AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking: દાદાની મિલકત પર પૌત્રનો જન્મસિદ્ધ અધિકાર છે કે નહિ? જાણો સુપ્રીમ કોર્ટે શું ચુકાદો આપ્યો

સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ અનુસાર, દાદાના અવસાન બાદ પ્રથમ શ્રેણીના વારસદારો વચ્ચે વહેંચણી થતાં પિતાને મળેલો હિસ્સો તેમની અંગત મિલકત બને છે, તેથી પિતાના જીવતેજીવ પૌત્ર તેમાં ભાગ માંગી શકે કે નહીં ? જાણો શું છે સમગ્ર મામલો ...

Breaking: દાદાની મિલકત પર પૌત્રનો જન્મસિદ્ધ અધિકાર છે કે નહિ? જાણો સુપ્રીમ કોર્ટે શું ચુકાદો આપ્યો
| Updated on: Nov 10, 2026 | 2:32 PM
Share

સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ, 1956ની કલમ 8 હેઠળ દાદાની મિલકત પર સીધી રીતે પૌત્રનો કોઈ જન્મસિદ્ધ હક બનતો નથી. પહેલા મિલકત પ્રથમ શ્રેણી (Class I) ના વારસદારોને ટ્રાન્સફર થાય છે અને તેમની વચ્ચે ભાગલા પડ્યા બાદ (દાદાના પુત્ર એટલે કે પૌત્રના પિતાને) પિતાને મળેલો હિસ્સો તેમની અંગત મિલકત બને છે. આવા સંજોગોમાં દાદાની મિલકત પર પૌત્રનો કોઈ જન્મસિદ્ધ અધિકાર રહેતો નથી.

જસ્ટિસ ઑગસ્ટિન જ્યોર્જ મસીહ અને જસ્ટિસ સુનિતા અગ્રવાલની બેન્ચે એક પુત્ર દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલને ફગાવી દેતાં આ ચુકાદો આપ્યો હતો. અરજદારે તે જમીનમાં અડધો હિસ્સો માંગ્યો હતો જે તેના પિતાને દાદાની મિલકતના ભાગલામાં મળી હતી અને પિતાએ પાછળથી તે વેચી દીધી હતી.

અપીલ પર સુનાવણી કરતાં મદ્રાસ હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો કે વાદી એટલે કે અપીલકર્તાને તે મિલકતમાં કોઈ જન્મસિદ્ધ અધિકાર મળ્યો નથી, જે તેના દાદાના અવસાન પછી ભાગલા દ્વારા તેના પિતાના હાથમાં આવી હતી; તેથી તે મિલકતમાં ભાગલા માંગવા માટે હકદાર નથી. હાઈકોર્ટના આ નિર્ણય સામે અપીલકર્તાએ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. સુપ્રીમ કોર્ટે નોંધ્યું કે 1994ના સમાધાન હુકમનામા (કોમ્પ્રોમાઇઝ ડિક્રી) કે વેચાણ દસ્તાવેજો (સેલ ડીડ્સ)ને કોઈ પડકાર આપવામાં આવ્યો નથી અને માત્ર ભાગલા હેઠળ અડધા હિસ્સાના કબજાની માંગણી કરવામાં આવી છે.

‘અનુસૂચિની પ્રથમ શ્રેણી હેઠળ પૌત્ર વારસદાર નથી’

સુપ્રીમ કોર્ટે આ પ્રશ્ન નક્કી કર્યો કે શું અપીલકર્તા પોતાના જીવિત પિતાની મિલકતમાં અડધા હિસ્સા માટે હકદાર છે અને શું તે આ મિલકત પૈતૃક/સંયુક્ત કુટુંબની મિલકત હોવાના આધારે ભાગલાનો આદેશ માંગી શકે? સુપ્રીમ કોર્ટ સમક્ષ અપીલકર્તાએ હિન્દુ ઉત્તરાધિકાર (તમિલનાડુ સુધારો) અધિનિયમ, 1989ની કલમ 29A ટાંકીને એવી દલીલ કરી હતી કે સમાધાનના આદેશે પિતાના હિસ્સાને સ્વ-ઉપાર્જિત મિલકતમાં બદલ્યો નથી અને પિતાએ તેને સહભાગી (કોપાર્સનરી) મિલકતના કર્તા તરીકે ધારણ કરી હતી.

સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે અનુસૂચિ (Schedule)ની પ્રથમ શ્રેણી (Class I) હેઠળ પૌત્ર (પુત્રના પુત્ર)નો વારસદાર તરીકે ઉલ્લેખ નથી, તેથી આ જોગવાઈ હેઠળ તેને પોતાના દાદાની મિલકતમાં કોઈ અધિકાર મળી શકે નહીં. હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ, 1956 (જે હિન્દુ કાયદાનું સંહિતાકરણ કરે છે) હેઠળ દાદાની મિલકતમાં પૌત્રનો જે અધિકાર 1956ના કાયદા પહેલાં અમલી વ્યક્તિગત હિન્દુ કાયદા હેઠળ હતો, તેને ધારાસભાએ આ કાયદો બનાવતી વખતે સ્પષ્ટપણે સુરક્ષિત રાખ્યો નથી. હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ, 1956ની કલમ 8 ને એક સ્વતંત્ર જોગવાઈ તરીકે વાંચવી જોઈએ, જે કોઈ પણ વસિયતનામું કર્યા વગર અવસાન પામેલા હિન્દુ પુરુષની મિલકતના હસ્તાંતરણની વ્યવસ્થા નક્કી કરે છે.

‘દાદાના અવસાન પર મિલકત પ્રથમ વારસદારને ટ્રાન્સફર થઈ’

કેસના તથ્યોને ધ્યાને રાખીને બેન્ચે અવલોકન કર્યું કે દાદાના અવસાન સમયે મિલકત તેમના ક્લાસ I વારસદારો પાસે ગઈ હતી અને તે પૌત્ર સહિત પુત્રની શાખાની હિન્દુ અવિભાજિત કુટુંબ (HUF) મિલકત બની નહોતી. સમાધાનના હુકમનામા હેઠળ દરેક વારસદાર પોતાના હિસ્સામાં આવેલી મિલકતનો એકમાત્ર માલિક બની ગયો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ભાગલા થતાંની સાથે જ અપીલકર્તાના દાદા એન. રામકૃષ્ણનની મિલકત સંયુક્ત કુટુંબની મિલકત રહી નહોતી, કારણ કે તમામ વારસદારોને આ મિલકત ‘ટેનન્ટ ઇન કોમન’ (અલગ-અલગ હિસ્સેદાર) તરીકે મળી હતી, નહીં કે ‘જોઇન્ટ ટેનન્ટ’ (સંયુક્ત હિસ્સેદાર) તરીકે, અને તેનું સંયુક્ત સહ-દાયિત્વ પણ સમાપ્ત થઈ ગયું હતું.

વધુમાં, કોર્ટે નોંધ્યું કે દાદાના અવસાન સાથે જ વારસાઈ હક ખુલી ગયો હતો (એટલે કે મિલકતનું હસ્તાંતરણ શરૂ થઈ ગયું હતું), જે અપીલકર્તાના જન્મ પહેલાં જ થઈ ચૂક્યું હતું. આ ઉપરાંત, ભાગલાનો દાવો 1993માં દાખલ કરવામાં આવ્યો હતો, તેથી અપીલકર્તાને આ મિલકતમાં કોઈ હિસ્સો મળવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી.

Breaking News : કસ્ટડી અને એરેસ્ટ વચ્ચેની ભેદરેખા સુપ્રીમ કોર્ટે ભૂંસી નાખી, હવે અટકાયત હશે તો પણ 24 કલાકમાં મેજીસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવા ફરજીયાત

Follow Us
નવા વર્ષે સાળંગપુરમા કષ્ટભંજન દેવને કરાવાયો 8 કિલો સોનાના વાઘાનો શણગાર
નવા વર્ષે સાળંગપુરમા કષ્ટભંજન દેવને કરાવાયો 8 કિલો સોનાના વાઘાનો શણગાર
CM ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકોને પાઠવી શુભકામના
CM ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકોને પાઠવી શુભકામના
અમદાવાદમાં વેપારીને હનીટ્રેપમાં ફસાવનાર 2 આરોપી ઝડપાયા
અમદાવાદમાં વેપારીને હનીટ્રેપમાં ફસાવનાર 2 આરોપી ઝડપાયા
ગીરગઢડાના રહેણાંક વિસ્તારમાં સિંહણ અને બાળસિંહની લટાર ! Video
ગીરગઢડાના રહેણાંક વિસ્તારમાં સિંહણ અને બાળસિંહની લટાર ! Video
ભરૂચમાં ST બસનો અકસ્માત, સદનસીબે કોઈ જાનહાનિ નહીં ! Video
ભરૂચમાં ST બસનો અકસ્માત, સદનસીબે કોઈ જાનહાનિ નહીં ! Video
અમદાવાદમાં હવાની ગુણવત્તા કથળી, AQI 254ને પાર
અમદાવાદમાં હવાની ગુણવત્તા કથળી, AQI 254ને પાર
સુરતના સચિન વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાથી લોકોમાં ભારે આક્રોષ
સુરતના સચિન વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાથી લોકોમાં ભારે આક્રોષ
ડાકોરમાં રણછોડરાયજીનો અન્નકૂટ લૂંટાયો; 700 વર્ષ જૂની પરંપરા
ડાકોરમાં રણછોડરાયજીનો અન્નકૂટ લૂંટાયો; 700 વર્ષ જૂની પરંપરા
અમદાવાદમાં બોમ્બ ધમકીથી ખળભળાટ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નિશાન પર
અમદાવાદમાં બોમ્બ ધમકીથી ખળભળાટ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નિશાન પર
અમદાવાદના ગોતામાં આવેલા સિનેમામાં ફિલ્મ રામાયણ જોવા પહોંચ્યાં અમિત શાહ
અમદાવાદના ગોતામાં આવેલા સિનેમામાં ફિલ્મ રામાયણ જોવા પહોંચ્યાં અમિત શાહ
g clip-path="url(#clip0_868_265)">