હવે ‘ડ્રોન’ તોફાનીઓને પાઠ ભણાવશે, BSFએ બનાવી આ ખાસ સિસ્ટમ

|

Sep 03, 2022 | 7:51 AM

આ ડ્રોન સિસ્ટમ (Drone system) વિશે એક અધિકારીએ કહ્યું કે, આ સિસ્ટમ સુરક્ષા દળો માટે કાનુન-વ્યવસ્થા જાળવવામાં ઘણી મદદગાર સાબિત થઈ શકે છે.

હવે ડ્રોન તોફાનીઓને પાઠ ભણાવશે, BSFએ બનાવી આ ખાસ સિસ્ટમ
BSF develops drone

Follow us on

બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) એ એક ડ્રોન સિસ્ટમ વિકસાવી છે. જે ટીયર ગેસના (Tear gas) શેલ છોડી શકે છે, જેનો ઉપયોગ પોલીસ પ્રદર્શનકારીઓ અને ઉપદ્રવીઓને નિયંત્રિત કરવા માટે કરી શકે છે. બીએસએફના એક વરિષ્ઠ અધિકારીએ શુક્રવારે આ જાણકારી આપી. અધિકારીએ કહ્યું કે, ‘ડ્રોન ટીયર સ્મોક લોન્ચર’નો ઉપયોગ ડ્રોનમાંથી ટીયર ગેસના શેલ છોડવા માટે કરી શકાય છે. અધિકારીએ કહ્યું કે, આ સિસ્ટમ સુરક્ષા દળો માટે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં ઘણી મદદગાર સાબિત થઈ શકે છે.

બીએસએફના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, નવી ડ્રોન સિસ્ટમનું તાજેતરમાં મધ્યપ્રદેશના ટેકનપુર ખાતે દળના ‘ટાયર સ્મોક યુનિટ’ (TSU) પર પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે BSFના મહાનિર્દેશક પંકજ કુમાર સિંહની અધ્યક્ષતામાં દિલ્હીમાં યોજાયેલી સ્પેશિયલ યુનિટની વાર્ષિક ગવર્નિંગ બોડીની બેઠકમાં આ અંગેની માહિતી આપવામાં આવી હતી. TSUની સ્થાપના 1976માં BSF હેઠળ કરવામાં આવી હતી અને તે કેન્દ્રીય અને રાજ્ય પોલીસ દળોને ટીયર ગેસના શેલ પૂરા પાડે છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

BSFએ વીડિયો કર્યો છે જાહેર

ફોર્સ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં, ધાતુના પાંજરામાં રાખવામાં આવેલા છ ટીયર ગેસના શેલને ડ્રોન દ્વારા નિર્ધારિત સ્થળે હવામાંથી છોડવામાં આવતા જોઈ શકાય છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સ ખાસ કરીને પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથેની ભારતીય સરહદોની સુરક્ષા માટે તૈનાત છે. આ ઉપરાંત દેશની આંતરિક સુરક્ષાના ક્ષેત્રમાં પણ દળો વિવિધ પ્રકારની ભૂમિકા ભજવે છે.

વિદેશી શસ્ત્રો પર ભારતની નિર્ભરતા ઘટી

આ બેઠક દરમિયાન BSFના મહાનિર્દેશક પંકજ કુમારે TSUની પ્રશંસા કરી હતી. કારણ કે TSU પોલીસ અને સુરક્ષા દળો માટે વિવિધ પ્રકારના બિન-ઘાતક શસ્ત્રો લાવી હતી. કુમારે કહ્યું, “આ વસ્તુઓના સ્વદેશી ઉત્પાદને વિદેશી શસ્ત્રો પર ભારતની નિર્ભરતામાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે.” બીએસએફના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ટીએસયુ ઘણા વધુ લેક્રીમેટરી મ્યુનિશન્સ, ફ્લેશ-બેંગ શેલ્સ, ઈમ્પેક્ટ મ્યુનિશન અને વિશેષ કામગીરી માટે કસ્ટમાઈઝ્ડ પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરે છે.

(ભાષા ઇનપુટ સાથે)

Next Article