રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતના ભાઈ સીબીઆઈના સંકજામાં, ખાતર કૌંભાડમા દરોડા

|

Jun 17, 2022 | 11:19 AM

સીબીઆઈએ રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતના ભાઈ અગ્રસેન ગેહલોતના ઘરે દરોડા પાડ્યા છે. આ પહેલા EDએ અગ્રસેન ગેહલોતના ઘરે દરોડા પાડ્યા હતા. સીબીઆઈની આ કાર્યવાહીને અશોક ગેહલોત દ્વારા દિલ્લીમાં રાહુલ ગાંધીના સમર્થનમાં સરકાર વિરોધી ધરણા-પ્રદર્શન સાથે જોડવામાં આવી છે.

રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતના ભાઈ સીબીઆઈના સંકજામાં, ખાતર કૌંભાડમા દરોડા
Agrasen Gehlot ( file photo )

Follow us on

સીબીઆઈની (CBI) ટીમે, રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતના (CM Ashok Gehlot) ભાઈ અગ્રસેન ગેહલોતના ઘરે દરોડા પાડ્યા છે. સીબીઆઈએ, ખાતર કૌંભાડમાં આ દરોડા પાડ્યા હોવાનું સામે આવ્યુ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સીબીઆઈની ટીમ શુક્રવારે સવારે રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતના ભાઈ અગ્રસેન ગેહલોતના (Agrasen Gehlot) ઘરે પહોંચી હતી. કુલ 10 અધિકારીઓની બનેલી સીબીઆઈની ટીમમાં દિલ્લીના પાંચ અને પાંચ અધિકારીઓ જોધપુર રાજસ્થાનના છે. હાલ ટીમના સભ્યો તપાસમાં લાગેલા છે. જ્યારે અગ્રસેન ગેહલોત ઘરે છે. સીબીઆઈની એક ટીમ પાવટા સ્થિત અગ્રસેનની દુકાન પર પણ પહોંચી ગઈ છે.

મળતી માહિતી મુજબ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સે 2012-13માં પોટાશ કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. ED અનુસાર, અગ્રસેન ગેહલોતની કંપની અનુપમ કૃષિ તેની નિકાસ પર પ્રતિબંધ હોવા છતાં મ્યુરિએટ ઓફ પોટાશ (MOP) ખાતરની નિકાસમાં સામેલ હતી. ઇન્ડિયન પોટાશ લિમિટેડ (IPL) MOP ની નિકાસ કરે છે અને ખેડૂતોને સબસિડી પર વેચે છે. અગ્રસેન ગેહલોત IPLના અધિકૃત ડીલર હતા. 2007 અને 2009 ની વચ્ચે, તેમની કંપનીએ સબસિડી દરે MOP ખરીદ્યું હતુ. સબસિડીયુક્ત આ ખાતર ખેડૂતોને વેચવાને બદલે નફા માટે અન્ય કંપનીને વેચી દેવામાં આવ્યુ હતુ. અગ્રસેને જે કંપનીઓને સબસિડીયુક્ત ખાતર વેચ્યું હતુ તે કંપની ખાતરના જથ્થાને ઔદ્યોગિક મીઠાના નામે MOP મલેશિયા અને સિંગાપોર લઈ ગઈ.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

આ કેસની તપાસ EDમાં પેન્ડિંગ છે. આ કેસમાં કસ્ટમ વિભાગે અગ્રસેનની કંપની પર લગભગ 5.46 કરોડ રૂપિયાનો દંડ પણ લગાવ્યો હતો.

Published On - 11:15 am, Fri, 17 June 22

Next Article