West Bengal હિંસાને લઈને BSFનો ચૂંટણી પંચ પર મોટો આરોપ, કહ્યું- ચૂંટણી પંચે સંવેદનશીલ બૂથની માહિતી ન આપી

સીમા સુરક્ષા દળે રાજ્ય ચૂંટણી પંચ પર મોટો આરોપ લગાવતા BSFના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે સંવેદનશીલ મતદાન મથકો અને વિસ્તારો અંગે ચૂંટણી પંચે કોઈ જાણકારી આપી ન હતી. અધિકારીએે જણાવ્યું છે બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) દ્વારા વારંવાર વિનંતીઓ કરવા આવી તેમ છત્તા પશ્ચિમ બંગાળ રાજ્ય ચૂંટણી પંચે કોઈ માહિતી આપી ન હતી.

West Bengal હિંસાને લઈને BSFનો ચૂંટણી પંચ પર મોટો આરોપ, કહ્યું- ચૂંટણી પંચે સંવેદનશીલ બૂથની માહિતી ન આપી
BSF big allegation on Election Commission
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 09, 2023 | 1:01 PM

West Bengal Violence: પશ્ચિમ બંગાળની પંચાયત ચૂંટણીમાં ભડકેલી હિંસાને લઈને BSFએ ચૂંટણી પંચ પર મોટો આરોપ લગાવ્યો છે. સીમા સુરક્ષા દળે રાજ્ય ચૂંટણી પંચ પર મોટો આરોપ લગાવતા BSFના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે સંવેદનશીલ મતદાન મથકો અને વિસ્તારો અંગે ચૂંટણી પંચે કોઈ જાણકારી આપી ન હતી. અધિકારીએે જણાવ્યું છે બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) દ્વારા વારંવાર વિનંતીઓ કરવા આવી તેમ છત્તા પશ્ચિમ બંગાળ રાજ્ય ચૂંટણી પંચે કોઈ માહિતી આપી ન હતી.

હિંસાની આગમાં સળગ્યા લોકો

પશ્ચિમ બંગાળમાં ગઈકાલે યોજાયેલ પંચાયત ચૂંટણીમાં હિંસા જોવા મળી હતી ત્યારે અત્યાર સુધીમાં 20 થી વધુ લોકોના મોત થયા હોવાની માહિતી મળી રહી છે, જ્યારે પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ છે અને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યારે હિંસા બાદ બંગાળ સરકાર મમતા બેનર્જી પર સુરક્ષાના અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. બીએસએફના ડીઆઈજી એસએસ ગુલેરિયાએ જણાવ્યું હતું કે બીએસએફે રાજ્ય ચૂંટણી પંચને સંવેદનશીલ મતદાન મથકોની માહિતી માંગવા માટે ઘણા પત્રો લખ્યા હતા, પરંતુ ચૂંટણીના આગલા દિવસ સુધી કોઈ માહિતી આપવામાં આવી ન હતી.

તેમણે કહ્યું કે પશ્ચિમ બંગાળ સરકારે માત્ર સંવેદનશીલ મતદાન મથકોની સંખ્યા સાથે જવાબ આપ્યો છે પણ સ્થાન અને અન્ય વિગતો આપી ન હતી.

Hair tips : વાળના વિકાસ માટે કયું Oil સારું? બદામનું કે કોકોનટનું
ગાયે પોલીથીન ખાધી છે કે નહીં ? આ રીતે જાણો
No Muslim Country : દુનિયાનો એવો દેશ જ્યાં એક પણ મુસ્લિમ નથી!
Chanakya Niti: ઓછા સમયમાં જલદી ધનવાન બની જાય છે આ લોકો !
Fruits : સંતરા ખાધા પછી પાણી પીવું જોઈએ કે નહીં?
Saif Ali Khan Stabbed: ઈબ્રાહિમ નહીં, પણ 8 વર્ષના તૈમુરની સાથે હોસ્પિટલ પહોંચ્યો હતો સૈફ અલી ખાન !

BSFને સાચી માહિતી ન આપવાનો ચૂંટણી પંચ પર આરોપ

“સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સીસ (CAPF) અને રાજ્ય સશસ્ત્ર પોલીસની 59,000 જેટલી ટુકડીઓ ચૂંટણી ફરજ માટે 25 રાજ્યોના સીએપીએફ તૈનાત કરવામાં આવ્યા હતા, પરંતુ સંવેદનશીલ મતદાન મથકોની પુરતી માહિતી ન હોવાને કારણે તેનો પૂરતો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો,”

શનિવારે પંચાયત ચૂંટણી દરમિયાન રાજ્યભરમાં થયેલી હિંસામાં ઓછામાં ઓછા 20 લોકો માર્યા ગયા અને ઘણા ઘાયલ થયા છે. મુર્શિદાબાદ, કૂચ બિહાર, માલદા, દક્ષિણ 24 પરગણા, ઉત્તર દિનાજપુર અને નાદિયા જેવા કેટલાક જિલ્લાઓમાંથી બૂથ કેપ્ચરિંગ, મતપેટીઓને નુકસાન અને પ્રિસાઇડિંગ અધિકારીઓ પર હુમલાની જાણ કરવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે કોલકાતા હાઈકોર્ટના આદેશ બાદ શનિવારે પંચાયત ચૂંટણી દરમિયાન કેન્દ્રીય દળોને તૈનાત કરવામાં આવ્યા હતા, પરંતુ આરોપ છે કે ચૂંટણી પંચ દ્વારા તે બૂથ પર કેન્દ્રીય દળોને તૈનાત કરવામાં આવ્યા ન હતા, જે વધુ સંવેદનશીલ હતા.

BSFના ઉચ્ચ અધિકારીઓ ચૂંટણી કમિશનરને મળ્યા

શનિવારે મતદાન દરમિયાન રાજ્યમાં ભારે હિંસા થઈ હતી. આરોપ છે કે તે સમયે હિંસા થઈ રહી હતી. હિંસા રોકવા માટે કેન્દ્રીય દળોનો યોગ્ય ઉપયોગ કરવામાં આવ્યો ન હતો. ચૂંટણીમાં હિંસાના અહેવાલો વચ્ચે BSFના IG રાજ્ય ચૂંટણી પંચને મળ્યા હતા.

મીટિંગ દરમિયાન જ બીએસએફના આઈજીએ કેન્દ્રીય દળોની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">