાશયાનમાં ત્રણ સિસ્ટમ ઉમેરવામાં આવી છે, જેમાં પ્રોપુલેશન, લેન્ડર અને રોવરનો સમાવેશ થાય છે.

Chandrayaan-3 Launch Date : ઈસરો જુલાઈમાં ચંદ્રયાન-3 કરી શકે છે લોન્ચ, સચોટ લેન્ડિંગ પહેલા ટાર્ગેટ
Chandrayaan 3 Launch

Follow us on

ભારત ચંદ્ર પર પગ મુકવા માટે સતત પ્રયત્નો કરી રહ્યું છે. આવનારા દિવસોમાં ભારત એ પણ કહી શકશે કે, ચંદ્ર પૃથ્વીની ખૂબ નજીક છે કારણ કે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) મહત્વાકાંક્ષી ચંદ્ર મિશન ચંદ્રયાન-3 લોન્ચ કરવાની તૈયારીના અંતિમ તબક્કામાં છે. અવકાશયાન યુઆર રાવ સેટેલાઇટ સેન્ટર ખાતે પેલોડની અંતિમ એસેમ્બલીમાં છે. ચંદ્રયાન-3 મિશન લૂનાર રેજોલિથ, લૂનાર સીસમિસિટી, ચંદ્રની સપાટીના પ્લાઝ્મા પર્યાવરણ અને ઉતરાણ સ્થળની આસપાસના તત્વોના થર્મો-ફિઝિકલ ગુણધર્મોનો અભ્યાસ કરવા માટે સાઈન્ટિફિક ઈન્સ્ટ્રુમેન્ટ લઈ જશે.

આ પણ વાંચો : ચંદ્રયાન-3ને લઈને ઈસરોએ આપ્યું મોટું અપડેટ, જાણો ક્યારે અવકાશમાં જશે?

ઈન્ડિયા ટુડેના અહેવાલો અનુસાર આ અવકાશયાન જુલાઈમાં લોન્ચ થવા જઈ રહ્યું છે. એક સિનિયર અધિકારીએ આ વાતની પુષ્ટિ કરી છે. તેમનું કહેવું છે કે ચંદ્રયાન-3 જુલાઈના પહેલા કે બીજા સપ્તાહમાં લોન્ચ થઈ શકે છે. જો કે તેની છેલ્લી તારીખ અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. આ વર્ષે માર્ચ મહિનામાં જ ચંદ્રયાન-3 અવકાશયાનએ જરૂરી પરીક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું હતું.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

ચંદ્રયાન-3નો પહેલો ઉદ્દેશ્ય ચોક્કસ લેન્ડિંગ કરવાનો છે

ચંદ્રયાન મિશનનું ત્રીજું અવકાશયાન ભારતના સૌથી ભારે પ્રક્ષેપણ વ્હિકલ માર્ક-3 થી શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવશે. તેને GSLV Mk 3 પણ કહેવામાં આવે છે. અવકાશયાનમાં ત્રણ સિસ્ટમ ઉમેરવામાં આવી છે, જેમાં પ્રોપુલેશન, લેન્ડર અને રોવરનો સમાવેશ થાય છે. ઈસરોના વડા એસ સોમનાથે તાજેતરમાં કહ્યું હતું કે, ચંદ્રયાન-3નો પહેલો ઉદ્દેશ્ય ચોક્કસ લેન્ડિંગ કરવાનો છે. આ માટે આજે ઘણું કામ કરવામાં આવી રહ્યું છે, જેમાં નવા સાધનો બનાવવા, વધુ સારા અલ્ગોરિધમ્સ બનાવવા, નિષ્ફળતા મોડ્સની કાળજી લેવાનો સમાવેશ થાય છે.

એન્જિન પરીક્ષણ સફળતાપૂર્વક થયું

ISRO એ CE-20 ક્રાયોજેનિક એન્જિનનું ફ્લાઇટ acceptance hot test પૂર્ણ કર્યું છે. જે ચંદ્રયાન-3 પ્રક્ષેપણ વાહનના ક્રાયોજેનિક ઉપલા તબક્કાને શક્તિ આપશે. તમિલનાડુના મહેન્દ્રગિરી ખાતે ISRO પ્રોપુલેશન કોમ્પ્લેક્સની હાઇ એલ્ટિટ્યુડ ટેસ્ટ ફેસિલિટી ખાતે 25 સેકન્ડના આયોજિત સમયગાળા માટે હોટ ટેસ્ટ હાથ ધરવામાં આવ્યો હતો. ચંદ્રયાન-3 લેન્ડરનું પણ સફળતાપૂર્વક યુ આર રાવ સેટેલાઇટ સેન્ટર ખાતે EMI/EMC પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

નોલેજના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article