CBIએ રેલવે ડિરેક્ટર સામે ગેરકાયદે મિલકત મામલે કેસ દાખલ કર્યો, ચાર સ્થળો પર દરોડા પાડીને મહત્વના દસ્તાવેજો કર્યા જપ્ત

|

Jul 30, 2021 | 9:32 PM

CBIએ રેલવે મંત્રાલય હેઠળ સંશોધન અને માનક સંગઠન નિયામક (ટેલિકોમ) નવનીત કુમાર વર્મા વિરુદ્ધ ગેરકાયદે સંપત્તિ રાખવા બદલ કેસ નોંધ્યો છે.

CBIએ રેલવે ડિરેક્ટર સામે ગેરકાયદે મિલકત મામલે કેસ દાખલ કર્યો, ચાર સ્થળો પર દરોડા પાડીને મહત્વના દસ્તાવેજો કર્યા જપ્ત
પ્રતિકાત્મક તસવીર

Follow us on

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)એ રેલવે મંત્રાલય હેઠળ સંશોધન અને માનક સંગઠન નિયામક (ટેલિકોમ) નવનીત કુમાર વર્મા વિરુદ્ધ ગેરકાયદે સંપત્તિ રાખવા બદલ કેસ નોંધ્યો છે. સીબીઆઈએ તેમની ઓફિસ અને મકાન તેમજ લખનૌના માનક નગર, જૈનપુર અને મઉ (ઉત્તર પ્રદેશ)માં સ્થિત ચાર સ્થળો પર દરોડા પાડ્યા હતા.

દરોડા દરમિયાન અનેક આક્ષેપજનક દસ્તાવેજો મળી આવ્યા હતા. આરોપી નવનીત કુમાર વર્મા અને તેમની પત્ની સામે પણ કેસ નોંધવામાં આવ્યો છે. એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે (2006ની બેંચના આઈઆરએસઈ અધિકારી) નવનીતકુમાર વર્માએ વરિષ્ઠ વિભાગીય સિગ્નલ અને ટેલિકોમ એન્જિનિયર (સિનિયર ડીએસટીઇ)ના પદ પર પ્રમોશન પછી 2015થી 2016 સુધી પૂર્વ રેલ્વેના પશ્ચિમ બંગાળના માલદા ટાઉનમાં સેવા આપી હતી.

3 વર્ષ દરમિયાન 76.4 લાખ એકત્ર કર્યા

ત્યારબાદ તેમણે સંયુક્ત નિયામક (S&T) શહેરી પરિવહન અને હાઇ સ્પીડ RDSO (લખનૌ) તરીકે કામ કર્યું. જ્યાં વર્ષ 2017થી ઓગસ્ટ 2018 સુધી તેમની નિમણૂક કરવામાં આવી હતી. એવો પણ આરોપ છે કે નવનીત કુમાર વર્માએ 1 ​​જાન્યુઆરી 2015થી 31 ડિસેમ્બર 2017 દરમિયાન 76.45 લાખ રૂપિયા (76,45,092)ની સંપત્તિ જમા કરાવી હતી.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

આટલું જ નહીં આરોપ મુજબ આ સમયગાળા દરમિયાન આરોપીએ પોતાની અને તેની પત્ની ગુંજા વર્માના નામે 81.42 લાખ રૂપિયા (81,42,360)ની જંગમ અને સ્થાવર મિલકત જમા કરી હતી. લખનૌ, જૌનપુર અને માઉ (ઉત્તરપ્રદેશ) સ્થિત આરોપીઓની ઓફિસ અને રહેણાંક પરિસર સહિત 4 સ્થળો પર આજે દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં સીબીઆઈ દ્વારા અનેક દસ્તાવેજો મળી આવ્યા છે. જો કે આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.

 

આ પણ વાંચો: Indian Railways Recruitment 2021: રેલવેએ બહાર પાડી ભરતી, ધોરણ 10 પાસ પણ કરી શકે છે અરજી, જાણો તમામ વિગતો

આ પણ વાંચો: VSSC Recruitment 2021: વિક્રમ સારાભાઇ સ્પેસ સેન્ટરમાં ઓટોમોબાઈલ એન્જિનિયર સહિત ઘણી પોસ્ટ માટે જાહેર થઈ ભરતી, જાણો કેવી રીતે થશે અરજી

Next Article