જાનૈયાઓને લઈને લગ્નમાં જઈ રહેલ કાર ચંબલ નદીમાં ખાબકી, વરરાજા સહીત 9ના મોત

|

Feb 20, 2022 | 11:41 AM

રાજસ્થાનના કોટામાં આજે સવારે એક ગમખ્વાર અકસ્માત થયો છે. અહીંયા જાનૈયાઓને લઈને જઈ રહેલી એક કાર ચંબલ નદીમાં ખાબકી હતી. આ અકસ્માતમાં કુલ 9 લોકોના મૃત્યુ થયા હતા. મૃતકોમાં વરરાજાનો પણ સમાવેશ થાય છે.

જાનૈયાઓને લઈને લગ્નમાં જઈ રહેલ કાર ચંબલ નદીમાં ખાબકી, વરરાજા સહીત 9ના મોત

Follow us on

રાજસ્થાનના કોટા (Kota Rajasthan) જિલ્લામાં રવિવારે સવારે એક મોટી દુર્ઘટના થઈ હતી જેમાં લગ્ન પ્રસંગમાં જાનૈયાઓને લઈને જતી કાર, કોટાના નયાપુરા કલ્વર્ટથી બેકાબૂ થઈને ચંબલ નદીમાં (Chambal River) પડી ગઈ હતી. આ અકસ્માતમાં 9 લોકોના કરૂણ મોત નિપજ્યા હતા. ઘટનાની જાણકારી મળતા જ પોલીસ અને વહીવટીતંત્ર ઘટનાસ્થળે પહોચ્યુ છે. મળતી માહિતી મુજબ કારમાં હાજર લોકો જાનૈયાઓ હોવાનું કહેવાય છે. મૃતકોમાં વરરાજાનો પણ સમાવેશ થાય છે.

ચોથના બરવાડાથી જાન, કોટા આવી હતી. કારના બેકાબૂ થવાના ઘણા કારણો જણાવવામાં આવી રહ્યા છે, જેમાં નશામાં ડ્રાઇવિંગ કરાતુ હોવાનુ પણ કહેવામાં આવી રહ્યું છે. હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચીને વાહનને બહાર કાઢવાની કામગીરી કરી રહી છે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

કારમાં સવાર કુલ નવ લોકોના મોત થયા હતા

મીડિયા રિપોર્ટ મુજબ આજે વહેલી સવારે 5.30 વાગ્યે સવાઈ માધોપુરથી નીકળીને તેઓ ઉજ્જૈન (મધ્યપ્રદેશ) જાન જઈ રહી હતી. આ દરમિયાન કાર કોટાના નયાપુરા કલ્વર્ટ પરથી ચંબલ નદીમાં ખાબકી હતી. કારમાં બેઠેલા લોકોએ કાચ ખોલવાની કોશિશ કરી, પરંતુ માત્ર એક કાચ જ ખોલી શક્યો હતો. જેના કારણે કારમાં સવાર 7 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે બાકીના 2 લોકોના મૃતદેહ દૂર નદીમાં વહી ગયા હોવાનું સામે આવ્યુ છે. સવારે સ્થાનિક લોકોએ કારને જોઈને પોલીસને જાણ કરી હતી. ત્યાર બાદ જ બચાવ અને રાહત કાર્ય શરૂ થઈ શક્યું હતું.

પોલીસ તરવૈયાઓની ટીમ પાસેથી અત્યાર સુધીમાં 9 મૃતદેહો બહાર કાઢ્યા છે, પોલીસ ટીમ હજુ પણ તપાસ કરી રહી છે કે કારમાં અન્ય કોઈ વ્યક્તિ હતી કે કેમ. તમામ મૃતદેહોને એમબીએસ હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ કાર અકસ્માત પર દુખ વ્યક્ત કર્યું હતું અને શક્ય તમામ મદદની ખાતરી આપી હતી, તેમણે પ્રશાસનને પણ તમામ મદદ પૂરી પાડવા માટે સૂચના આપી છે. રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે પણ ટ્વીટ કરીને આ ગમખ્વાર અકસ્માત અંગે દુખ વ્યક્ત કર્યુ હતું.

 

આ પણ વાંચોઃ

Covid Update : એક દિવસમાં 20 હજારથી ઓછા નોંધાયા કેસ, પરંતુ મૃત્યુના આંકડા સાબિત કરે છે હજુ પણ ખતરો

Vadodara: કોર્પોરેશનની સામાન્ય સભામાં પાણીની લાઈનમાં લીકેજનો મુદ્દો ગરમાયો, લીકેજ શોધવા અડધી રાત્રે મેયર કાંસમાં ઉતર્યા

Published On - 11:05 am, Sun, 20 February 22

Next Article