વેક્સિનની શોર્ટેજના અહેવાલો વચ્ચે કેન્દ્ર સરકારે જાહેર કર્યા ડેટા, જાણો કયા રાજ્ય પાસે છે કેટલા ડોઝ

મળતી માહિતી મુજબ મંગળવાર સાંજ સુધીમાં આશરે 2.5 કરોડ લોકોને કોવિડ વેક્સિનના બંને ડોઝ આપવામાં આવ્યા હતા. 45 વર્ષથી વધુ ઉંમરના 10 કરોડ લોકોને રસીનો પ્રથમ ડોઝ મળ્યો છે, જેમાંથી 1.2 કરોડથી વધુ લોકોએ બીજો ડોઝ લીધો છે.

વેક્સિનની શોર્ટેજના અહેવાલો વચ્ચે કેન્દ્ર સરકારે જાહેર કર્યા ડેટા, જાણો કયા રાજ્ય પાસે છે કેટલા ડોઝ
વેક્સિનેશન સેન્ટરે સિનીયર સીટીઝન (PTI Photo)
Follow Us:
| Updated on: Apr 28, 2021 | 4:53 PM

કોરોના વાયરસને રોકવા માટે રસીના બંને ડોઝ લેવાનું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આને કારણે કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 1 કરોડથી વધુ રસી ઉપલબ્ધ છે. જ્યારે આગામી ત્રણ દિવસમાં તેમને 80 લાખથી વધુ ડોઝ આપવામાં આવશે. મળતી માહિતી મુજબ યુપી, મહારાષ્ટ્ર, બિહાર, ગુજરાત અને ઝારખંડ જેવા રાજ્યોમાં હાલમાં વેક્સિનનું સંતુલન યથાવત્ છે. કેન્દ્ર દ્વારા અત્યાર સુધીમાં આ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આશરે 15.7 કરોડ વેક્સિન આપવામાં આવી છે, જેમાંથી કુલ 14.6 કરોડ ડોઝનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તે જ સમયે, રસી 1 મેથી 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને આપવામાં આવશે, જેના માટે કેન્દ્ર સરકાર તમામ રાજ્યોમાં રસી મોકલવામાં વ્યસ્ત છે.

2.5 કરોડ લોકોને અત્યાર સુધી બંને ડોઝ મળી ચૂક્યા છે

મળતી માહિતી મુજબ, આશરે 2.5 કરોડ લોકોને કોવિડ વેક્સિનના બંને ડોઝ આપવાની સાથે રસીકરણ પ્રક્રિયા મંગળવાર સુધીમાં પૂર્ણ થઈ ગઈ હતી. 45 વર્ષથી વધુ ઉંમરના 10 કરોડ લોકોને રસીનો પ્રથમ ડોઝ મળ્યો છે, જેમાંથી 1.2 કરોડથી વધુ લોકોએ બીજો ડોઝ લીધો છે.

Fenugreek Seeds : પેટની ચરબીને 20 દિવસમાં ઓગાળી દેશે આ દાણા, દરરોજ સવારે આ રીતે કરો સેવન
Basi Roti Benefits: સવારના નાસ્તામાં વાસી રોટલી ખાવાના છે ચોંકાવનારા ફાયદા, જાણો
ઘરમાં પૈસા ન ટકવાના 4 મોટા કારણ કયા છે? જાણો
શું મોહમ્મદ સિરાજ ટીમ ઈન્ડિયાની બહાર થશે?
Turmeric Benefits : ઓશીકા નીચે હળદરનો ગાંઠિયો રાખીને સુવાના ચોંકાવનારા ફાયદા
ક્રિસમસ અને New Year પર મોડી રાત સુધી દારૂની દુકાનો રહેશે ખુલ્લી, જાણો સમય

ગુજરાત પાસે છે 6.09 લાખ ડોઝ

ખાનગી સમાચાર સંસ્થાના અહેવાલ મુજબ કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયે કહ્યું છે કે રાજ્યો પાસે 1 કરોડ 47 હજાર 157 ડોઝ ઉપલબ્ધ છે. આમાંથી 10.10 લાખ ડોઝ ઉત્તરપ્રદેશમાં, 9.23 લાખ મહારાષ્ટ્ર પાસે, બિહારમાં 7.50 લાખ, ગુજરાતમાં 6.09 લાખ અને ઝારખંડમાં 5.95 લાખ ડોઝ છે. આ ડોઝ ફ્રન્ટલાઈન કામદારો, આરોગ્ય કર્મચારીઓ અને 45 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે લાગુ થવાના છે. આગામી ત્રણ દિવસમાં 86 લાખ 40 હજાર ડોઝ રાજ્યોમાં પહોંચાડવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી છે.

મહારાષ્ટ્રમાં 3 લાખ ડોઝ આગામી ત્રણ દિવસમાં મળશે

મહારાષ્ટ્રના કેટલાક સરકારી અધિકારીઓએ એક રીપોર્ટ રજૂ કર્યો છે કે રાજ્ય દ્વારા વેક્સિનના ડોઝ વાપરી દેવામાં આવ્યા છે, જેના કારણે રસી અભિયાન પર વિપરીત અસર થઈ રહી છે. અહેવાલમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે 27 એપ્રિલ સુધી મહારાષ્ટ્રમાં કુલ કોવિડ રસીના 1,58,62,470 ડોઝ છે. તે જ સમયે, આરોગ્ય મંત્રાલયે કહ્યું કે આમાંથી વેડફાયેલા સહિત કુલ વપરાશ 1,49,39,410 નો છે. ખરેખર કોવિડ રસીના 300,000 ડોઝ આગામી ત્રણ દિવસમાં વહેંચવામાં આવશે.

સ્વાભાવિક છે કે 1 મેથી વેક્સિન 18 વર્ષથી વધુ ઉંમરના દરેકને આપવામાં આવશે. જેને લઈને વેકિસનના ડોઝ વધુ જોઇશે. આગામી સમયમાં વેક્સિનને લઈને શોર્ટેજ પણ ઉભી થાય તેવી સંભાવના છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો આના [પર કામ કરી રહી છે.

આ પણ વાંચો: દેશી ‘કોવેક્સિન’ની વિદેશમાં બોલબાલા, અમેરિકાએ માન્યું કે આ વેક્સિન 617 વેરિયંટને બેઅસર કરે છે

આ પણ વાંચો: દવા વિતરણને લઈને દિલ્હી હાઈકોર્ટનું કડક વલણ, પૂછ્યું- શું ગૌતમ ગંભીર પાસે લાઇસન્સ છે? જાણો સમગ્ર મામલો

g clip-path="url(#clip0_868_265)">