સી.પી. જોશી બનશે CM,પાયલોટ સંભાળશે રાજસ્થાનની કમાન ! દોઢ કલાક સુધી સ્પીકર અને પાયલોટ વચ્ચે થઈ મુલાકાત

|

Sep 23, 2022 | 10:20 PM

કોંગ્રેસ નેતા સચિન પાયલોટ શુક્રવારે દિલ્હીથી આવીને સીધા જ વિધાનસભા સ્પીકર ડૉ. સી.પી. જોશીને મળવા પહોંચ્યા હતા અને બંને વચ્ચે લગભગ દોઢ કલાક સુધી ચર્ચા થઈ હતી.

સી.પી. જોશી બનશે CM,પાયલોટ સંભાળશે રાજસ્થાનની કમાન ! દોઢ કલાક સુધી સ્પીકર અને પાયલોટ વચ્ચે થઈ મુલાકાત
સચિન પાયલોટ

Follow us on

કોંગ્રેસ અધ્યક્ષ (Congress President) પદની રેસમાં આગળ ચાલી રહેલા અશોક ગેહલોત(Ashok Gehlot)ના સીએમ પદ છોડવાના સંકેત વચ્ચે કોંગ્રેસ નેતા સચિન પાયલોટ (Sachin Pilot) એક તરફ લોબિંગ કરી વિરોધી ધારાસભ્યોને મનાવવામાં લાગેલા છે, આ જ સિલસિલામાં સચિન પાયલોટે  શુક્રવારે દિલ્હીથી પરત ફરીને સીધા જ વિધાનસભા સ્પીકર ડૉ. સી.પી. જોશીને મળવા પહોંચ્યા હતા. એ બંને વચ્ચે લગભગ દોઢ કલાક સુધી વાતચીત થઈ હતી. વિધાનસભા સ્પીકર ડૉ. સી.પી. જોશીએ મુલાકાત બાદ પાયલોટ મીડિયાના સવાલોથી બચવા અન્ય દરવાજેથી બહાર નીકળી ગયા હતા.

મળતા અહેવાલ અનુસાર સચિન પાયલોટે કોંગ્રેસના ધારાસભ્યો સાથે પણ મુલાકાત કરી હતી. જાણકાર સૂત્રોના જણાવ્યા અનુસાર આ મુલાકાત ઘણી મહત્વપૂર્ણ ગણાઈ રહી છે. ખાસ બાબત એ છે કે વિધાનસભા સ્પીકર ડૉ. સી.પી. જોષીનું નામ CMની રેસમાં સૌથી આગળ ચાલી રહ્યુ છે. ત્યારે સવાલ એ પણ છે કે શું પાયલોટ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અને સી.પી. જોષીને CMની ખુરશી મળી શકે છે?

હાઈ કમાનનો નિર્ણય અમને મંજૂર- ગેહલોતના મંત્રી

બીજી તરફ અશોક ગેહલોતના મંત્રી પ્રતાપસિંહ ખાચરિયા વાસનું નિવેદન સામે આવ્યુ છે. તેમણે જણાવ્યુ છે કે પાર્ટી હાઈકમાનનો જે પણ નિર્ણય હશે તે અમને મંજૂર હશે. તેમણે વધુમાં એમ પણ કહ્યુ કે આ ચર્ચાનો વિષય નથી. કોંગ્રેસને દેશમાં મજબૂત કરવાની છે. આપને જણાવી દઈએ કે કોંગ્રેસ અધ્યક્ષ પદને લઈને બહુ જલ્દી ચૂંટણી થવા જઈ રહી છે, ત્યારે આ બધા વચ્ચે રાજસ્થાનના CM અશોક ગેહલોત સ્વીકારી ચુક્યા છે કે તેમનુ અધ્યક્ષપદની ચૂંટણી લડવાનુ લગભગ નક્કી જ છે. ત્યારે રાજ્યનો રાજનીતિ પણ ગરમાઈ છે. બીજી તરફ પાયલોટ પણ કટ્ટર વિરોધી ધારાસભ્યોને મનાવવામાં લાગી ગયા છે અને તેમની સાથે સંવાદ કરી રહ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

પાયલોટના હાવભાવથી મળી રહ્યા છે સંકેત

દિલ્હીથી પરત આવતા જ વિધાનસભા સ્પીકરને મળવા પહોંચેલા સચિન પાયલોટ એકદમ અલગ અંદાજમાં જોવા મળ્યા છે. રાજકીય ગલીઓમાં એવી પણ ચર્ચા છે કે પાયલોટના તેવર બતાવી રહ્યા છે કે હાઈકમાન તરફથી પોઝિટિવ સંકેત મળી ગયા છે. આથી જ પાયલોટ આટલા કોન્ફીડન્ટ જોવા મળી રહ્યા છે. પાયલોટ તેના વિરોધી ધારાસભ્યો સાથે પણ સંવાદ કરી રહ્યા છે. જો કે વિધાનસભા સ્પીકર ડૉ. સી.પી. જોષી સાથે મુલાકાત બાદ પાયલોટ મીડિયથી બચવા માટે બીજા દરવાજેથી નીકળી ગયા હતા.

Next Article