મોદી સરકારે લીધું એવું BIG DECISION કે પાકિસ્તાની ગોળીઓ અને મોર્ટાર સેલ્સથી સરહદી ગામોના લોકોનો હવે વાળ પણ વાંકો નહીં થાય

TV9 Web Desk

TV9 Web Desk |

Updated on: Mar 03, 2019 | 3:11 AM

મોદી સરકારે પાકિસ્તાન દ્વારા એલઓસી પર કરાતા સીઝફાયર ભંગના કારણે સરહદી ગામોના લોકોનું રક્ષણ કરવા એક મોટો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરના બે જિલ્લાઓ પુંછ અને રાજૌરીમાં કુલ 400 પર્સનલ બંકર્સ બનાવવાનો નિર્ણય કર્યો છે અને બંકર્સ બનાવવા માટેની મંજૂરી પણ આપી દીધી છે. દરેક જિલ્લામાં 200-200 બંકર્સ બનાવવામાં આવશે. આ બંકર્સ આગામી એક […]

મોદી સરકારે લીધું એવું BIG DECISION કે પાકિસ્તાની ગોળીઓ અને મોર્ટાર સેલ્સથી સરહદી ગામોના લોકોનો હવે વાળ પણ વાંકો નહીં થાય

મોદી સરકારે પાકિસ્તાન દ્વારા એલઓસી પર કરાતા સીઝફાયર ભંગના કારણે સરહદી ગામોના લોકોનું રક્ષણ કરવા એક મોટો નિર્ણય કર્યો છે.

કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરના બે જિલ્લાઓ પુંછ અને રાજૌરીમાં કુલ 400 પર્સનલ બંકર્સ બનાવવાનો નિર્ણય કર્યો છે અને બંકર્સ બનાવવા માટેની મંજૂરી પણ આપી દીધી છે. દરેક જિલ્લામાં 200-200 બંકર્સ બનાવવામાં આવશે. આ બંકર્સ આગામી એક મહિનામાં બનીને તૈયાર થઈ જશે.

આ પહેલા જમ્મુ-કાશ્મીર વહીવટી તંત્રે શનિવારે પુંઝ અને રાજૌરી માટે 400 વધારાના વ્યક્તિગત બંકર્સ બનાવવાની મંજૂરી આપી દીધી હતી. રાજ્ય સરકારના પ્રવક્તાએ જણાવ્યું, ‘સરહદ પારથી ભારે ગીળોબાર અને મોર્ટાર સેલિંગને જોતા સરકારે બંને જિલ્લાઓમાં 200-200 વ્યક્તિગત બંકરો બનાવવાને મંજૂરી આપી દીધી છે. આ બંકરોનું ઝડપથી નિર્માણ કરવા માટેના જરૂરી નિર્દેશો પણ અપાઈ ગયા છે. આ માટે ગ્રામ્ય વિકાસ વિભાગ વડે સંબંધિત જિલ્લાઓના ડેપ્યુટી કમિશનરોને નાણા ઉપલબ્ધ કરાવવામાં આવશે.’

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati