AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking news: NCERTનો મોટો નિર્ણય, SGPCની માંગ બાદ ધોરણ 12ના પુસ્તકમાંથી હટાવશે ખાલિસ્તાનનો ઉલ્લેખ

NCERTના 12માના પુસ્તકમાંથી ખાલિસ્તાનનો ઉલ્લેખ હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ (SGPC) એ ગયા મહિને નેશનલ કાઉન્સિલ ઑફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT)ને પત્ર લખીને અભ્યાસક્રમમાંથી તેને દૂર કરવાની માંગ કરી હતી.

Breaking news: NCERTનો મોટો નિર્ણય, SGPCની માંગ બાદ ધોરણ 12ના પુસ્તકમાંથી હટાવશે ખાલિસ્તાનનો ઉલ્લેખ
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 01, 2023 | 8:02 PM
Share

NCERTના 12માના પુસ્તકમાંથી ખાલિસ્તાનનો ઉલ્લેખ હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ (SGPC) એ ગયા મહિને નેશનલ કાઉન્સિલ ઑફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT)ને પત્ર લખીને અભ્યાસક્રમમાંથી તેને દૂર કરવાની માંગ કરી હતી. સ્કૂલ એજ્યુકેશન સેક્રેટરી સંજય કુમારે કહ્યું કે SGPC એ NCERTને 12મા ધોરણના પોલિટિકલ સાયન્સ પુસ્તકમાં શ્રી આનંદપુર સાહિબ સંકલ્પ પર વાંધાજનક કન્ટેન્ટને લઈને પત્ર લખ્યો છે.   રાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ એટલે કે NCERTએ ફરી એકવાર મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણય ખાલિસ્તાન સંબંધિત છે. NCRETએ ધોરણ 12ની નવી પાઠ્યપુસ્તકમાંથી ખાલિસ્તાનનો ઉલ્લેખ હટાવવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય પોતે જ મોટો છે. SGPCએ NCRETને પત્ર લખીને તેને હટાવવાની માંગ કરી હતી. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે દેશમાં ખાલિસ્તાનની માંગને સમર્થન આપવાના પ્રયાસો થઈ રહ્યા છે.

અધિકારીએ શું કહ્યું

સ્કૂલ એજ્યુકેશન સેક્રેટરી સંજય કુમારે કહ્યું કે SGPC એ NCERTને ધોરણ 12ની પોલિટિકલ સાયન્સની પુસ્તકમાં શ્રી આનંદપુર સાહિબ સંકલ્પ પર વાંધાજનક સામગ્રીને લઈને પત્ર લખ્યો છે. પંક્તિ ‘…પરંતુ આને અલગ શીખ રાષ્ટ્રની અરજી તરીકે પણ અર્થઘટન કરી શકાય છે’…તે જ વિભાગમાં, ચોથા પેરાના છેલ્લા વાક્યમાંથી, ‘…અને ખાલિસ્તાનની રચના’ દૂર કરવામાં આવી છે. ‘ પણ દૂર કરવામાં આવી છે.

SGPCએ શું કહ્યું

આનો ઉલ્લેખ કરતા SGPC પ્રમુખ હરજિન્દર સિંહ ધામીએ કહ્યું કે SGPC શીખો વિશે ફેલાવવામાં આવી રહેલી ખોટી માહિતી સામે સખત વાંધો ઉઠાવે છે. આ સાથે તેમણે કહ્યું કે NCERT પુસ્તકોમાં શીખો સાથે સંબંધિત ઐતિહાસિક સંદર્ભોને વિકૃત કરવામાં આવ્યા છે. શીખોને અલગતાવાદી તરીકે રજૂ ન કરવા જોઈએ. લખાણ તાત્કાલિક દૂર કરવું જોઈએ. અગાઉ NCERTએ શૈક્ષણિક સત્ર 2023-24 માટે CBSE ધોરણ 12 પોલિટિકલ સાયન્સની પાઠ્યપુસ્તકમાંથી મહાત્મા ગાંધી, હિંદુ-મુસ્લિમ એકતા અને RSS પરના ઘણા પાઠો પણ દૂર કર્યા છે.

Manipur Violence : મણિપુરની આગ ઠારવા અમિત શાહે ઈમ્ફાલમાં યોજ્યો બેઠકોનો દૌર, ચુરાચંદપુરની પણ લેશે મુલાકાત

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
g clip-path="url(#clip0_868_265)">