સલમાન ખાનના ડુપ્લિકેટ પર નોંધાયો કેસ, રેલવે ટ્રેક પર વીડિયો ઉતારવો ભારે પડ્યો, જુઓ વીડિયો

|

Aug 24, 2022 | 7:34 PM

આઝમ અલી અંસારી લખનઉનો રહેવાસી છે. આ વ્યક્તિ પોતાને બોલિવૂડ એક્ટર સલમાન ખાનનો સૌથી મોટો ફેન ગણાવે છે.

સલમાન ખાનના ડુપ્લિકેટ પર નોંધાયો કેસ, રેલવે ટ્રેક પર વીડિયો ઉતારવો ભારે પડ્યો, જુઓ વીડિયો
સલમાન ખાનના ડુપ્લિકેટ પર નોંધાયો કેસ
Image Credit source: Twitter

Follow us on

Azam Ali Ansari :સલમાન ખાન (Actor Salman Khan) સાથે જોડાયેલા એક સમાચાર સામે આવ્યા છે. યુપીના લખનઉમાં બોલિવુડ અભિનેતા સલમાન ખાનના ડુપ્લીકેટ પર કેસ નોંધાયો છે.સલમાન ખાનના હમશકલનું નામ આઝમ અલી અંસારી છે. આઝમ રેલ્વે ટ્રેક પર શર્ટ વગર ઈન્સ્ટ્રાગ્રામ રિલ્સ બનાવી રહ્યો હતો. ત્યારે જીઆરપી લખનઉ પોલીસે (Lucknow Police) રેલ્વે એક્ટ હેઠળ આઝમ અલી અંસારી (Azam Ali Ansari) પર કાર્યવાહી કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી, આ પહેલા પણ સલમાન ખાનના ડુપ્લીકેટ કહેવાતા આ વ્યક્તિ પર શાંતિ ભંગ કરવા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે.

સલમાન ખાનની ડુપ્લિકેટ રીલ બનાવતો હતો

તમને જણાવી દઈએ કે આઝમ અલી અંસારી નામનો આ વ્યક્તિ અભિનેતા સલમાન ખાનનો ડુપ્લિકેટ હોવા માટે પ્રખ્યાત છે. પરંતુ હવે તેણે કંઈક એવું કામ કર્યું છે, જેના પછી તેના પર કેસ નોંધવામાં આવ્યો છે. આ વ્યક્તિએ સલમાન ખાનની સુપરહિટ ફિલ્મ તેરે નામના ગીત ‘તેરે નામ હમ કિયા હૈ’ પર રીલ બનાવી હતી. આ રીલ આઝમ અંસારીએ તેના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. વીડિયોમાં તમે એ પણ જોઈ શકો છો કે રીલ બનાવતી વખતે આ વ્યક્તિ શર્ટ વગર રેલ્વે ટ્રેક પર ચાલતો જોવા મળે છે. આટલું જ નહીં આ વ્યક્તિ રેલવે ટ્રેક પર પણ સૂઈ જાય છે. આ સાથે તે સ્મોકિંગ પણ કરે છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

 

આઝમ અલીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયો વાયરલ થયા બાદ રેલ્વે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. લખનઉ સિટી આરપીએફના અધિકારીઓએ આઝમ અલી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. આરપીએફ લખનઉ ઈન્સપેક્ટર સુરેશ કુમારે જણાવ્યું કે, અલી વિરુદ્ધ કલમ 147, 145 અને 167 રેલવે એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ટૂંક સમયમાં તેની પણ ધરપકડ કરવામાં આવશે.

આ પહેલા પણ કેસ દાખલ થઈ ચૂક્યો છે

આ પહેલા પણ સલમાન ખાનના આ હમશકલ પર કેસ નોંધાય ચૂક્યો છે. આઝમ અલી અંસારીને ઠાકુરગંજની પોલીસે શાંતિ ભંગ કરવાના આરોપ હેઠળ તેની ધરપકડ કરવામાં આવી હતી.

Next Article