પાકિસ્તાનની ફરી નાપાક હરકત આવી સામે ! અમૃતસરમાં ડ્રોન દેખાતા BSFએ હાથ ધર્યું સર્ચ ઓપરેશન

|

Oct 28, 2021 | 1:14 PM

પંજાબમાં (Punjab) પાકિસ્તાની ડ્રોન (Pakistani Drone) વારંવાર દેખાઈ રહ્યું છે. અમૃતસર પહેલા પંજાબના ગુરદાસપુર જિલ્લામાં BSFના જવાનોએ પાકિસ્તાની ડ્રોન જોયું હતું.

પાકિસ્તાનની ફરી નાપાક હરકત આવી સામે ! અમૃતસરમાં ડ્રોન દેખાતા BSFએ હાથ ધર્યું સર્ચ ઓપરેશન
File photo

Follow us on

પંજાબના (Punjab) અમૃતસરમાં અજનાલા પોલીસ સ્ટેશન વિસ્તાર પાસે ભારત-પાકિસ્તાન બોર્ડર (india-pakistan border)  પર એક ડ્રોન જોવા મળ્યું હતું. શાહપુર બોર્ડર ચોકી પાસે ડ્રોન જોવા મળ્યું હતું. બોર્ડર સિક્યોરિટી ફોર્સની 73મી બટાલિયને ડ્રોન પર ગોળીબાર કર્યો હતો. જે બાદ તે સરહદથી પાકિસ્તાન તરફ ગયું હતું. BSF અને સુરક્ષા એજન્સીઓ આ આશંકા વચ્ચે વિસ્તારની શોધ કરી રહી છે કે ડ્રોનનો ઉપયોગ સરહદની ભારતીય બાજુમાં માલ સામાન છોડવા માટે કરવામાં આવ્યો હતો.

આવું જ એક ડ્રોન 19 અને 20 ઓક્ટોબરની મધ્યરાત્રિએ અમૃતસર સેક્ટરમાં ભારત-પાકિસ્તાન બોર્ડર પર જોવા મળ્યું હતું, જેના પછી BSFએ ગોળીબાર કર્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે વિસ્તારની તલાશી બાદ BSF જવાનોએ એક કિલો હેરોઈન અને તેની સાથે જોડાયેલ લોખંડની વીંટી મળી આવી હતી. પહેલો ડ્રોન હુમલો 27 જૂને જમ્મુમાં ભારતીય વાયુસેના (IAF) સ્ટેશન પર થયો હતો. સરહદ પારથી બે ડ્રોને બોમ્બ ફેંક્યા હતા જેમાં બે એરમેન ઘાયલ થયા અને બિલ્ડિંગના એક ભાગને નુકસાન થયું.

IAF સ્ટેશનો પર NSG તૈનાત
તાજેતરના મહિનાઓમાં ડ્રોન જોયા પછી આ મહત્વપૂર્ણ સ્થાપનોને એન્ટી-ડ્રોન સુરક્ષા કવચ પ્રદાન કરવા માટે શ્રીનગર અને જમ્મુના IAF સ્ટેશનો પર નેશનલ સિક્યુરિટી ગાર્ડ્સ (NSGs) તૈનાત કરવામાં આવ્યા છે. વાસ્તવમાં પંજાબમાં પાકિસ્તાનથી આવતા ડ્રોન સતત જોવા મળે છે. આ ડ્રોન પંજાબમાં હથિયારો છોડી રહ્યા છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

છેલ્લા કેટલાક દિવસોમાં પંજાબમાં ઘણી વખત ડ્રોનથી છોડવામાં આવેલા હથિયારોનો મોટો જથ્થો ઝડપાયો છે. સુરક્ષા નિષ્ણાતોને આશંકા છે કે પંજાબમાં છોડવામાં આવેલા હથિયારોનો આ કન્સાઈનમેન્ટ કાશ્મીરમાં સપ્લાય કરવાનો હતો.

આ વર્ષે 3 ઓક્ટોબરે જમ્મુના સૌજન ગામમાં ડ્રોન દ્વારા હથિયારો છોડવામાં આવ્યા હતા. સૌજનમાં એક AK-47, 3 મેગેઝિન, 30 બુલેટ અને નાઇટ વિઝન ડિવાઈસ છોડવામાં આવ્યા હતા. 9 ઓગસ્ટના રોજ પાકિસ્તાનના ડ્રોને અમૃતસરમાં હથિયારો છોડ્યા હતા. અમૃતસરમાં હેન્ડ ગ્રેનેડ, ટિફિન બોમ્બ, આઈઈડી અને કારતુસ છોડવામાં આવ્યા હતા.

12 જૂને અમૃતસરના સુંદરગઢમાં પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યું હતું. 25 સપ્ટેમ્બરે તરનતારનમાં પાકિસ્તાની ડ્રોન 7 થી 8 વખત જોવા મળ્યા હતા. તરનતારનમાં ડ્રોનથી રાઈફલ, પિસ્તોલ, હેન્ડ ગ્રેનેડ અને સેટેલાઇટ ફોન છોડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : Guru Pushya Nakshatra 2021: આજે 28 ઓકટોબરે વર્ષો બાદ વિશેષ સંયોગ, ગુરુપુષ્ય નક્ષત્રમાં ખરીદી કરવા માટે નહીં જોવું પડે પંચાંગ

આ પણ વાંચો : અમેરિકાએ, ચીનની કંપનીઓને 60 દિવસમાં દેશ છોડવા કહ્યુ, જાસુસીના વઘતા બનાવને લઈને કર્યો નિર્ણય

Next Article