AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget 2021 Agriculture: ખેડૂતો માટે 75 હજાર 100 કરોડ રૂ.ની ફાળવણી, દેશમાં 5 મોટા કૃષિ હબ બનશે

Budget 2021 Agriculture : જુઓ બજેટમાં કૃષિક્ષેત્ર બાબતે નાણામંત્રીએ કરેલી જાહેરાતના મુખ્ય અંશો

Budget 2021 Agriculture: ખેડૂતો માટે 75 હજાર 100 કરોડ રૂ.ની ફાળવણી, દેશમાં 5 મોટા કૃષિ હબ બનશે
| Updated on: Feb 01, 2021 | 4:46 PM
Share

Budget 2021 Agriculture : નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ આગામી વર્ષ 2021-22 માટેનું બજેટ 1 ફેબ્રુઆરીના રોજ રજૂ કર્યું.

નાણામંત્રીએ બજેટમાં ખેડૂતો માટે મહત્વની કેટલીક જાહેરાત કરી છે. જેમાં તેમણે જણાવ્યું કે MSPના મામલે મૂળભૂત પરિવર્તન કરાશે. આ સાથે મંત્રીએ 2021 વર્ષ માટે ખેડૂતો માટે 75 હજાર 100 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. આ ઉપરાંત 1000 એપીએમસી માર્કેટ ઓનલાઇન કરાશે. દેશમાં એકસાથે મોટા 5 કૃષિ હબ બનાવવાની જાહેરાત કરી છે. છ વર્ષમાં એમએસપીમાં દોઢ ગણો વધારો કરવાની જાહેરાત કરી છે. સાથે મત્સ્યઉદ્યોગ માટે 5 મોટા બંદર બનશે તેવી પણ જાહેરાત કરી છે.

જુઓ બજેટમાં કૃષિક્ષેત્ર બાબતે નાણામંત્રીએ કરેલી જાહેરાતના મુખ્ય અંશો

ખેતી પાકોની ખરીદી માટે પૂરજોશમાં તૈયારી

2021 વર્ષ માટે ખેડૂતો માટે 75 હજાર 100 કરોડ રૂપિયાની ફાળવણી

ખેતીપાકોની સરકારી ખરીદ પ્રક્રિયા સતત ચાલુ

છ વર્ષમાં એમએસપીમાં દોઢ ગણો વધારો

પશુપાલન, ડેરી અને માછલી વ્યવસાયમાં દેવા માફીમાં વધારો

1000 એપીએમસી માર્કેટ ઓનલાઇન કરાશે

ઘઉં ઉગાડનારા ખેડૂતોની સંખ્યામાં વધારો

દેશમાં એકસાથે મોટા 5 કૃષિ હબ બનશે

1 લાખ 41 હજાર કવીન્ટલ ધાન્યપાકોની ખરીદી સરકારે કરી

એમએસપી સિસ્ટમમાં મોટો ફેરફાર કરાશે

દેશમાં મત્સ્ય ઉદ્યોગ માટે 5 નવા બંદર બનશે

ઘઉના ઉત્પાદન માટે ખેડૂતોને 75,060 કરોડ અપાશે. આનાથી 43.36 લાખ ખેડૂતોને લાભ મળશે

કપાસ ઉત્પાદન માટે ખેડૂતોને 25,974 કરોડ રૂપિયા અપાશે. આ આંકડો 2013-14માં 90 કરોડ રૂપિયા હતો

2021-22માં એગ્રીકલ્ચર ક્રેડિટ ટાર્ગેટ 16.5 લાખ કરોડનો છે. ઓપરેશન ગ્રીન સ્કીમમાં ઝડપથી ખરાબ થનાર 22 પાકને સામેલ કરાશે.

એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ સુધી APMCની પહોંચ હશે. કોચ્ચિ, ચેન્નાઈ, વિશાખાપટ્ટનમ, પારાદીપ અને પેટુઆઘાટ જેવા શહેરોમાં 5 મોટા ફિશિંગ હાર્બર બનશે.

તમિલનાડુમાં મલ્ટીપર્પઝ સી-વિડ પાર્ક બનશે. એનિમલ હસ્બેન્ડ્રી, મત્સ્ય પાલનને પ્રોત્સાહન અપાશે.

g clip-path="url(#clip0_868_265)">