AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking: ઘરમાં રાખેલા સોનાનો હિસાબ તો આપવો જ પડશે, ગોલ્ડ રાખવાની છૂટ પર સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ

સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે નિર્ધારિત મર્યાદામાં સોનું રાખવાની છૂટ હોવા છતાં, આવકથી વધુ સંપત્તિના કેસમાં આરોપીએ સોનાની આવકનો સ્ત્રોત જણાવવો જ પડશે. કોર્ટે પટના હાઈકોર્ટનો આદેશ રદ કરી બિહારની મહિલા સામે ભ્રષ્ટાચારનો કેસ ફરી ચલાવવાનો નિર્દેશ આપ્યો છે.

Breaking: ઘરમાં રાખેલા સોનાનો હિસાબ તો આપવો જ પડશે, ગોલ્ડ રાખવાની છૂટ પર સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ
| Updated on: Nov 12, 2026 | 2:49 PM
Share

સોનાને લઈને સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. કોર્ટે કહ્યું છે કે સોનું રાખવાની છૂટ હોવા છતાં તેની આવકનો સ્ત્રોત જણાવવો પડશે. સુપ્રીમ કોર્ટે આવકથી વધુ સંપત્તિના કેસમાં આ અવલોકન કર્યું છે. આ સાથે જ પટના હાઈકોર્ટનો આદેશ રદ કરી દીધો છે, જેના પગલે બિહારની મહિલા વિરુદ્ધ ભ્રષ્ટાચારનો કેસ ફરી ચાલશે. કોર્ટે જણાવ્યું કે સોનું રાખવાની પાત્રતા અને તેના સ્ત્રોતનો હિસાબ આપવો એ બંને અલગ-અલગ બાબતો છે.

સુપ્રીમ કોર્ટે આવકથી વધુ સંપત્તિના કેસમાં મહત્વનો ચુકાદો આપતાં સ્પષ્ટ કર્યું કે નિર્ધારિત મર્યાદાની અંદર સોનું હોવાનો અર્થ એ નથી કે આરોપીને તેના સ્ત્રોતનો હિસાબ આપવામાંથી મુક્તિ મળી જશે. કોર્ટે કહ્યું કે સોનું રાખવાની મંજૂરી આપતા સરકારી પરિપત્રો (સર્ક્યુલર) અને પ્રેસ રિલીઝ આપમેળે એ સાબિત કરતા નથી કે સંબંધિત સંપત્તિ કાયદેસરની આવકમાંથી ખરીદવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટે રદ કર્યો પટના હાઈકોર્ટનો આદેશ

જસ્ટિસ કે.વી. વિશ્વનાથન અને જસ્ટિસ અરુણ પલ્લીની બેન્ચે બિહાર સરકારની અપીલ સ્વીકારતાં પટના હાઈકોર્ટનો આદેશ રદ કર્યો હતો. હાઈકોર્ટે એક મહિલા વિરુદ્ધ આવકથી વધુ સંપત્તિના કેસમાં નીચલી અદાલત દ્વારા લેવામાં આવેલા સંજ્ઞાનને રદ કરી દીધું હતું. કેસની વિગત મુજબ, 11 મે 2015 ના રોજ બિહારના વિજિલન્સ પોલીસ સ્ટેશનમાં ફૂલપરી કુમારી અને તેમના પતિ વિરુદ્ધ આવકથી વધુ સંપત્તિ રાખવાના આરોપસર FIR નોંધવામાં આવી હતી. તપાસ બાદ 29 જુલાઈ 2020 ના રોજ માત્ર ફૂલપરી કુમારી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ 28 જાન્યુઆરી 2021 ના રોજ પટનાની વિશેષ વિજિલન્સ અદાલતે કેસમાં સંજ્ઞાન લીધું હતું.

મહિલાએ પટના હાઈકોર્ટમાં આ આદેશને પડકાર્યો હતો. તેમની દલીલ હતી કે આવકવેરા વિભાગના 11 મે 1994 ના નિર્દેશ અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT) ની 1 ડિસેમ્બર 2016 ની પ્રેસ રિલીઝ મુજબ પરિણીત મહિલા 500 ગ્રામ, અપરિણીત મહિલા 250 ગ્રામ અને પુરુષ 100 ગ્રામ સોનું પોતાની પાસે રાખી શકે છે. મહિલા તરફથી દલીલ કરાઈ હતી કે તેમની પાસે નિર્ધારિત મર્યાદા કરતાં વધુ સોનું નહોતું, તેથી તેમની સામે કાર્યવાહી કરી શકાય નહીં.

આવકથી વધુ સંપત્તિ કેસમાં ગુનાહિત કાર્યવાહી રદ કરી હતી

પટના હાઈકોર્ટે આ દલીલ સ્વીકારતાં કહ્યું હતું કે મહિલા પાસે 750 ગ્રામથી વધુ સોનું નથી અને વિજિલન્સ વિભાગે સોનાના વજન તથા સંપત્તિની ગણતરીમાં ભૂલ કરી છે. હાઈકોર્ટે આ જ આધારે તેમની વિરુદ્ધ ગુનાહિત કાર્યવાહી રદ કરી હતી. ત્યારબાદ બિહાર સરકારે હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો અને રાજ્ય સરકાર તરફથી દલીલ કરવામાં આવી હતી કે સોનું રાખવાની પાત્રતા અને ભ્રષ્ટાચારના કેસમાં તે સોનાના સ્ત્રોતનો હિસાબ આપવો એ બે અલગ બાબતો છે.

સંપત્તિ અંગે લાગેલા આરોપોની સ્પષ્ટતા આપવી પડશે

સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ કે.વી. વિશ્વનાથન અને જસ્ટિસ અરુણ પલ્લીની બેન્ચે 2 નવેમ્બરે આપેલા ચુકાદામાં રાજ્ય સરકારની દલીલ માન્ય રાખતાં કહ્યું કે આવકથી વધુ સંપત્તિના કેસમાં આરોપીએ પોતાની સંપત્તિ અંગે લાગેલા આરોપોનો ખુલાસો કરવો પડે છે. માત્ર અમુક સરકારી પરિપત્રો અને પ્રેસ રિલીઝ બતાવી દેવા, જેમાં ચોક્કસ માત્રા સુધી સોનું રાખવાની છૂટ અપાઈ હોય, તે સંબંધિત સંપત્તિના સ્ત્રોતનો હિસાબ આપવા બરાબર નથી. બેન્ચે પટના હાઈકોર્ટના તર્કને સંપૂર્ણપણે અયોગ્ય ગણાવીને 14 મે 2026 નો તેનો આદેશ રદ કર્યો હતો.

આ સાથે જ 28 જાન્યુઆરી 2021 ના રોજ વિશેષ વિજિલન્સ અદાલત દ્વારા લેવાયેલા સંજ્ઞાનને પુનઃસ્થાપિત કરતાં નિર્દેશ આપ્યો કે કેસની કાર્યવાહી તે જ તબક્કાથી આગળ વધશે. જોકે, સુપ્રીમ કોર્ટે મહિલાને કાયદા હેઠળ ટ્રાયલ કોર્ટમાં અન્ય કાનૂની દલીલો રજૂ કરવાની છૂટ આપી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે તે દલીલો પર નિર્ણય સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટની ટિપ્પણીઓથી પ્રભાવિત થયા વિના લેવામાં આવશે.

Breaking: દાદાની મિલકત પર પૌત્રનો જન્મસિદ્ધ અધિકાર છે કે નહિ? જાણો સુપ્રીમ કોર્ટે શું ચુકાદો આપ્યો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">