સુપ્રીમકોર્ટના કડક વલણ બાદ કેન્દ્ર એક્શન મોડમાં, કેન્દ્રીય પર્યાવરણ પ્રધાને પ્રદૂષણ અંગે બોલાવી ઈમરજન્સી બેઠક

|

Nov 15, 2021 | 5:56 PM

Pollution in Delhi : દિલ્હીમાં પ્રદૂષણ અંગેના કેન્દ્રના એફિડેવિટ અનુસાર, કોર્ટે કહ્યું કે દિલ્હીમાં 76 ટકા પ્રદૂષણ ધૂળ, પરિવહન અને ઉદ્યોગોને કારણે છે.

સુપ્રીમકોર્ટના કડક વલણ બાદ કેન્દ્ર એક્શન મોડમાં, કેન્દ્રીય પર્યાવરણ પ્રધાને પ્રદૂષણ અંગે બોલાવી ઈમરજન્સી બેઠક
Central government calls emergency meeting for strategy on pollution after supreme court direction

Follow us on

DELHI : પ્રદૂષણ (pollution) પર સુપ્રીમ કોર્ટ (supreme court) ના આદેશ બાદ હવે કેન્દ્ર સરકાર એક્શનમાં જોવા મળી રહી છે. કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ(Bhupendra Yadav)એ ઇમરજન્સી બેઠક બોલાવી છે જેમાં રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે. દિલ્હી-એનસીઆર (Delhi-NCR) માં વાયુ પ્રદૂષણની સમસ્યા દિવસેને દિવસે ગંભીર બની રહી છે. સુપ્રીમ કોર્ટે સોમવારે પ્રદૂષણના મુદ્દા પર સુનાવણી કરી અને દિલ્હી સરકાર (Delhi Govt) ને સખત ઠપકો આપ્યો. આ સાથે કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને મંગળવાર સુધીમાં પ્રદૂષણ નિવારણ માટે ઉઠાવવામાં આવતા પગલાઓ અંગે એફિડેવિટ દાખલ કરવા જણાવ્યું છે.

સુપ્રીમકોર્ટના આદેશ બાદ કેન્દ્ર સરકાર આ મામલે સક્રિય બની છે. પર્યાવરણ મંત્રાલયમાં અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક ચાલી રહી છે, જેમાં પ્રદૂષણને લઈને રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે. કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે આ ઈમરજન્સી બેઠક બોલાવી છે.

આ પહેલા સુનાવણી દરમિયાન કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે દિલ્હીમાં સૌથી વધુ વાયુ પ્રદૂષણ ધૂળને કારણે છે. આવી સ્થિતિમાં દિલ્હીમાં ટ્રકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવો જોઈએ. તેના પર કોર્ટે કહ્યું કે, તમે બે દિવસ સુધી ટ્રકની એન્ટ્રીની વાત કરી રહ્યા છો. શા માટે બે દિવસ સુધી વાહનો પર પ્રતિબંધ નથી લગાવવામાં આવી રહ્યો?

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

દિલ્હીમાં પ્રદૂષણ અંગેના કેન્દ્રના એફિડેવિટ અનુસાર, કોર્ટે કહ્યું કે દિલ્હીમાં 76 ટકા પ્રદૂષણ ધૂળ, પરિવહન અને ઉદ્યોગોને કારણે છે. કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા એડવોકેટ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે ગઈકાલની બેઠકનું પરિણામ એ આવ્યું છે કે અમે તેમને કહ્યું છે કે રાજ્ય સરકારોએ GRAP પગલાં લાગુ કરવા માટે તૈયાર રહેવું જોઈએ. રસ્તાની ધૂળ પ્રદૂષણનું મુખ્ય કારણ છે.

કોર્ટે કહ્યું કે પરાલીને બદલે આ ત્રણ કારણો પર ધ્યાન આપો – ધૂળ, પરિવહન અને ઉદ્યોગ. ત્રણેય પર કામ કરીશું તો પ્રદૂષણ ઓછું થશે. કોર્ટે કહ્યું કે રિપોર્ટ મુજબ માત્ર 4 ટકા પ્રદૂષણ પરાલીના કારણે થાય છે અને દિલ્હી સરકારનું સમગ્ર સોગંદનામું ખેડૂતો પર આરોપ લગાવી રહ્યું છે.

આ પણ વાંચો : મત્સ્યપાલન અને પશુપાલન ક્ષેત્રમાં કિસાન ક્રેડિટ કાર્ડ માટે ચાલશે રાષ્ટ્રવ્યાપી અભિયાન, આ લોકોને પણ મળશે લાભ

આ પણ વાંચો : અભ્યાસ માટે મોટી સંખ્યામાં US પહોંચી રહ્યા છે ભારતીય વિદ્યાર્થીઓ, યુએસ એમ્બેસીએ જાહેર કર્યા 62 હજારથી વધુ વીઝા

Next Article