જેટ એરવેઝના કર્મચારીઓને નોકરી આપવા માટે સોશિયલ મીડિયા પર શરૂ થયુ એક ઝુંબેશ

|

Apr 20, 2019 | 6:20 AM

જેટ એરલાઈન્સ બંધ થવાને કારણે 22 હજાર કર્મચારીઓ રોજગારીની મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. તેમની રોજગારીનો સ્ત્રોત બંધ થવાને લીધે તેઓ ખુબ આર્થિક તંગીમાંથી પસાર થઈ રહ્યાં છે. આર્થિક તંગીથી પસાર થઈ રહેલા આ કર્મચારીઓ માટે હવે સોશિયલ મીડિયા તેમને સપોર્ટ કરી રહ્યું છે. ઘણા નાના અને મોટા કારોબારીઓ ટ્વિટર દ્વારા તેમને નોકરીની ઓફર કરી […]

જેટ એરવેઝના કર્મચારીઓને નોકરી આપવા માટે સોશિયલ મીડિયા પર શરૂ થયુ એક ઝુંબેશ

Follow us on

જેટ એરલાઈન્સ બંધ થવાને કારણે 22 હજાર કર્મચારીઓ રોજગારીની મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. તેમની રોજગારીનો સ્ત્રોત બંધ થવાને લીધે તેઓ ખુબ આર્થિક તંગીમાંથી પસાર થઈ રહ્યાં છે.

આર્થિક તંગીથી પસાર થઈ રહેલા આ કર્મચારીઓ માટે હવે સોશિયલ મીડિયા તેમને સપોર્ટ કરી રહ્યું છે. ઘણા નાના અને મોટા કારોબારીઓ ટ્વિટર દ્વારા તેમને નોકરીની ઓફર કરી રહ્યાં છે. એરલાઈન્સના સ્ટાફને નોકરીની ઓફર આપવા માટે એક હેશટેગ #Letshelojetstaff પણ શરૂ થયુ છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

TV9 Gujarati

 

સ્પાઈસ જેટના CMD અજય સિંહે 100 પાયલટસ, 200થી વધારે કેબિન ક્રૂ અને ટેક્નિકલ એરપોર્ટ સ્ટાફની નોકરી માટે ઓફર કરી છે. ત્યારે એક પબ્લિશિંગ કંપનીના માલિકે કસ્ટમર સપોર્ટ ફંકશન માટે જેટના 2 કર્મચારીઓને નોકરી આપી છે.

તે સિવાય PR અને મોડલિંગ એજેન્સીઓ પણ તેમને નોકરીની ઓફર કરી રહ્યાં છે. રેડિયો મિર્ચીની ચેનલ મિર્ચી લવના નેશનલ પ્રોગ્રામિંગ હેડ RJ ઈન્દિરા રંગરાજને પણ જેટના કર્મચારીઓને કન્ટેન્ટ રાઈટર્સ અને RJ તરીકે જોડવા ઈચ્છે છે.

મોડલિંગ કંપની I-GLAMને મોડલિંગમાં જવા ઈચ્છતા જેટના કર્મચારીઓને તેમની કંપનીમાં જોડાવા કહ્યું છે. ટેલન્ટ સર્ચ ફર્મ Xphenoના ફાઉન્ડર કમલ કરાંધે કહ્યું કે મોટાભાગની કંપનીઓ નાની છે અને જેટ એરવેઝ જેટલો પગાર નહી આપી શકે. સ્ટાર્ટઅપ્સ અને નવી કંપનીઓ સોશિયલ મીડિયા પર જેટ એરવેઝના સ્ટાફને નોકરી પર રાખવા માટે સંપર્ક કરી રહી છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article