Balasore Train Accident: બાલાસોર ટ્રેન દુર્ઘટનામાં CBI એ 2 એન્જિનિયર અને 1 ટેકનિશિયનની કરી ધરપકડ
આરોપીઓમાં બાલાસોરના સિનિયર સેક્શન એન્જિનિયર અરુણ કુમાર મહાંતો, સોહોના સિનિયર સેક્શન એન્જિનિયર મોહમ્મદ આમીર ખાન અને એક ટેકનિશિયનનો સમાવેશ થાય છે. આ ત્રણેય આરોપીની IPCની કલમ 304 અને 201 હેઠળ ધરપકડ કરવામાં આવી છે.
બાલાસોર ટ્રેન દુર્ઘટનામાં (Balasore Train Accident) કેન્દ્રીય તપાસ એજન્સી (CBI)એ મોટી કાર્યવાહી કરી છે. CBI એ આ દુર્ઘટના મામલે 3 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓમાં બાલાસોરના સિનિયર સેક્શન એન્જિનિયર અરુણ કુમાર મહાંતો, સોહોના સિનિયર સેક્શન એન્જિનિયર મોહમ્મદ આમીર ખાન અને ટેકનિશિયનનો સમાવેશ થાય છે. આ ત્રણેય આરોપીની IPCની કલમ 304 અને 201 હેઠળ ધરપકડ કરવામાં આવી છે.
અકસ્માતમાં 280 થી વધુ લોકોના મોત થયા
છેલ્લા 25 વર્ષમાં દેશના સૌથી મોટા રેલ અકસ્માતોમાંની એક એવી ચેન્નાઈ જતી કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેનનો, હાવડા જતી SMVT સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન અને એક માલગાડી સાથે અકસ્માત થયો હતો. આ ભયાનક અકસ્માતમાં 280 થી વધુ લોકોના મોત થયા હતા અને 1000 થી વધુ લોકો ઘાયલ થયા હતા.
Balasore train accident | CBI has arrested 3 people, senior Section engineer Arun Kumar Mohanta, section engineer Mohammad Amir Khan & technician Pappu Kumar, under sections 304 and 201 CrPC pic.twitter.com/EkXTYFHncd
— ANI (@ANI) July 7, 2023
કોરોમંડલ એક્સપ્રેસ મુખ્ય લાઇનને બદલે લૂપ લાઈનમાં ઘૂસી ગઈ
કોરોમંડલ એક્સપ્રેસ સ્પીડ સાથે બહાનાગા બજાર રેલવે સ્ટેશન પાસે મુખ્ય લાઇનને બદલે પસાર થતી લૂપ લાઈનમાં ઘૂસી ગઈ હતી અને આ ટ્રેક પર પહેલેથી જ હાજર માલગાડી સાથે અથડાઈ હતી. બંને ટ્રેનની ટક્કર બાદ કોરોમંડલ એક્સપ્રેસના અનેક કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. તે જ સમયે ડાઉન લાઇન પર આવી રહેલી SMVT સુપરફાસ્ટ એક્સપ્રેસના પાછળના ભાગ સાથે કેટલાક કોચ અથડાયા હતા.
આ પણ વાંચો : Hyderabad: હૈદરાબાદમાં નશામાં ધૂત મહિલા કાર ચાલકે સ્કૂટી સવારને કચડી નાખ્યો, જુઓ CCTV Video
પહેલા CRS તપાસના આદેશ આપવામાં આવ્યા હતા
આ દુર્ઘટના બાદ રેલવેએ પહેલા CRS તપાસના આદેશ આપ્યા હતા અને ત્યારબાદ CBI તપાસના આદેશ આપ્યા હતા. આ દુર્ઘટના બાદ રેલવેએ દક્ષિણ પૂર્વીય રેલવેના ઘણા ઉચ્ચ અધિકારીઓની બદલી કરી હતી, જેમના અધિકારક્ષેત્રમાં આ દુર્ઘટના બની હતી. શરૂઆતની તપાસમાં અકસ્માતના સંભવિત કારણ તરીકે બેદરકારી અથવા ઈરાદાપૂર્વક સાથે સિગ્નલમાં છેડછાડ કરવાના સંકેત આપવામાં આવ્યા હતા.