Chandra Grahan 2021 : 26 મી મે ના રોજ વૈશાખ મહીનાની પૂનમના દિવસે આ વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે. આ સંપૂર્ણ ચંદ્રગ્રહણ હશે, જે વિશ્વના ઘણા દેશોમાં દેખાશે. આવો જાણીએ, ચંદ્રગ્રહણ ભારતમાં ક્યારે અને ક્યાં જોવા મળશે.
ગ્રહણ ક્યારે થશે? આ વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ (Chandra Grahan 2021) 26 મે, 2021 ને બુધવારે વૃશ્ચિક રાશિ અને અનુરાધા નક્ષત્રમાં થશે. ચંદ્ર પર આંશિક ગ્રહણ બપોરે લગભગ સવા ત્રણ વાગ્યાથી શરૂ થશે અને સાંજે 7 : 19 વાગ્યા સુધી રહેશે
આકાશમાં દેખાશે સુપર મુન પૂર્વમાં થનારૂં આ વર્ષના આ પ્રથમ ચંદ્રગ્રહણ (Chandra Grahan 2021)માં ચંદ્ર આકાશમાં સુપરમૂનની જેમ દેખાશે. કોલકત્તામાં છેલ્લે 10 વર્ષ પહેલાં એટલે કે 10 મી ડિસેમ્બર 2011માં ચંદ્રગ્રહણ દેખાયું હતું. આ વખતે ચંદ્રગ્રહણ દરમિયાન 26મી મે એ સાંજે પૃથ્વી, સૂર્ય અને ચંદ્ર એક સીધી રેખામાં હશે.
ક્યાં ક્યાં દેશોમાં દેખાશે આ ચંદ્રગ્રહણ ? આ વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ (Chandra Grahan 2021) પૂર્વ એશિયા, પ્રશાંત મહાસાગર, ઉત્તર અને દક્ષિણ અમેરિકાના મોટાભાગના વિસ્તારોમાં અને ઓસ્ટ્રેલિયામાં સંપૂર્ણ ચંદ્રગ્રહણ જોવા મળશે જ્યારે ભારતનો ભાગ પૂર્વ ક્ષિતિજથી નીચે હોવાથી ભારતના અમુક જ ભાગોમાં સંપૂર્ણ ચંદ્રગ્રહણ નહીં જોવા મળે, પરંતુ ભારતના પૂર્વ ભાગોમાં આંશિક ચંદ્રગ્રહણ જોઇ શકાશે. એ પણ એવા સમયમાં દેખાશે જ્યારે ચંદ્રને આવવાનો સમય થશે.
આ વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ (Chandra Grahan 2021) નો મધ્યકાળ સાંજે 4.49 કલાકે થશે. ચંદ્રગ્રહણ સાંજે 6.23 કલાકે પૂરું થઇ જશે. ખગોળ જ્યોતિષના જણાવ્યા પ્રમાણે વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ વૃશ્ચિક રાશિમાં થવા જઈ રહ્યું છે. આવી સ્થિતિમાં આ રાશિ ધરાવતા મૂળ જાતકોએ આ સમયગાળા દરમિયાન કેટલીક સાવચેતી રાખવાની જરૂર પડશે. ધાર્મિક માન્યતા પ્રમાણે એવું માનવામાં આવે છે કે ચંદ્રગ્રહણ દરમિયાન ચંદ્રને નુકસાન થાય છે અને તે નબળો પડે છે. ચંદ્રગ્રહણની સ્થિતિમાં ચંદ્ર આ સમયગાળા દરમિયાન પોતાનું સંપૂર્ણ ફળ આપી શકતો નથી.
આ પણ વાંચો : પાંચ દીકરીઓએ માતાને કાંધ આપી, છઠ્ઠી દીકરીએ મુખાગ્નિ આપી માતાના અંતિમ સંસ્કાર કર્યા આ પણ વાંચો : DRDO ની વધુ એક સિદ્ધી, કોરોનાની એન્ટીબોડી ટેસ્ટ કીટ DIPCOVAN વિકસિત કરી
આ પણ વાંચો : Gujarat Corona Update : રાજ્યમાં સતત બીજા દિવસે 5 હજારથી ઓછા કેસ, 65 દર્દીઓના મૃત્યુ, 8 હજારથી વધુ દર્દીઓ ડીસ્ચાર્જ