AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video : અંઘશ્રધ્ધા કે આસ્થા ? નવરાત્રીમાં જન્મેલા બે માથાવાળા વાછરડાને માનવામાં આવી રહ્યો છે દુર્ગાનો અવતાર

Video : અંઘશ્રધ્ધા કે આસ્થા ? નવરાત્રીમાં જન્મેલા બે માથાવાળા વાછરડાને માનવામાં આવી રહ્યો છે દુર્ગાનો અવતાર

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 14, 2021 | 1:23 PM
Share

ઓડિશાના એક ગામમાં એક ગાયે બે માથા અને ત્રણ આંખોવાળા વાછરડાને જન્મ આપ્યો છે.નવરાત્રી દરમિયાન આ વાછરડાનો જન્મ થતા ત્યાંના લોકો માટે આસ્થાનો વિષય બની ગયો છે.

Viral Video : ઘણી વખત આપણને દુનિયામાં એવી વસ્તુઓ જોવા મળે છે, જે જોઈને લોકો આશ્વર્ય ચકિત થઈ જાય છે.ત્યારે તાજેતરમાં આવી જ એક ઘટના લોકો માટે ચર્ચાનો વિષય બની છે.તમે એક શરીરમાં બે માથા વાળા બાળકોને જોયા હશે,પરંતુ શું તમે કોઈ પશુ- પ્રાણીના એક શરીરમાં બે માથા જોય છે ? તો સ્વાભાવિક છે કે તમારો જવાબ ના રહેશે. પરંતુ ઓડિશામાં એક ગાયે અનોખા વાછરડાને જન્મ આપ્યો છે. આ વાછરડાની (Calf) દેશભરમાં ચર્ચા કરવામાં આવી રહી છે.

વાછરડાને માનવામાં આવી રહ્યો છે દુર્ગાનો અવતાર

અહેવાલો અનુસાર, ઓડિશાના નબરંગપુરમાં બે માથાવાળા અને ત્રણ આંખવાળા વાછરડાનો જન્મ થયો છે, જેને જોવા માટે મોટી સંખ્યામાં ભીડ ઉમટી રહી છે. સાથે જ નવરાત્રિ (Navratri) દરમિયાન આ વાછરડાનો જન્મ થતા લોકોએ આ ઘટનાને આસ્થા સાથે જોડી દીધી છે. લોકો બે માથાવાળા અને ત્રણ આંખવાળા વાછરડાને દેવી દુર્ગાનો અવતાર માનીને તેની પૂજા કરી રહ્યા છે.

અંધશ્રધ્ધા કે આસ્થા ?

જ્યારે ગાયએ વાછરડાને જન્મ આપ્યો ત્યારે ખેડૂતે જોયું કે બાળકને એક માથું નહિ પણ બે માથા અને ત્રણ આંખો છે. થોડા સમય પછી, જ્યારે ગામના લોકોને આ વિશે ખબર પડી, લોકોએ નવરાત્રીમાં જન્મેલા વાછરડાને માતા દુર્ગાનો અવતાર (Durga Avatar) માનીને તેની પૂજા કરવાનું શરૂ કર્યું.તમને જણાવી દઈએ કે, આ વીડિયો હાલ ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

 

આ પણ વાંચો : Coal Crisis in India : કોલસાને લઇને પણ ટ્રેન્ડમાં આવ્યો શાહરુખ ખાન, લોકોએ શેયર કર્યા ફની મીમ્સ

આ પણ વાંચો : TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: જ્યારે એક બહેને રિક્ષા ડ્રાઇવરને ઝડપથી પ્રેગ્નેન્સી વોર્ડમાં લઇ જવા જણાવ્યુ

g clip-path="url(#clip0_868_265)">