Budget 2021: આજે બજેટમાં મળી શકશે આ મહત્વના સવાલોના જવાબ, જાણો 21 સવાલો જેની પર ટકી છે સૌની નજર

નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) આ વખતે એવા સમયે બજેટ (Budget 2021) રજૂ કરી રહી છે, જે સમયે અર્થવ્યવસ્થામાં આઠેક ટકાના ઘટાડાની આશા છે. આ બજેટને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. અર્થશાસ્ત્રીઓના મુજબ આ વખતે બજેટથી અર્થવ્યવસ્થા અને બજાર થી જોડાયેલા 21 સવાલોના જવાબ મળી શકે છે.

Budget 2021: આજે બજેટમાં મળી શકશે આ મહત્વના સવાલોના જવાબ, જાણો 21 સવાલો જેની પર ટકી છે સૌની નજર
Nirmala Sitharaman
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Feb 01, 2021 | 9:10 AM

નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) આ વખતે એવા સમયે બજેટ (Budget 2021) રજૂ કરી રહી છે, જે સમયે અર્થવ્યવસ્થામાં આઠેક ટકાના ઘટાડાની આશા છે. આ બજેટને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. અર્થશાસ્ત્રીઓના મુજબ આ વખતે બજેટથી અર્થવ્યવસ્થા અને બજાર થી જોડાયેલા 21 સવાલોના જવાબ મળી શકે છે. જેની ખૂબ લાંબા સમયથી રાહ જોવાઇ રહી હતી. જો નાણામંત્રી દ્રારા એક સંતુલિત બજેટ રજૂ કરવામાં આશે તો, ના ફક્ત અર્થવ્યવસ્થાની ઝડપને તેજ કરવાનુ કાર્ય થશે, પરંતુ પાંચ ખબ ડોલરની અર્થવ્યવસ્થાનુ લક્ષ્ય મેળવવા માટે મદદ મળશે. જેના થી દેશમાં રોજગારી પર કાબુ મેળવવાનો અને બજારમાં માંગ વધારવામાં મદદ મળશે. વૈશ્વિક સ્તરે ભારત એક આર્થિક મહાશક્તિના સ્વરુપમાં ઉભરવામાં પણ મદદ મળી શકશે. કારણ કે કોરોના બાદ ચીન થી દુનિયાભરના દેશોનો મોહભંગ થયો છે. ચીનથી કંપનીઓ ભારત તરફ નજર કરી રહી છે. આ ભારત માટે સોનેરી અવસર છે. આમ તો પહેલા પણ નાણામત્રી (Finance Minister) નિર્મલા સીતારમણ રહી ચુક્યા છે કે, આ વખતે સદીનુ ઐતિહાસિક બજેટ હશે.

1. શેર બજારમાં તેજી બની રહેશે ?

બીસએસઇ સેન્સેક્સ 50 હજારના ઐતિહાસિક સ્કોરને સ્પર્શ કર્યા બાદ લગાતાર છઠ્ઠા દીવસે પણ નીચે જઇ રહ્યો છે. વિદેશી રોકાણકારો ઝડપ થી વેચવાલી કરી રહ્યા છે. આાવામાં નાણામંત્રી બજારને નવી ઉંચાઇ પર લઇ જવા કોઇ પગલા ભરશે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

2. વિદેશી નિવેશક ક્યાં સુધી ટકશે ?

બજેટ થી પહેલા વિદેશી નિવેશક પોતાના પૈસા ઝડપ થી નિરાળી રહ્યાં છે. જાણકારી છે કે શેરો પર લોન્ગ ટર્મ કેપિટલ્સ ગેંસ (એલટીસીજી) વધારવામાં આવશે. આવામાં સૌની નજર બજેટ પર છે. જો બજારને રાહત આપવામાં આવી તો વિદેશી રોકાણ વધી શકે છે, જે બજારને નવી ઉંચાઇ પર લઇ જઇ શકે છે.

3. ગોલ્ડ સિલ્વર કઇ દિશામાં જશે ?

વિતેલા દશ વર્ષમાં સોનાએ ખૂબ ખરાબ શરુઆત કરી છે. સોનુ જાન્યુઆરીમાં લગભગ ત્રણ ટકા તૂટી ચુક્યુ છે. આવામાં બજેટની મોટી અસર સોના અને ચાંદી પર જોવા મળી શકે છે. જો સોનાને સસ્તુ કરવા માટે ટેક્સમાં કાપ મુકવામાં આવશે તો નવી ઉંચાઇ જોવા મળી શકે છે.

4. રુપિયો કેટલો કમજોર થશે ?

અમેરિકી ડોલરના મુકાબલે રુપિયો 73 ની આસપાસ ચાલી રહ્યો છે. નાણા મંત્રી રુપિયાની મજબૂતી લાવવા માટે કોઇ પગલા ભરતી ઘોષણાં બજેટમાં કરશે, રુપિયો વધુ ગગડશે તેનો પણ સૌને ઇંતઝાર છે.

5. જોબ માર્કેટમાં સુધાર ક્યાં સુધી ?

કોરોના સંકટથી દેશમાં બેરોજગારી ઝડપ થી વધી રહી છે. આવામાં રોજગાર વધારવા માટે બજેટમાં શુ એલાન કરવામાં આવશે તેના પર સૌની નજર છે. રોજગાર વધવા થી બજારમાં માંગ વધારવામં મદદ મળશે.

6. શુ નિવેશ પર ઓછી છુટની સીમા વધશે ?

સામાન્ય કરદાતાઓને આ વખતે રોકાણ પર ધારા 80સી અને એનપીએસ હેઠળ કર સીમા વધવાની આશા છે. વર્ષ 2014 થી તેમાં કોઇ બદલાવ કરાયો નથી. સાથે જ હાલના સમયમાં ટેક્સ છુટની સીમા 2.5 લાખ રુપિયા છે, જેને વધારવાની આશા છે.

7. કુસુમ યોજનાનો વિસ્તાર થશે ?

ખેડૂતોને કુસુમ યોજનામાં વિસ્તારને લઇને ખૂબ આશા છે. આ યોજના હેઠળ કિસાનોને સબસીડી પર સોલાર પેનલ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

8. કૃષિઋણમાં વધારાની સંભાવના ?

ખેતીમાં ખર્ચ વધવાની સાથે ખેડૂતો કૃષિ ઋણમાં 25 ટકા સુધીના વધારાની માંગ કરી રહ્યા છે. આ મુદ્દા પર દેશભરના ખેડૂતોની નજર રહેશે.

9. સ્ક્રેપ પોલીસી ક્યારે લાગુ કરાશે ?

કોરોના અને લોકડાઉન ને કારણે વાહન ઉધોગને ભારી નુકશાન થયુ છે. આવામાં આ બજેટ થી સ્ક્રેપ પોલીસી લાગુ કરવાના મુદ્દા પર નિર્ણય થવાની આશા છે. આનાના થી નવા વાહનોના વેચાણમાં વધારો થશએ. જે વાહન ઉધોગને પાટા પર લાવવાનુ કામ કરી શકે છે.

10. બેંકમાં રોકાણ પર વ્યાજ ક્યારે વધારે મળશે ?

કોરાના સંકટ પછી આરબીઆઇ એ રેપો રેટમાં મોટો ઘટાડો થયો હતો. જેના બાદ બેંકોએ કર્જ સસ્તુ કર્યુ હતુ. સાથે જ એફડી સહિત તમામ યોજનાઓ પર વ્યાજ ઘટાડવામાં આવ્યુ હતુ. જેનુ મોટુ નુકશાન વરિષ્ઠ નાગરિકોને થઇ રહ્યુ છે. આવામાં આશા છે કે વ્યાજ વધારાને લઇને નાણા મંત્રી કોઇ સંકેત આપી શકે છે.

11 પેટ્રોલ અને ડિઝલ જીએસટીની મર્યાદામાં આવશે કે નહી ?

પેટ્રોલ-ડિઝલ સસ્તુ કરવાના માટે જીએસટી ની મર્યાદામાં તેને સમાવવાની માંગ લાંબા સમય થી વર્તાઇ રહી છે. આ સવાલનો જવાબ બજેટમાં મળવાની આશા છે.

12. બેંકોના એનપીએની હાલત કેટલી હદ સુધી બગડશે ?

બેંકોના એનપીએ બે આંકડામાં પહોંચી ગયા છે. બજેટમાં બેંકોની સ્થિતી સુધારવા અને એનપીએ ઘટાડવા માટે કેવા પગલાં ભરવામાં આવશે તેની પર સૌની નજર ટકી છે.

13. કોરોના સેસ કેટલો લાગશે અને શેના પર લાગશે ?

કોરોના બાદ ઘટેલા રાજસ્વ સંગ્રહની ભરપાઇ માટે કોરોના સેસ લગાવવામાં આવે તેવી સંભાવના છે. આ સેસ શેના પર લાગશે અને કેટલો લાગશે તેનો જવાબ પણ બજેટમાં મળી શકે છે.

14. વરિષ્ઠ નાગરિકોને વધારે રિટર્ન વાળો વિકલ્પ મળશે કે કેમ ?

હાલના વર્ષોમાં ફિક્સ્ડ આવક વાળા જમા ઉત્પાદકો પર વ્યાજ ઘટાડો છે. આવામાં સુકન્યા સમૃદ્ધી જેવા નવા ઉત્પાદનની માંગ વરિષ્ઠ નાગરિકો માટે કરવામાં આવી રહી છે. આવામાં નવા રોકાણ ઉત્પાદ ના એલાન પર નજર રહેશે.

15. સાઇબર સુરક્ષા ને માટે કેવા પગલા ભરવામાં આવશે ?

કોરોના સંકટ બાદ ડિઝીટલર ટ્રાંન્ઝેકશનમાં ખૂબ વધારો થયો છે. જેને લઇને સાઇબર ફ્રોડમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. આવામાં સાયબર સુરક્ષા માટે અલગ રીતે બજેટમાં ફાળવણી કરવામાં આવી શકે છે.

16. વર્ક ફ્રોમ હોમ માટે કોઇ પ્રકારની છુટ મળશે કે કેમ ?

કોરોના સંકટ બાદ વર્ક ફ્રોમ હોમ એક નવા ટ્રેન્ડના રુપમાં લેવામાં આવ્યુ છે. જોકે વર્ક ફોર્મ હોમ કરવા વાળા કર્મચારીઓ એ વધારે ટેક્સ આપવો પડી શકે છે. શુ તેને રાહત આપવા માટે નાણા મંત્રી કોઇ એલાન કરશે કે કેમ, તેની પર લાખ્ખો કર્મચારીઓની નજર રહેશે.

17. નાના ઉધોગોને કોઇ રાહત મળશે ?

કોરોનામાં સૌથી વધારે નુકશાન નાના ઉધોગોને થયુ છે. બજેટ થી આ સેક્ટરને ખૂબ જ આશા છે કે, ફંડ સહિત અન્ય જરુરીયાતોને માટે વિશેષ પ્રાવધાન નાણા પ્રધાન કરશે.

18. શહેરી આવાસ અને ભાડા પર મકાનની યોજનામાં કેટલી પ્રગતિ ?

કોરોના મહામારીની શરુઆતમાં સરકાર એ શહેરી વિકાસ આવાસ અને રેન્ટલ હાઉસ બનાવવાની ઘોષણાં કરી હતી. અત્યાર સુધી તેમાં શુ પ્રગતિ થઇ અને તેના માટે શુ પ્રાવધાન કરવામાં આવ્યુ તેનો જવાબ બજેટમાં મળી શકે છે.

19. સ્વરોજગાર અને કૌશલ્ય વિકાસ માટે શુ પગલા હશે ?

કેન્દ્ર સરકાર સ્વરોજગાર અને કૌશલ્ય વિકાસ પર જોર આપી રહી છે. આવામાં બજેટમાં સ્ટાર્ટ અપ ને વિશેષ ભાર આપવાના એલાન પર સૌની નજર રહેશે.

20. એલટીસી જેવી યોજવાઓ ફરી આવશે ?

કોરોના મહામારી બાદ અર્થવ્યવસ્થાની ગતી ઝડપી બનાવવા માટે એલટીસી યોજના સરકાર લઇ આવી હતી. આગળ પણ આવી કોઇ યોજવા આવી શકે છે કે કેમ તેનો જવાબ પણ બજેટ દરમ્યાન મળી શકે છે.

21 સ્વાસ્થ્ય સુરક્ષાને માટે નવા શુ પગલાંઓ હશે ?

કોરોના મહામારી એ દેશની નબળી સ્વાસ્થ્ય વ્યવસ્થાની હાલતનો સૌને પરિચય કરાવી દીધો છે. આવામાં બજેટમાં આ ક્ષેત્રમાં શુ કરવામાં આવશે, અને સામાન્ય લોકોને સસ્તી સારવાર મળી રહે એ માટે શુ એલાન કરવામાં આવે છે તેની પર પણ નજર રહેશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">